1
ઉત્પત્તિ 3:6
પવિત્ર બાઈબલ
સ્ત્રીએ જોયું કે, વૃક્ષ સુંદર છે અને તેનાં ફળ પણ ખાવા માંટે સારાં છે અને વૃક્ષ તેને બુદ્વિશાળી બનાવશે. પછી સ્ત્રીએ તે વૃક્ષનું ફળ લીધું અને ખાધું. તેનો પતિ પણ તેની સાથે હતો, તેથી તેણીએ થોડાં ફળ તેને પણ આપ્યાં અને તેણે પણ તે ખાધાં.
సరిపోల్చండి
Explore ઉત્પત્તિ 3:6
2
ઉત્પત્તિ 3:1
યહોવા દેવ દ્વારા બનાવેલાં કોઈ પણ જંગલી પ્રાણી કરતાં સાપ વધારે કપટી હતો. (તે સ્ત્રીને દગો કરવા ઈચ્છતો હતો.) સાપે સ્ત્રીને કહ્યું, “હે સ્ત્રી, તમને દેવે ખરેખર એમ કહ્યું છે કે, તમાંરે બાગનાં કોઈ પણ વૃક્ષનાં ફળ ખાવાં નહિ?”
Explore ઉત્પત્તિ 3:1
3
ઉત્પત્તિ 3:15
હું તારી અને આ સ્ત્રીની વચ્ચે અને તારાં બાળકો અને એનાં બાળકો વચ્ચે દુશ્મનાવટ રખાવીશ. એનો વંશ તારું માંથું કચરશે અને તું એના પગને કરડીશ.”
Explore ઉત્પત્તિ 3:15
4
ઉત્પત્તિ 3:16
પછી યહોવા દેવે સ્ત્રીને કહ્યું, “તારે ગર્ભાવસ્થા દરમ્યાન ભારે વેદના વેઠવી પડે એમ હું કરીશ. તું જયારે બાળકને જન્મ આપીશ ત્યારે તને અસહ્ય વેદના થશે. તું તારા પતિને ખૂબ ઈચ્છીશ પણ તે તારા પર રાજ કરશે.”
Explore ઉત્પત્તિ 3:16
5
ઉત્પત્તિ 3:19
તારે તારા પોતાનાં ભોજન માંટે ખૂબ પરિશ્રમ કરવો પડશે. જયાં સુધી પરસેવો ન થાય ત્યાં સુધી તું પરિશ્રમ કરીશ. જયાં સુધી તારું મૃત્યુ ન થાય ત્યાં સુધી તું સખત પરિશ્રમ કરીશ. તે સમયે તું ફરીવાર માંટી થઈ જઈશ. જયારે મેં તને બનાવ્યો ત્યારે માંટીમાંથી જ બનાવ્યો હતો. અને જયારે તું મૃત્યુ પામીશ ત્યારે એ જ માંટીમાં પાછો મળી જઈશ.”
Explore ઉત્પત્તિ 3:19
6
ઉત્પત્તિ 3:17
પછી યહોવા દેવે મનુષ્યને કહ્યું: “મેં તને આજ્ઞા કરી હતી કે, તું આ વિશિષ્ટ વૃક્ષનાં ફળ ખાઈશ નહિ, પરંતુ તેં તારી પત્નીની વાત માંની અને તે વૃક્ષનાં ફળ ખાધાં. એટલે તારે લીધે આ ભૂમિ શ્રાપિત થઈ છે. જીવનપર્યંત પરિશ્રમ કરીશ ત્યારે તું એમાંથી ખાવા પામીશ.
Explore ઉત્પત્તિ 3:17
7
ઉત્પત્તિ 3:11
યહોવા દેવે પુરુષને પૂછયું, “તને કોણે કહ્યું કે, તું વસ્રહીન છે? તું શા કારણે શરમાંયો? જે ઝાડનાં ફળ ખાવાની મેં મનાઈ કરી હતી તે ઝાડનાં ફળ તેં ખાધાં તો નથી ને?”
Explore ઉત્પત્તિ 3:11
8
ઉત્પત્તિ 3:24
યહોવા દેવે આદમને બાગની બહાર કાઢી મૂકયો. અને પછી દેવે બાગના દરવાજાની ચોકી કરવા માંટે સ્વર્ગના દૂતોને મૂકયા. યહોવા દેવે ત્યાં એક અગ્નિમય સતત વીંઝાતી તરવાર પણ મૂકી, જે તરવાર જીવનના વૃક્ષના માંર્ગની ચોકી કરતી ચારેબાજુએ ચમકતી હતી.
Explore ઉત્પત્તિ 3:24
9
ઉત્પત્તિ 3:20
આદમે પોતાની પત્નીનું નામ હવા પાડયું. કારણ કે તે સર્વ માંનવજીવોની જનેતા હતી.
Explore ઉત્પત્તિ 3:20
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు