યોહાન 8

8
છીનાળવાને લીધે પકડાયેલી બાય
1ઈસુ જૈતુનના ડુંઘરા ઉપર ગયા. 2બીજા દિવસે હવારે ઈ પાછા મંદિરના ફળીયામાં ગયો, અને ધણાય લોકો એની પાહે આવ્યા, અને ઈ બેહીને તેઓને શિક્ષણ દેવા લાગ્યો. 3તઈ યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકોના ટોળાએ એક બાયને લયને આવ્યા, આ બાય છીનાળવા કરતાં પકડાય ગય. અને એને બધાય લોકોની હામે ઉભી કરી દીધી. 4તેઓએ ઈસુને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, આ બાય છીનાળવા કરતી પકડાય છે. 5આપણને એવી આજ્ઞા આપતા કીધું કે, નિયમથી મુસાએ આપણને એવી આજ્ઞા આપી છે કે, ઈ બાયને પાણા મારી મારીને મારી નખાય તો તમે એની વિષે શું કયો છો?” 6તેઓએ ઈસુને ઓળખવા હાટુ આ વાત કરી, જેથી એની ઉપર કોય આરોપ લગાડવા હાટુ કોય વાત મળી જાય, પણ ઈસુ નમીને આંગળીથી જમીન ઉપર ક્યાક લખવા મંડયો. 7જઈ તેઓ એને પૂછતા રયા, તો એને ઉભા થયને તેઓને કીધું કે, “તમારામાથી કોય પણ ક્યારેય પાપનો કરયો હોય, એવા એને બધાયથી પેલા પાણા મારે.” 8અને ઈસુ પાછો નમીને જમીન ઉપર આંગળીથી લખવા મંડયો. 9આ હાંભળીને જે લોકો ઈ બાયને ન્યા લયને આવ્યા હતાં એમાંથી નાના મોટા એક એક કરીને બધાય વયા ગયા, ઈ જાણીને કેય ઈ બધાય પાપી છે. ન્યા ઈસુ એકલો રય ગયો, અને ઈ બાય હજી લગી ન્યા જ ઉભી રયતી. 10ઈસુ ઉભો થયને એને પુછયું કે, “બાય, ઈ બધાય લોકો ક્યા વયા ગયા? શું કોયે તને ગુનેગાર ઠરાવી નથી?” 11ઈ બાયે જવાબ દીધો કે, “ગુરુ, કોયે પણ મને દંડ નથી દીધો,” ઈસુએ કીધું કે, “તો હું પણ તને દંડ નથી દેતો, હવે ઘરે વયજા, અને હવેથી પાપનો કરતી.”
ઈસુ જગતનું અજવાળુ
12તઈ પાછુ ઈસુએ લોકોને કીધું કે, “જગતનું અજવાળુ હું છું, જે કોય મારું શિક્ષણ પામશે, ઈ અંધારામાં નય હાલે, પણ ઈ એવા અજવાળાને પામશે જે અનંતજીવન દેય છે.” 13ફરોશી ટોળાના લોકોના ટોળાએ એને કીધું કે, “તારી વાતુ હાસી નથી, કેમ કે તુ ખાલી પોતાના વખાણ કરે છે.” 14ઈસુએ તેઓને કીધું કે, “જો હું પોતે જ મારી સાક્ષી આપું છું, તો પણ મારી વાતો હાસી છે, કેમ કે હું જાણું છું કે, હું ક્યાંથી આવ્યો છું, ક્યા જાવ છું? પણ તમે નથી જાણતા કે, હું ક્યાંથી આવું છું, અને ક્યા જાવ છું 15તમે કોય માણસનો નજરથી ન્યાય કરો છો, પણ હું કોયનો ન્યાય કરતો નથી. 16અને જો હું કોયનો ન્યાય કરું, તોય મારો ન્યાય હાસો છે, કેમ કે, હું એકલો નથી, પણ હું બાપની હારે છું જેણે મને મોકલ્યો છે. 17મૂસાના નિયમમાં પણ લખ્યું છે કે, બે માણસની સાક્ષી હાસી માનવામાં આવે છે. 18એક તો હું પોતે મારા વિષે સાક્ષી દવ છું, અને બીજો મારો બાપ મારી વિષે સાક્ષી દેય છે જેણે મને મોકલ્યો છે.” 19ઈ હાટુ તેઓએ ઈસુને પુછયું કે, “તારો બાપ ક્યા છે?” ઈસુએ જવાબ દીધો કે, “નો તો તમે મને ઓળખોશો, અને નથી મારા બાપને ઓળખતા, જો મને ઓળખત તો તમે મારા બાપને પણ ઓળખત.” 20આ બધીય વાતો એને મંદિરમાં દાન પેટીઓની હામે શિક્ષણ દેતા કીધું, પણ કોયે એને પકડયો નય; કેમ કે, એનો વખત હજી હુંધી આવ્યો નોતો. હું જાવ છું ન્યા તુ આવી હકતો નથી.
