લૂક 16

16
સાલાક કારભારી
1હવે ઈસુએ ચેલાઓને પણ કીધું કે, એક માલદાર માણસ હતો, એણે એક કારભારી રાખ્યો; અને માલદારની આગળ કારભારી ઉપર એવો આરોપ મુકવામાં આવ્યો કે, ઈ તમારી મિલકત ઉડાવી દેય છે. 2જેથી ઘરના કારભારીને એણે અંદર બોલાવ્યો, અને એને કીધું કે, તારા વિષે હું હાંભળુ છું ઈ શું હાસુ છે? તે મારા રૂપીયાનું શું કરયુ છે? મને હિસાબ આપ કેમ કે, હવેથી તુ મારો કારભારી નય રય હક. 3તઈ ઈ કારભારી જાતે જ પોતાના મનમા કેવા લાગ્યો કે, હવે હું શું કરું? કેમ કે, મારો માલીક કારભારીનું કામ મારી પાહેથી લય લેવા માગે છે; મારામાં કામ કરવાની તાકાત નથી; અને રૂપીયા માગવાથી મને શરમ લાગે છે. 4હું જાણું છું કે, હું શું કરય! હું એવુ કાક કરય કે, જેથી જઈ મને કારભારીમાંથી કાઢી મુકે તઈ બીજા લોકો મને તેઓના ઘરે આવકારે. 5તઈ કારભારીએ એના માલીકના દરેક લેણદારોને બોલાવ્યા, અને એણે પેલાથી પુછયું કે, તારી ઉપર મારા માલીકનું કેટલું લેણું છે? 6ઈ માણસે જવાબ આપ્યો કે, મારે માથે 3,000 લીટર જૈતુન તેલનું લેણું છે, તઈ કારભારીએ એને કીધું કે, “તારા ખાતાની સોપડી લયને જલ્દી બેહીને તરત જ બીજા 1,500 લીટર કરી નાખ.” 7પછી એણે બીજા માણસને પુછયું કે, “તારી ઉપર કેટલું લેણું છે?” એને કીધું કે, “હો મણ ઘઉં,” તઈ કારભારીએ એને કીધું કે, “તારા ખાતાની સોપડી લયને એમા એસી મણ લખી નાખ.”
8એના માલિકે ઈ અન્યાયી કારભારીના વખાણ કરયા, કારણ કે, એણે હોશિયારીથી કામ કરયુ હતું. કેમ કે, આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે. 9હું તમને કવ છું, આ જગતમાં જે છેતરીને ભેગુ કરેલું ધન છે, એનાથી તારા મિત્રો બનાવી લે; કેમ કે, જઈ ઈ પુરું થય જાહે તઈ ઈ તમને છેલ્લા માંડવામાં આમંત્રણ આપશે. 10જે લોકો થોડા રૂપીયામાં વિશ્વાસુ માલુમ પડશે, એની ઉપર હજી વધારે રૂપીયામાં વિશ્વાસ કરી હકાય છે. પણ જે લોકો નકામી બાબતોમાં પણ ઈમાનદાર નથી ઈ ખાસ બાબતોમાં પણ ઈમાનદાર નથી. 11જો તમે જગતનાં રૂપીયા સબંધી વિશ્વાસુ નો હોવ, તો હાસા રૂપીયા હાટુ તમારા ઉપર વિશ્વાસ રાખી હકાય નય. 12જો તમે પારકા ધનમાં વિશ્વાસ વગરના ઠરયા તો જે તમારુ છે, ઈ તમને કોય હોપશે નય.
13“કોય પણ માણસ એક વખતે બે ધણીઓની ચાકરી કરી હકતો નથી કેમ કે, જો ઈ એવું કરે તો ઈ એકને અણગમો કરશે, અને બીજા ઉપર પ્રેમ રાખશે; નકર ઈ કોય એકનાં પક્ષનો થાહે, ને બીજાને તરછોડશે, તઈ તમે પરમેશ્વરની અને મિલકતની બેયની સેવા કરી હકતા નથી.”
ઈસુના કેટલાક વચનો
(માથ્થી 11:12-13)
14હવે ફરોશી ટોળાના લોકો, જે ધન દોલતનો વધારે લોભ કરતાં હતાં, અને તેઓએ બધીય વાતુ હાંભળીને ઈસુની ઠેકડી કરવા લાગ્યા.
15ઈસુએ ફરોશી ટોળાના લોકોને કીધું કે, “તમે લોકોને આગળ પોતાની જાતને ધાર્મિક બતાવો છો, પણ પરમેશ્વર તમારા હ્રદયમાં શું છે ઈ જાણે છે, કેમ કે જે કાય વસ્તું લોકોની નજરમાં ખાસ છે ઈ પરમેશ્વરની આગળ ખરાબ છે.”
