YouVersion logo
Dugme za pretraživanje

માથ્થી 2

2
જ્ઞાની લોક ઇસુ મહિમા કેરા આવતાહા
1જાંહા હેરોદ રાજા યહુદીયા વિસ્તારુપે રાજ કી રેહલો, તીયા સમયુલે બેથલેહેમ ગાંવુમે ઇસુ જન્મો વીયો, તેહેડામે જ્ઞાની લોક પુર્વ દિશામેને યરુશાલેમ શેહેરુમે આવીને ફુચા લાગ્યા, 2“યહુદીયા રાજા બોના ખાતુર જન્મ્યોહો, તોઅ પોયરો કાંહી હાય? કાહાલ તીયા પોયરા જન્મુલુ વિશે ખબર આપનારો તારો આમુહુ પુર્વો દિશાવેલે દેખ્યોહો, તીયા ખાતુર આમુહુ તીયા આરાધના કેરા આલાહા.” 3યહુદીયા રાજા જન્મા વિશે ઉનાયને, હેરોદ રાજા બી ગીયો આને તીયા આરી યરુશાલેમુ ખુબુજ લોક કાબરાય ગીયો. 4તાંહા હેરોદ રાજાહા યહુદીયા બાદા મુખ્યો યાજકુહુને આને મુસા નિયમ હિક્વુનારાહાને એકઠા કીને તીયાહાને ફુચ્યો, “ખ્રિસ્તુ જન્મ કાંહી વેરા જોજે?” 5તીયાહા હેરોદ રાજાલે આખ્યો, ખ્રિસ્તુ જન્મો ઈયા યહુદીયા વિસ્તારુ બેથલેહેમ ગાંવુમે વેરી; કાહાકા પરમેહેરુહુ ભવિષ્યવક્તા મીખાલુહુ ખુબ પેલ્લા આખલો, તોઅ લેખલો આથો:
6“ઓ યહુદીયા જીલ્લા બેથલેહેમ ગાંવુ લોકુહુ, યહુદીયા વિસ્તારુ બીજા બાદા ગાંવુ કેતા તુમા ગાંવ કેલ્લી બી રીતીકી યહુદીયા જીલ્લા ગણતરીમે હાનો નાહ, કાહાકા તુમા ગાંવુમેને એક એહેડો રાજ કેનારો બોની, તોઅ માઅ ઇસ્રાએલી લોકુપે રાજ કેરી.”
7તાંહા હેરોદ રાજાહા તીયા જન્મુલા પોયરા ઉંમર જાંણા ખાતુર જ્ઞાની લોકુને ઠાકાજ હાદીને ફુચ્યો કા, તારો ઠીક કેલ્લા સમયુમ દેખાલો. 8આને થોડાક જ્ઞાની લોકુહુને ઇ આખીને બેથલેહેમ ગાંવુમે મોકલ્યા, “જાયને તીયા પોયરા વિષયુમે બરા-બોર ખબર કાડા, આને જાંહા તોઅ મીલી જાય, તાંહા માઅહી ફાચા આવા, આને જો કાય તુમુહુ હેયોહો તોઅ માન આખા કા, આંય બી આવીને તીયા આરાધના કી સેકુ.”
9-10આને ઈયા ખાતુર તે જાંઅ લાગ્યા, આને વાટીમે તીયાહા તોજ તારો હેયો, જો તીયાહાને પુર્વો દિશામે દેખાલો, જાંહા તીયાહા તોઅ તારો હેયો, તાંહા તે ખુબ ખુશ વી ગીયા! તોઅ તારો તીયાં આગાળી-આગાળી જાતલો, આને પોયરો આથો, તીયાજ જાગા ઉપે આવીને ઓટકી ગીયો. 11આને તીયા પોંગામે પોચીને, તીયા પોયરાલે તીયા યાહકી મરિયમુ આરી હેયો, આને પાગે પોળીને પોયરાલે આરાધના કેયી, આને પોતા-પોતા થેલા ખોલીને, તીયાલે હોનો, લોબાન આને ગંધરસ (ધુપ) ભેટ આપી. 12આને તીયા બાદ હોપનામે એ ચેતવણી મીલી કા, હેરોદ રાજા પાહી ફાચે નાય જાવુલી, આને તીયાહા રાજાલે ખબર નાય આપી, તે બીજી વાટ તીને પોતા દેશુમે ફાચા જાતા રીયા.
યુસુફ પોતા કુટુંબુઆરી મિસર દેશુમે નાહી જાહે