પોતાના વિષે ઈસુની વાત
21ઈસુએ પાછુ લોકોને કીધું કે, “હું જાવાનો છું અને તમે મને ગોતશો, પણ તમે પોતાના પાપો માફ થયા વગર મરી જાહો. કેમ કે, જ્યાં હું જાવ છું, ન્યા તમે નય આવી હકો.” 22પણ યહુદી લોકોના આગેવાનોએ કીધું કે, “શું ઈ ક્યાક આપઘાત તો નય કરી લેય? કેમ કે, ઈ એમ કેય છે કે, જ્યાં હું જાવ છું, ન્યા તુ નય આવી હકે.” 23ઈસુએ તેઓને કેતો રયો કે, “તમે આ ધરતી ઉપર જનમ લીધો છે, પણ હું સ્વર્ગથી આવ્યો છું, તમે આ જગતના છો, પણ હું આ જગતનો નથી. 24ઈ હાટુ હું તમને કવ છું કે, તમારા પાપ માફ થયા વગર તમે મરી જાહો જો તમે મારી ઉપર વિશ્વાસ નથી કરતાં કે, હું ઈજ છું, તો તમારા પાપ માફ થયા વગર તમે મરી જાહો.” 25તઈ યહુદી લોકોના આગેવાનોએ એને પુછયું કે, “તુ કોણ છે?” ઈસુએ એને જવાબ દીધો કે, “જ્યાંથી મે શિક્ષણ દેવાનું સાલું કરયુ છે, ત્યારથી તમને કેતો આવ્યો છું કે, હું કોણ છું” 26તમારો ફેસલો કરવા હાટુ, મારે તમારા વિષે ધણું બધુય કેવું છે, પણ મને મોકલનારો હાસો છે, અને જે કાય મે એનાથી હાંભળ્યું છે, ઈજ જગતના લોકોને કવ છું 27તેઓ હમજા નય કે, ઈ તેઓને, બાપના વિષે કેતો હતો. 28તઈ ઈસુએ તેઓને કીધું કે, “જઈ તમે મને માણસના દીકરાને વધસ્થંભ ઉપર જડાવશો, તઈ તમે મને જાણશો કે, હું ઈજ છું, અને હું પોતે કાય નથી કરતો, પણ હું ઈજ કરું છું જે મારા બાપે મને શિખવાડયું છે, અને હું ઈ વાતો બોલું છું 29અને મને મોકલનારો મારી હારે છે, એણે મને એકલો નથી મુકયો, કેમ કે હું સદાય ઈજ કરું છું, જેનાથી ઈ રાજી થાય છે.” 30ધણાય બધાય લોકોએ, ઈસુને ઈ વાતો કેતા હાંભળ્યું, તો એની ઉપર વિશ્વાસ કરયો.
હાસ તમને મુક્ત કરશે
31તઈ ઈસુએ ઈ યહુદી લોકોને, જેઓએ એની ઉપર વિશ્વાસ કરયો હતો, તેઓને કીધું કે, જો તમે વચનમાં મજબુત રેહો, તો ખરેખર મારા ચેલાઓ કેવાહે. 32અને તમે હાસાયને જાણશો, અને હાસ તમને મુક્ત કરશે. 33તેઓએ ઈસુને જવાબ દીધો કે, “અમે તો ઈબ્રાહિમના પેઢીના છયી, અને ક્યારેય કોયની ગુલામીમાં નથી રેતા, તો પછી તુ કેમ કેય છે કે, તમે મુકત થય જાહો?”
34ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જો કોય પાપ કરે છે, ઈ પાપનો ચાકર છે. 35પણ ચાકર સદાય ઘરે નથી રેતો, પણ દીકરો સદાય ઘરે રેય છે. 36જો દીકરો તમને મુક્ત કરે છે, તો ખરેખર તમે છુટી જાહો. 37હું જાણું છું કે, તમે ઈબ્રાહિમની પેઢીના છો, તો પણ તમે મને મારી નાખવાની કોશિશમાં રયો છો, કેમ કે તમે મારા શિક્ષણને તમારા મનમા સ્વીકારુ નથી.
ઈસુ અને ઈબ્રાહિમ
38હું ઈ જ કવ છું, જે મારા બાપ પાહે જોયું છે, ઈ હાટુ તમે પણ ઈજ કરો જે તમારા બાપ પાહે હાંભળ્યું છે.”
39તઓએ એને જવાબ દીધો કે, “અમારા વડવા તો ઈબ્રાહિમ છે,” ઈસુએ તેઓને કીધું કે, “જો તમે ઈબ્રાહિમની પેઢીના હોત, તો જે ઈબ્રાહિમ કરતો હતો, એની જેવા કામ કરત. 40પણ હવે તમે મને મારી નાખવા માગો છો કેમ કે, મે તમને ઈ હાસુ વચન બતાવ્યું છે, જે મે પરમેશ્વરથી હાંભળ્યુ છે, આવું તો ઈબ્રાહિમે નોતું કરયુ.
