માથ્થી 21
21
ઈસુનો રાજાની જેમ યરુશાલેમમાં પ્રવેશ
(માર્ક 11:1-11; લૂક 19:28-40; યોહ. 12:12-19)
1જઈ ઈસુ અને એના ચેલાઓ યરુશાલેમ શહેરની પાહે આવ્યા, અને જૈતુનના ડુંગર ઉપર બેથફાગે ગામ હુધી પૂગ્યા, તઈ ઈસુએ બે ચેલાઓને મોકલ્યા. 2અને કીધુ કે, જો તમે હામેના ગામમાં જાવ અને એમા પૂગતા જ એક ગધેડાનું ખોલકું મળશે; એને છોડીને મારી પાહે લીયાવો. 3જો કોય તમને પૂછે તો તમે કેજો કે, “પરભુને એનો ખપ છે, એટલે તરત એને લોકો તમારી હારે મોકલી દેહે.” 4હવે આ ઈ હાટુ થયુ કે, જે પરમેશ્વરે આગમભાખીયાને કીધુ હતું, ઈ પુરૂ થાય: 5“યરુશાલેમના લોકોને કેય કે, જોવ, તમારો રાજા તમારી પાહે આવે છે, ઈ નમ્ર છે, અને ગધેડા ઉપર એટલે વજન ઉપાડનારાના ખોલકા ઉપર બેહીને આવે છે.”
6તઈ બે ચેલાઓ ગયા અને જેમ ઈસુએ તેઓને કીધુ હતું એમ જ કરયુ. 7તેઓ ખોલકાને ઈસુની પાહે લીયાવ્યા, અને તેઓએ પોતાના લુગડા એની ઉપર નાખી દીધા, પછી ઈસુ ખોલકા ઉપર બેહી ગયો. 8ગડદીમાના ઘણાય બધા લોકોએ એને માન આપવા હાટુ મારગ ઉપર પોતાના લુગડા પાથરીયા, બીજાઓએ ઝાડ ઉપરથી પાંદડા વાળી ડાળ્યું કાપીને મારગમાં પાથરી. 9આગળ અને પાછળ હાલનાર લોકોએ પોકારયુ કે, “રાજા દાઉદના દીકરાને હોસાન્ના, પરભુને નામે જે આવે છે, ઈ આશીર્વાદિત છે, અતિ સ્વર્ગમાં હોસાન્ના.” 10જઈ ઈસુ યરુશાલેમ શહેરમાં પૂગ્યો, તઈ આખા નગરે ખળભળી ઉઠીને કીધુ કે, “ઈ કોણ છે?” 11તઈ લોકોએ કીધુ કે, “આ તો ઈસુ આગમભાખીયો જે ગાલીલ પરદેશના નાઝરેથ ગામનો છે.”
ઈસુનો મંદિરમાં પ્રવેશ
(માર્ક 11:15-19; લૂક 19:45-48; યોહ. 2:13-22)
12પછી ઈસુ પરમેશ્વરનાં મંદિરમાં ગયો, અને ઈ લોકોને ઈ જગ્યામાથી બારે કાઢવાનું સાલું કરી દીધુ, જે બલિદાન હાટુ સડાવવામાં આવતાં જનાવરો અને બીજી વસ્તુઓ ખરીદતા અને વેસતા હતા. એણે રૂપીયા બદલવાવાળાઓની મેજને ઉધ્યું વાળી દીધ્યું, અને એણે બલિદાન હાટુ કબુતરો વેસનારાઓની ખુડશીયુ ઉધ્યું વાળી દીધ્યું. 13એણે તેઓને કીધુ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કેવાય છે, જ્યાં બધીય જાતિના લોકો પ્રાર્થના કરવા હાટુ આવે છે, પણ તમે એને લુંટારાઓની જગ્યા બનાવી દીધી છે.”
14આંધળાઓ અને લંગડાઓ એની પાહે મંદિરમાં આવ્યા, અને ઈસુએ તેઓને હાજા કરયા. 15પણ જે સમત્કારો એણે કરયા અને જે બાળકો મંદિરમાં મોટા અવાજે દાઉદના દીકરાને હોસાન્ના કેતા હતા, તેઓને જઈ મુખ્ય યાજકોએ અને યહુદી નિયમના શિક્ષકોએ જોયા તઈ તેઓ બોવ ગુસ્સે થયાં. 16અને તેઓને ઈસુને કીધુ કે, “આ બાળકો જે કેય છે, ઈ શું તું હાંભળે છે?” તઈ તેઓને ઈસુએ જવાબ દીધો કે, “હા, શું તમે કોયદી શાસ્ત્રમાં આ વાંસ્યુ નથી કે, બાળકોના અને ધાવણાઓના મોઢાથી સ્તુતિ કરાવી છે?” 17તઈ ઈસુ તેઓને મૂકીને શહેર બાર બેથાનિયા ગામમાં જયને રાત રોકાણો.