16નિયમ જે પરમેશ્વરે મુસાને આપ્યુ અને જે આગમભાખીયાઓએ લખ્યું હતું ઈ યોહાન જળદીક્ષા આપનારના આવ્યા હુધી પોકારવામાં આવ્યું હતું. તઈ જેમ કે, મે તમને પરચાર કરયો હતો કે, પરમેશ્વર જલ્દી પોતે રાજાની જેવો દેખાહે. ઘણાય લોકો ઈ સંદેશાને અપનાવે છે અને પરમેશ્વરને વારેઘડીએ તેઓના જીવનમાં રાજ કરવા હાટુ કેય છે. 17આભ અને પૃથ્વી જાતી રેહે પણ પરમેશ્વરનાં નિયમમાં લખેલુ એકેય બિંદુ જાતુ રેહે નય. 18“જે કોય પોતાની બાયડીને છુટાછેડા દયને બીજીને પરણે તો ઈ છીનાળાના પાપ હાટુ ગુનેગાર છે, અને જે કોય માણસ છુટાછેડા દીધેલી બાયની હારે પરણે તો ઈ પણ છીનાળું કરે છે.”
રૂપીયાવાળો માણસ અને ગરીબ લાજરસ
19ઈસુએ પણ કીધું કે, એક રૂપીયાવાળો માણસ હતો, જે બોવ મોઘા લુગડા પેરતો અને દરોજ હારુ ખાવાની દાવત કરતો હતો, અને મોજ મજાથી રેતો હતો. 20ન્યા લાજરસ નામનો એક ગરીબ માણસ હતો, અને એના આખા દેહમાં ફોડકાઓ થયા હતાં, લાજરસને ઈ રૂપીયાવાળા માણસના ડેલા આગળ બેહાડી દેતા હતા. 21અને ઈ રૂપીયાવાળા માણસના ખાધા પછી વધેલા ટુકડાઓ ખાયને ઈ પોતાના પેટની ભૂખ ભાંગવા માગતો હતો; અને કુતરા પણ આવીને એના ફોડકાઓ સાટતા હતા. 22એક દિવસ ઈ ગરીબ લાજરસ મરી ગયો, અને સ્વર્ગદુત એને ઈબ્રાહિમની હારે રેવા હાટુ લય ગયા, અને એક દિવસે ઈ રૂપીયાવાળો માણસ પણ મરી ગયો, અને એને ડાટી દેવામાં આવ્યો. 23અને એણે નરકમાં ઘણીય બધીય પીડા ભોગવતા છેટેથી પોતાની આંખો ઉસી કરીને ઈબ્રાહિમની પાહે લાજરસને જોયો. 24અને એણે રાડ પાડીને કીધું કે, હે ઈબ્રાહિમ, મારા બાપ, મારી ઉપર દયા કરીને લાજરસને મોકલ, જેથી ઈ પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કારણ કે, આગમાં હું પીડાને ભોગવી રયો છું 25પણ ઈબ્રાહિમે એને કીધું કે, દીકરા યાદ કર, જઈ તુ જીવતો હતો, તઈ તારી પાહે હરખાય હતી, પણ લાજરસના જીવનમાં તો બધુય જ ખરાબ હતું, પણ હવે લાજરસ આયા દિલાસો પામે છે, અને તુ પીડા ભોગવે છે. 26અને ઈ બધીય વાતો સિવાય, અમારી અને તમારી વસ્સે એક મોટી ખાય બનાવી દીધી છે કે, જે કોય માણસ ન્યા જાવા ઈચ્છે, તોય ઈ નો આવી હકે, અને કોય માણસ ત્યાંથી આયા અમારી પાહે નો આવી હકે. 27રૂપીયાવાળા માણસે કીધું કે, તો પછી “હે બાપ ઈબ્રાહિમ, હું તને વિનવણી કરું છું કે, મારી ઉપર દયા કરીને લાજરસને મારા બાપના ઘરે પાછો મોકલ, 28કેમ કે, મારે પાચ ભાઈઓ છે; અને ઈ તેઓને સેતવણી આપી હકે, જેથી તેઓને આ પીડાની જગ્યા ઉપર નો આવવું પડે.” 29ઈબ્રાહિમે એને કીધું કે, “એની પાહે સેતવણી હાટુ મુસાનું નિયમશાસ્ત્ર અને આગમભાખીયાઓના લખાણો છે, તેઓના એમાંથી હાંભળવું જોયી અને પાલન કરવુ જોયી.” 30પણ રૂપીયાવાળા માણસે કીધું કે, “ના ઈબ્રાહિમ બાપ! જો કોય મરણ પામેલામાંથી તેઓની પાહે જાય, તો તેઓ પાપનો પસ્તાવો કરશે.” 31પણ ઈબ્રાહિમે એને કીધું કે, “ના, જો તારા ભાઈઓ મુસાનું નિયમશાસ્ત્ર અને આગમભાખીયાઓને નય હાંભળે તો તેઓ મરણમાંથી કોય તેઓની પાહે આવે, તો પણ તેઓનું હાંભળશે નય.”

目前选定:

લૂક 16: KXPNT

高亮显示

分享

复制

None

想要在所有设备上保存你的高亮显示吗? 注册或登录