41તમે તમારા બાપની જેમ કામ કરો છો.” તેઓએ ઈસુને કીધું કે, “આપડે છીનાળવા કરવાથી નથી જનમા, પણ આપડો ખાલી એક જ બાપ છે, અને ઈ પરમેશ્વર છે.” 42ઈસુએ તેઓને કીધું કે, “જો પરમેશ્વર તમારો બાપ હોત, તો તમે મને પ્રેમ કરત, કેમ કે હું પરમેશ્વરની તરફથી આવ્યો છું, હું પોતે નથી આવ્યો, પણ એણે મને મોકલ્યો છે. 43તમે મારી વાતો જે હું કવ છું, ઈ હાટુ નથી હંમજતા, કેમ કે, તમે મારા શિક્ષણને સ્વીકારતા નથી. 44તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે. 45પણ હું હાસુ બોલું છું, અને તમે મારી ઉપર વિશ્વાસ નથી કરતા. 46તમારામાથી કોણ મને પાપી સાબિત કરી હકે છે? તો જઈ હું હાસુ બોલું છું, તો તમે મારો વિશ્વાસ કેમ નથી કરતાં? 47જે પરમેશ્વરનાં છે, ઈ પરમેશ્વરની વાતો હાંભળે છે, પણ તમે નથી હાંભળતા કેમ કે, તમે પરમેશ્વરનાં નથી.”
ઈસુ ઈબ્રાહિમથી મોટો
48ઈ હાંભળીને યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “અમારું કેવું હાસુ છે કે, તુ સમરૂની પરદેશનો રેવાસી છે, અને તારામાં મેલી આત્મા વળગેલી છે.” 49ઈસુએ જવાબ દીધો કે, “મારામાં મેલી આત્મા નથી, પણ હું મારા બાપને માન આપું છું પણ તમે મારું અપમાન કરો છો. 50હું મારું માન કરવા નથી માંગતો, પણ એક જ છે જે માગે છે કે, મારું માન કરે, અને ઈ, ઈજ છે જે ન્યાય પણ કરે છે. 51હું તમને હાસે હાસુ કવ છું કે, જો કોય માણસ મારા વચનો પાળે છે, તો એનુ મોત કોય દિ નય થાય.” 52યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “હવે અમને પાકો વિશ્વાસ થય ગયો છે કે, તારામાં મેલી આત્મા છે. કેમ કે, ઈબ્રાહિમ અને આગમભાખીયા પણ મરી ગયા, અને તુ કેય છે કે, જો કોય માણસ મારા વચનના પરમાણે હાલશે, તો એનુ મોત ક્યારેય નય થાય. 53શું તુ અમારા વડવા ઈબ્રાહિમ કરતાં પણ મોટો છે? ઈ તો મરી ગયો છે, અને આગમભાખીયા પણ મરી ગયા છે, તો તુ પોતાની જાતને શું હમજશો?” 54ઈસુએ જવાબ દીધો કે, “જો હું પોતે મારા વખાણ કરું, તો મારા વખાણનો કોય મતલબ નથી, પણ જે મારા વખાણ કરે છે, ઈ મારો બાપ છે, અને તમે એને કયો છો કે, ઈ આપડો પરમેશ્વર છે.” 55તમે તો એને નથી જાણતા, પણ હું એને જાણું છું, અને હું કવ કે, એને નથી ઓળખતો, તો હું પણ તમારી જેવો ખોટો ગણાય. પણ હું એને ઓળખું છું, અને એનુ વચન પાળુ પણ છું 56તમારો વડવો ઈબ્રાહિમ મારો આવવાનો વખત જોવાથી બોવ રાજી થયો હતો, ઈ વખતે એનુ જોયું અને રાજી થયો. 57યહુદી લોકોના આગેવાનોએ ઈસુને કીધું કે, “હવે તો તુ પસાહ વરહનો પણ નથી, અને શું ઈ ઈબ્રાહિમને કેવી રીતે જોયો?” 58ઈસુએ તેઓને કીધું કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, ઈબ્રાહિમના જનમ પેલાનો હું છું” 59તઈ તેઓએ ઈસુને મારવા હાટુ પાણો હાથમાં લીધો, પણ ઈ હતાઈને મંદિરથી નીકળી ગયો.

高亮显示

分享

复制

None

想要在所有设备上保存你的高亮显示吗? 注册或登录