13તે લોક જાતા રીયા તાંહા, એક પરમેહેરુ હોરગા દુતુહુ હોપનામે આવીને યુસુફુલે આખ્યો, “ઉઠ! ઈયા પોયરાલે આને ઈયા યાહકીલે લીને મિસર દેશુમે નાહી જો; આને જાંવ લોગુ આંય તુલે નાય આખુ, તામલુગુ તીહીજ રેજા; કાહાલ કા, હેરોદ રાજા ઈયા પોયરાલે માય ટાકા ખાતુર હોદનારો હાય.”
14તાંહા તોઅ રાતીજ ઉઠીને પોયરાલે, આને તીયા યાહકીલે, લીને મિસર દેશુમે જાતો રીયો. 15આને તે હેરોદ રાજા મોયો તામ મિસર દેશુમુજ રીયે, ઈયા ખાતુર કા પ્રભુહુ હોશિયા ભવિષ્યવક્તા મારફતે ખુબ પેલ્લા આખલો આથો, તોઅ પુરો વેઅ, પ્રભુહુ એહકી આખલો, કા “માયુહુ પોતા પોયરાલે મિસર દેશુમેને હાધ્યો.”
હેરોદ રાજા હાના પોયરાહાને માય ટાકાવેહે
16હેરોદ રાજા ગુસ્સાકી પોરાય ગીયો, જાંહા તીયાહા જાંઅયો કા, જ્ઞાની લોકુહુ માને દોગો દેદોહો, તાંહા તીયાહા સૈનિકુહુને મોકલ્યા કા, તે બેથલેહેમ ગાંવુ આને તીયા પાહલ્યા-પાહલ્યા બાદા વિસ્તારુમેને પોયરાહાને જે બેન વોર્ષા આને તીયાસેને હાને વેઅ તીયાલે માય ટાકે, ઇ તારા વિશે જાંનારા જ્ઞાની લોકુ મારફતે તારો પેલ્લીવાર દેખાય દેવુલો વર્ણનુ આધારુપે આથો. 17ઇ ઈયા ખાતુર વીયો કા, શાસ્ત્રમે યર્મિયા ભવિષ્યવક્તા મારફતે પરમેહેરુહુ જો આખલો, તોઅ પુરો વે.
18“રામા શેહેરુમે #2:18 રામામ એક એહેડો જાગો આથો, જીહી દાઉદ રાજા આગલા ડાયા રેતલે. બાયુ આવાજ ઉનાયા જે રોળી રેહલી,
રોળુલી આને મોડો દુઃખ.
રાહેલ પોતા પોયરા ખાતુર રોળતલી;
આને ઠાકી રાંઅ નાય માગતલી, કાહાલ કા તીયા પોયરે મોય ગેહલે.”
યુસુફ મિસર દેશુમેને ફાચો આવેહે
19હેરોદ રાજા મોય ગીયો તાંહા, એક પરમેહેરુ હોરગા દુતુહુ મિસર દેશુમે યુસુફુલે હોપનામે દેખાયો આને આખ્યો, 20“ઉઠ, પોયરાલે આને તીયા યાહાકીલે લીને ઇસ્રાએલુ દેશુમે જાતો રેઅ; કાહાલ કા જે પોયરાલે માંય ટાકા માગતલા, તોઅ હેરોદ રાજા આને તીયા લોક મોય ગીયાહા.” 21તોઅ ઉઠયો, આને પોયરાલે આને તીયા યાહકીલે આરી લીને, મિસર દેશ છોડીને ઇસ્રાએલ દેશુમે આવતો રીયો. 22પેન જાંહા યુસુફ ઇ ઉનાયો, કા અરખીલાઉસ પોતા બાહકા હેરોદ રાજા જાગાપે યહુદીયા વિસ્તારુપે રાજ કી રેહલો, તાંહા તોઅ તીહી જાંઅ ખાતુર બી ગીયો; આને હોપનામે પરમેહેરુ તીયાલે ચેતવણી આપી કા, તુ યેરુશાલેમુમે જાહો માઅ, તીયા લીદે તોઅ ગાલીલ વિસ્તારુમે જાતો રીયો. 23આને નાશરેથ ગાંવુમે જાયને રીયો, એહકી ઈયા ખાતુર વીયો કા, જો ભવિષ્યવક્તાહા ઇસુ વિશે આખલો આથો, કા લોક તીયાલે નાશરેથ ગાંવુ નાગરિક હોમજી.

Trenutno izabrano:

માથ્થી 2: DUBNT

Istaknuto

Podijeli

Kopiraj

None

Želiš li da tvoje istaknuto bude sačuvano na svim tvojim uređajima? Kreiraj nalog ili se prijavi