યોહાન 17

17
પોતાના ચેલાઓ હાટુ ઈસુની પ્રાર્થના
1ઈસુએ પોતાના ચેલાઓને આ બધીય વાતો કરીને પછી આભ તરફ ઉપર જોયને કીધું કે, હે બાપ, આ વખત આવી ગયો છે, તારા દીકરાની મહિમાવાન પરગટ કર, જેનાથી દીકરો પણ તને મહિમાવાન કરે. 2કેમ કે, એણે બધાય લોકો ઉપર અધિકાર દીધો, જે ઈ મને આપ્યુ છે તેઓ બધાયને ઈ અનંતકાળનું જીવન દેય. 3અને આ અનંતકાળનું જીવન છે કે, તેઓ તને ઓળખી હકે, ખાલી હાસા પરમેશ્વર અને ઈસુ મસીહ જેને તમે મોકલ્યો છે. 4જે કામ તે મને કરવા દીધુ હતું, એને પુરું કરીને, મે ધરતી ઉપર તને મહિમાવાન કરો છે. 5હે બાપ, તારી હાજરીમાં મારી મહિમા પરગટ કરો, ઈ જ મહિમાવાન જે જગતના ઉત્પન થયા પેલા, મારે તારી હારે હતી.
6હું તમને, ઈ માણસો ઉપર પરગટ કરયુ, જેને ઈ જગતમાંથી મને દીધા, ઈ તારા હતાં અને ઈ એને મને દીધા અને તેઓએ તારા વચનને માન્યા. 7હવે ઈ જાણી ગયા કે, જે કાય ઈ મને દીધુ છે, ઈ બધુય તારી તરફથી છે. 8કેમ કે જે સંદેશો તે મને દીધો, ઈ મે એને દય દીધો, અને તેઓએ આ સંદેશાનો સ્વીકાર કરી લીધો, અને હાસે હાસુ જાણી લીધું છે કે, હું તારા તરફથી આવ્યો છું, અને આ વિશ્વાસ કરી લીધો છે કે, ઈ જ મને મોકલ્યો છે. 9હું તેઓની હાટુ પ્રાર્થના કરું છું, જગતના લોકોની હાટુ નય, પણ એની હાટુજ પ્રાર્થના કરું છું, જેઓએ ઈ મને આપ્યુ છે કેમ કે, ઈ તારા છે. 10અને જે કાય મારું છે, ઈ બધુય તારું છે, અને જે કાય તારું છે, ઈ મારું છે, અને એનાથી મને મહિમાવાન કરયો છે. 11હવે હું જગતમાં નય રવ, પણ આ જગતમાં રય, કેમ કે હું તારી પાહે આવી રયો છું, હે પવિત્ર બાપ, તારા નામના સામર્થથી તેઓને હાસ્વીને રાખ, જે તે મને દીધુ છે કે, તેઓ આપડી જેમ એક છે. 12જઈ હું તેઓની હારે હતો, તો મે તારા નામના સામર્થથી, જે નામ તે મને આપ્યુ છે, મે એને હાછવીને રાખ્યો છે અને એની રખેવાળી કરી. અને જેનું ખોવાવાનુ નક્કી હતું, એને મુકીને એનામાંથી કાય પણ ખોવાણુ નથી, ઈ હાટુ કે, શાસ્ત્રમા જે કીધું છે, તેઓમાં મારો હરખ પુરેપુરો થાય. 13અને હવે હું તારી પાહે આવું છું, અને આ વાત હું જગતમાં રયને કવ છું જેથી હું મારી ખુશી તેઓમાં પુરી કરૂ. 14મે તારો સંદેશો તેઓને દય દીધો છે, ને જગતના લોકોએ એનાથી નકાર કરયો, કેમ કે જેથી હું જગતનો નથી, એમ જ ઈ પણ જગતના નથી. 15તેઓને આ જગતમાંથી છેટા લય જાવાની પ્રાર્થના હું તમને કરતો નથી. પણ તેઓને શેતાનથી બસાવી રાખવાનું હું તમને કવ છું 16જેમ હું જગતનો નથી, એમ જ તેઓ પણ જગતના નથી. 17તારા હાસ દ્વારા મારા ચેલાઓને તારી સેવા હાટુ નોખા કર. તારું વચન હાસુ છે. 18જેમ તે મને જગતમાં મોકલ્યો. એમ જ મે પણ તેઓને જગતમાં મોકલ્યા. 19હું એના લાભ હાટુ, પોતાની જાતનું તને સમર્પણ કરું છું, જેથી ઈ પણ હાસથી પોતે જ તને સમર્પિત થય જાય.
20હું ખાલી આ ચેલાઓ હાટુ પ્રાર્થના નથી કરતો, પણ એની હાટુ પણ કરું છું, જે તેઓના સંદેશાથી મારી ઉપર વિશ્વાસ કરશે. 21કે ઈ બધાય એક થાય, હે બાપ, જેમ તુ મારામાં છે, અને હું તારામાં છું, એમ જ ઈ પણ એક થાય, જેનાથી આ જગતના લોકો વિશ્વાસ કરે કે, તે જ મને મોકલ્યો છે. 22અને ઈ મહિમા જે તે મને આપી છે, મે તેઓને આપી છે કે, ઈ એમ જ એક થાય જેમ આપડે એક છયી. 23એટલે હું તેઓમાં અને તમે મારામાં થય જાવ જેથી તેઓ પુરી રીતે એક કરી હકાય અને ઈ હાટુ કે, જગત હમજે કે, તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારાં ઉપર પ્રેમ કરયો, એમ તેઓના ઉપર પણ પ્રેમ કરયો છે. 24હે બાપ, હું ઈચ્છું કે, જેઓને તે મને આપ્યુ છે, જ્યાં હું છું, ન્યા તેઓ પણ મારી હારે રય કે, તે મારી ઈ મહિમાને જોય, જે તે મને આપી છે, કેમ કે તે જગતની ઉત્પન થયા પેલા મને પ્રેમ કરયો છે. 25હે ન્યાયી બાપ, જગતના લોકોએ તને નથી જાણો, પણ મે તને જાણો છે, અને તેઓ જાણી ગયા કે, તે મને મોકલો છે. 26મે એને તુ કોણ છો ઈ ખબર કરી છે અને બતાવતો રેય, જેનાથી ઈ જે પ્રેમ તું મને કરશો, ઈ પ્રેમ એનામા બનેલો રેય અને હું એનામા રવ.

高亮显示

分享

复制

None

想要在所有设备上保存你的高亮显示吗? 注册或登录