લૂક 4:9-12
લૂક 4:9-12 KXPNT
તઈ શેતાન ઈસુને યરુશાલેમમાં લય ગયો, અને એને મંદિરની ટોસ ઉપર ઉભો રાખીને શેતાને ઈસુને કીધુ કે, “જો તુ પરમેશ્વરનો દીકરો હોય તો પોતાની જાતને નીસે પછાડી દે, કેમ કે, એમ પવિત્રશાસ્ત્રમાં લખેલુ છે કે, તારા વિષે પોતાના સ્વર્ગદુતને આજ્ઞા આપશે કે, અને ઈ તને બસાવશે.” અને એમ પણ લખ્યું છે કે, “તેઓ તને પોતાના હાથમાં એવી રીતે પકડી લેહે કે, તારા પગને પાણા હારે ઠેહ નો લાગે.” ઈસુએ એને જવાબ આપ્યો કે, “શાસ્ત્રમાં ઈ હોતન લખેલુ છે કે, તું પરભુ તારા પરમેશ્વરની પરીક્ષા નો લે.”