ઈસુ દ્વારા અંજીરના ઝાડને હરાપ આપવો
(માર્ક 11:12-14; 11:20-24)
18હવારે ગામમાંથી પાછા આવતાં ઈસુને ભુખ લાગી. 19અને અંજીરના ઝાડને મારગની કોરે જોયને ઈ એની પાહે ગયો, અને પાંદડાઓને છોડીને બીજુ કાય નો જોયને એને કીધુ કે, “હવેથી તમારામાં કોયદી ફળ નય આવે.” અને અંજીરનું ઝાડ તરત હુકાય ગયુ. 20ઈ જોયને ચેલાઓએ નવાય પામીને કીધુ કે, “અંજીરનું ઝાડ કેવી રીતે ઘડીકમાં હુકાય ગયુ?” 21ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “હું તમને હાસુ કવ છું કે, જો તમે વિશ્વાસ રાખો, અને શંકા નો કરો; તો નય ખાલી આવું કરશો, જે આ અંજીર ઝાડને કરેલું છે; પણ જો આ ડુંઘરાને કેહો કે, ઉખડી જા, અને દરીયામાં જયને પડ, તો એમ થય જાહે. 22અને જે કાય તમે પ્રાર્થના કરીને માગો અને વિશ્વાસ કરો તો, ઈ બધુય તમને મળશે.”
ઈસુના અધિકાર વિષે શંકા
(માર્ક 11:27-33; લૂક 20:1-8)
23પછી ઈ મંદિરમાં આવીને શિક્ષણ આપતો હતો, એટલામાં મુખ્ય યાજકોએ લોકોના વડીલોને એની પાહે આવીને પૂછયું કે, “તું ક્યાં અધિકારથી આ કામ કરશો, આ અધિકાર તને કોણે દીધો છે?” 24તઈ ઈસુએ તેઓને જવાબ દીધો કે, હું એક વાત તમને પુછું એનો જવાબ તમે મને આપો; તો હું ક્યાં અધિકારીથી આ કામ કરું છું, ઈ હું તમને કેય. 25યોહાનની જળદીક્ષા ક્યાંથી હતી? પરમેશ્વર તરફથી હતી કે, લોકો તરફથી? તઈ તેઓએ મૂંગા મોઢે વિસાર કરીને કીધુ કે, જો આપડે એમ કેહુ કે, પરમેશ્વર તરફથી, તઈ ઈ એમ કેહે કે, તો તમે એની ઉપર વિશ્વાસ કેમ કરયો નય? 26અને જો આપડે કેહુ કે, માણસો તરફથી, તો તેઓ લોકોની ગડદીથી બીતા હતાં કેમ કે, લોકો એવું માનતા હતાં કે યોહાન પરમેશ્વર તરફથી એક હાસો આગમભાખીયો હતો. 27પછી તેઓએ ઈસુને જવાબ દીધો કે, “અમે નથી જાણતા,” ઈસુએ પણ તેઓને કીધુ કે, “હુંય તમને નય કવ કે, ક્યા અધિકારથી હું આ કામ કરું છું.”
ઈસુ દ્વારા બે દીકરાઓનો દાખલો
28પણ તમે આ દાખલામાંથી શું હમજો છો? કોય એક માણસને બે દીકરા હતા; એણે પેલાની પાહે આવીને કીધુ કે, “દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જયને કામ કર.” 29તઈ એણે જવાબ દીધો કે, “હું નથી જાવાનો,” તો પણ પછીથી ઈ પસ્તાણો અને ગયો. 30બીજા દીકરાની પાહે આવીને એણે એમ જ કીધુ, તઈ એણે જવાબ દીધો કે, “સાહેબ, હું જાવ છું, તો પણ ઈ ગયો નય.” 31ઈ બેમાંથી કોણે બાપની ઈચ્છા પરમાણે કરયુ? તેઓ એને કેય ઈ પેલા ઈસુએ તેઓને કીધુ કે, હું તમને હાસુ કવ છું કે, દાણીઓ અને વેશ્યાઓ તમારી આગળ પરમેશ્વરનાં રાજ્યમાં અંદર જાયશે. 32કેમ કે, જળદીક્ષા આપનાર યોહાને તમને કીધું કે, કેવી રીતે તમારે હાસુ જીવન જીવવું, તો પણ તમે એની ઉપર વિશ્વાસ નથી કરયો; પણ દાણીઓએ, વેશ્યાઓએ એનો વિશ્વાસ કરયો, ઈ જોયા પછી, પણ તમે પસ્તાવો કરયો નય, અને એની ઉપર વિશ્વાસ કરયો નય.
