Biểu trưng YouVersion
Biểu tượng Tìm kiếm

માથ્થી 3

3
યોહાન બાપ્તિસ્મા દેનારના સીકસન
(માર્ક 1:1-8; લુક. 3:1-9,15-17; યોહ. 1:19-28)
1તે દિસમા બાપ્તિસ્મા દેનાર યોહાન આના, તો યહૂદિયા વિસ્તારને રાનમા ઈસા પરચાર કરુલા લાગના કા, 2તુમી પાપના પસ્તાવા કરા કાહાકા સરગના રાજ આગડ આનાહા. 3જીસા દેવ કડુન સીકવનાર યશાયાના ચોપડામા યોહાનને બારામા ઈસા લીખેલ આહા કા,
“રાનમા આરડનાર યોહાનના જાબ ઈસા આહા કા,
પ્રભુના મારોગ તયાર કરા, તેના મારોગ નીટ કરા.”
4તે યોહાનના આંગડા ઊંટને કેશાના બનવેલ હતાત, અન તો તેને કંબરલા કાતડાના પટા પોવેલ હતા. અન તેના જેવન તીડા અન રાન માસલા મદ હતા. 5યરુસાલેમ સાહારના લોકા અન અખે યહૂદિયા વિસ્તારના લોકા અન યરદન નયને મેરાને દેશસા મોઠે ભાગના લોકા યોહાન પાસી ગેત. 6અખા લોકા તેહના પદરને પાપના સ્વીકાર કરનાત યરદન નયમા યોહાનકન બાપ્તિસ્મા લીનાત.
7પન પકા ફરોસી લોકા અન સદુકી લોકા તે બાપ્તિસ્મા લેવલા યેત તી હેરી ન યોહાન તેહાલા સાંગના, ઓ જહરવાળા સાપને જીસા વેટ લોકા, તુમાલા દેવને રગપાસુન બચુલા કોન વાટ દાખવના? 8યે રીતે તુમી યેનાર સજા પાસુન બચુલા સાટી પસ્તાવા કરનાહાસ ત સોબ ઈસા કામ કરા, તે પરમાને જીવન જગા. 9તુમી પદરને મનમા યી નોકો ઈચારા કા, દેવ આમાલા સજા નીહી કરનાર કાહાકા ઈબ્રાહિમ આમના બાહાસ આહા. મા તુમાલા સાંગાહા કા, દેવ યે દગડા માસુન તુમને જાગાવર ઈબ્રાહિમને સાટી વંશ ઉત્પન કરી સકહ. 10દેવ દરેક માનુસના નેય કરુલા તયાર આહા જો પસ્તાવા નીહી કર, તેને જ જીસા કુરાડ લીની એક માનુસ તે મુળને આગડ જે બેસ ફળ નીહી દે તે ઝાડલા કાપી ટાકુલા તયાર આહા. યે સાટી દરેક માનુસ જો યે ઝાડને જીસા જો બેસ ફળ નીહી દે, તેલા દેવ ગુનેગાર ઠરવીલ અન બળતે ઈસતોને ભટીમા ટાકી દીજીલ.
11તુમી પસ્તાવા કરા તે સાટી મા તુમાલા પાનીકન બાપ્તિસ્મા દેહે, માને માગુન જો યેવલા આહા તો માને કરતા મોઠા આહા અન ઢોંગા પડીની તેને ચપલે કાહડુલા પન મા યોગ્ય નીહી આહાવ (જીસા એક નોકર તેને માલીક સાટી કરહ). તુમાલા મા પાનીકન બાપ્તિસ્મા દેહે, પન તો દેવના પવિત્ર આત્માકન અન ઈસતોકન તુમાલા બાપ્તિસ્મા કરીલ. 12તેના સુપડા તેને હાતમા આહા તો તેના ગહુલા ખળામા બરાબર ઉપનીલ ભરીટ દાના ગોળા કરી મુસકીમા ભરી ઠવીલ અન ભુસા કાયીમને ઈસતોમા ટાકી દીલ.
ઈસુના બાપ્તિસ્મા
(માર્ક 1:9-11; લુક. 3:21-22)
13માગુન ઈસુ ગાલીલ વિસ્તાર માસુન આના અન યરદન નયમા બાપ્તિસ્મા કરનાર યોહાનકન બાપ્તિસ્મા લેવલા આના. 14પન યોહાન તેલા ના પાડીની સાંગ કા, મા તુને હાતકન બાપ્તિસ્મા લેવલા પડ, તુ માપાસી કજ આનાહાસ? 15પન ઈસુની તેલા સાંગા, “આતા ઈસા જ હુયુદે, કાહાકા યે રીતે આમી યી અખા કરજહન જી દેવ આપા સહુન ગવસહ.” તાહા યોહાન ઈસુલા બાપ્તિસ્મા દેવલા તયાર હુયના. 16ઈસુ બાપ્તિસ્મા લીની પાની માસુન બાહેર આના તાહા લેગજ આકાશ ઉગડાયના અન દેવના આત્માલા કબુતરને રુપમા ઈસુવર ઉતરતા હેરના. 17અન આકાશ માસુન ઈસા એક જાબ આયકાયના કા, યો માના લાડકા પોસા આહા તેનેકન મા પકા ખુશ આહાવ.

Tô màu

Chia sẻ

Sao chép

None

Bạn muốn lưu những tô màu trên tất cả các thiết bị của mình? Đăng ký hoặc đăng nhập