ભૂંડા ખેડુતોનો દાખલો
(માર્ક 12:1-12; લૂક 20:9-19)
33એક બીજો દાખલો હાંભળો એક માણસે પોતાના ખેતરમાં દ્રાક્ષાવાડી રોપી અને એની આજુ-બાજુ વાડ કરીને દ્રાક્ષારસ છૂંદીને ભેગો કરવા હાટુ કુંડ બનાવ્યો, અને એણે સ્યારેય બાજુ જનાવરથી વાડીને બસાવવા હાટુ કોટ બાંધ્યો. પછી એણે વાડીને કેટલાક ખેડુતોને ભાગ્યું આપી દીધુ અને બીજા દેશમાં લાંબી યાત્રામાં વયો ગયો. 34જઈ દ્રાક્ષ કાપવાની મોસમ પાહે આવી, તઈ એણે ફળનો ભાગ લેવા હાટુ પોતાના ચાકરોને ખેડૂતોની પાહે મોકલ્યા. 35તઈ ખેડૂતોએ એના એક ચાકરને પકડીને મારયો અને બીજાને મારી નાખ્યો; ત્રીજાને પાણો પણ મારયો. 36પછી બગીસાના માલિકે પેલા કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા; પણ તેઓએ એની હારે પણ એમ જ કરયુ. 37પણ પાછળથી એણે પોતાના છોકરાને એની પાહે મોકલ્યો એને થયુ કે, તેઓ કદાસ મારા દીકરાનું માન રાખશે. 38પણ જઈ ખેડૂતોએ એના દીકરાને આવતો જોયો તો તેઓએ એકબીજાથી કીધુ કે, “ઈ દીકરો તો વારસદાર છે, હાલો આપડે એને મારી નાખી જેથી વારસો આપડો થાય.” 39તઈ ખેડૂતોએ દીકરાને પકડીને, દ્રાક્ષાવાડીમાંથી બારે કાઢીને મારી નાખ્યો.
40ઈ હાટુ જો દ્રાક્ષાવાડીનો માલીક આયશે તો ઈ ખેડુતોનું શું કરશે? 41તેઓને ઈસુએ કીધુ કે, “ખરાબ લોકોને ખરાબ રીતેથી નાશ કરશે; અને દ્રાક્ષાવાડીનું ભાગ્યું ખેડુતોને જેઓ આપશે, જે વખત ઉપર એને ફળ આપશે.” 42ઈસુએ તેઓને કીધુ કે, “જે પાણાનો નકાર ઘર બાંધનારાઓએ કરયો, ઈજ ખૂણાનો મુખ્ય પાણો થયો ઈ પરભુથી બન્યો ઈ આપડી નજરમાં નવીન છે, ઈ શું તમે શાસ્ત્રવચનમાં કોયદી નથી વાસ્યુ?”
43ઈ હાટુ હું તમને કવ છું કે, પરમેશ્વરનું રાજ્ય તમારી પાહેથી લય લેવાહે; અને જે જાતિના લોકો એના ફળ આપશે, તેઓને ઈ આપશે. 44“આ પાણા ઉપર જે કોય પડશે, એના ટુકડે ટુકડા થાય જાહે, પણ જેની ઉપર ઈ પાણો પડશે એનો ભૂકો થય જાહે.” 45મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકો એના દાખલાઓ હાંભળીને હમજી ગયા કે, ઈ અમારા વિષે બોલે છે. 46તેઓ ઈસુને પકડવા ઈચ્છતા હતા, પણ તેઓ લોકોથી બીતા હતા કેમ કે, લોકો એને આગમભાખીયો માનતા હતા.
Aktualisht i përzgjedhur:
માથ્થી 21: KXPNT
Thekso
Ndaje
Copy
A doni që theksimet tuaja të jenë të ruajtura në të gjitha pajisjet që keni? Regjistrohu ose hyr
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.