YouVersion 標識
搜索圖示

માથ્થી 11

11
ઈસુ અને યોહાન જળદીક્ષા આપનાર
(લૂક 7:18-35)
1જઈ ઈસુ પોતાના બાર ચેલાઓને સુચના આપી સુક્યા, તઈ એમ થયુ કે, શિક્ષણ આપવા અને પરચાર કરવા તે ત્યાંથી પાહેના નગરોમાં ગયો. 2યોહાન જળદીક્ષા દેવાવાળાએ જેલખાનામાં મસીહના કામનો સંદેશો હાંભળીને પોતાના ચેલાઓને એણે આ પૂછવા મોકલ્યા કે, 3“શું ઈ મસીહ તુ જ છો, જેને પરમેશ્વરે મોકલવાનો વાયદો આપ્યો હતો કે, અમે કોય બીજાની વાટ જોયી?” 4તઈ ઈસુએ તેઓને જવાબ દીધો કે, તમે જે કાય હાંભળો છો અને જોવો છો, ઈ બધુય જયને યોહાનને કય દયો કે,
5આંધળા જોતા થાય છે અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરાય છે, અને બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે. 6અને જે કોય મારી ઉપર શંકા કરે નય, તેઓ આશીર્વાદિત છે.
7જઈ યોહાન જળદીક્ષા દેનારના ચેલાઓ ન્યાંથી જાતા રયા, તઈ ઈસુ યોહાન સબંધી લોકોને કેવા લાગ્યો કે, તમે વગડામાં શું જોવા નિકળ્યા હતા? શું પવનથી હાલતા ધોકળને? 8તો તમે શું જોવા ગયા હતાં? શું કિંમતી લુગડા પેરેલા માણસને? તેઓ તો રજવાડામાં રેય છે. 9તો તમે શું જોવા નીકળા હતા? શું કોય આગમભાખીયાને જોવા? હા, હું તમને કવ છું કે, આગમભાખીયા કરતાં પણ ઘણોય મહાન છે એવા માણસને જોવા ગયા હતા, 10કેમ કે યોહાન ઈ માણસ છે, જેના વિષે શાસ્ત્રમાં એમ લખેલુ છે કે, “જો, હું તારી આગળ મારા સંદેશાવાહકને મોકલું છું, ઈ તારી હાટુ લોકોને તૈયાર કરશે.”
11હું તમને હાસુ કવ છું કે, જેઓ બાયુથી જનમા છે, તેઓમાંથી યોહાન જળદીક્ષા દેનાર કરતાં કોય મોટો જનમો નથી, પણ સ્વર્ગનાં રાજ્યમાં જે બધાયથી નાનો છે ઈ એની કરતાં મોટો છે. 12અને જ્યારથી યોહાન જળદીક્ષા આપનારે પરચાર કરવાનું શરુ કરયુ, ઈ વખતથી તે હજી લગી સ્વર્ગના રાજ્યમાં બળજબરી વધી રય છે, અને બળજબરી કરનારાઓ એની ઉપર હુમલો કરીને લય લેહે. 13કેમ કે, બધાય આગમભાખીયાના સઘળા સોપડાઓ અને મુસાના નિયમો યોહાન જળદીક્ષા દેનારના આવવા હુધી રાજ્ય વિષે આગમવાણી કરી. 14જો તમે માનવા ઈચ્છો તો મારી વાત માની લ્યો કે, એલિયા જેની આવવાની આગમવાણી કરેલ હતી, ઈ આયશે. 15જે મારી વાતુ હાંભળી હકતા હોય, ઈ કાન દયને ધ્યાનથી હાંભળે અને હમજે.
16પણ આ પેઢીના માણસોને હું કોની હારે હરખામણી કરું? તેઓ ઈ બાળકો જેવા છે કે, જેઓ સોકમાં બેહીને એના સાથીઓને રાડ પાડીને કેય છે કે, 17અમે તમારી આગળ ખુશીના ગીતોની વાંહળી વગાડી, પણ તમે નાચ્યા નય, અમે હોગ કરયો, પણ તમે રોયા નય, 18કેમ કે, યોહાન જળદીક્ષા આપનાર આવ્યો તઈ ઈ ઉપવાસ કરતો હતો અને દ્રાક્ષારસ પીતો નોતો અને તમે કીધુ કે, એને મેલી આત્મા વળગી છે. 19પણ જઈ હું, માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો, તઈ તમે કયો છો કે, જુઓ ખાવધરો અને દારુડીયો માણસ, વેરો લેવાવાળાઓનો અને પાપીઓનો મિત્ર! પણ માણસના કામોથી સાબિત થાય છે કે, જ્ઞાની કોણ છે.
અવિશ્વાસીઓને ઈસુની સેતવણી
(લૂક 10:13-15)
20તઈ ઈ નગરોમાં સમત્કારી કામ ઘણાય થયા હતા, તેઓએ પસ્તાવો નો કરયો ઈ હાટુ તેઓની ઉપર ઈ ખીજાવા લાગ્યો કે, 21ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા, જે સમત્કારી કામ તમારામાં કરવામાં આવ્યું, ઈ જો તુર અને સિદોન શહેરના લોકોમાં થયુ હોત, તો તેઓ ક્યારનોય પન્યો ઓઢીને અને રાખમાં બેહીને પસ્તાવો કરયો હોત. 22વળી હું તમને કવ છું કે, ન્યાયના દિવસે પરમેશ્વર તુર અને સિદોન શહેરને જે સજા દેહે, ઈ કરતાં તમારી સજા ઘણીય વધારે હશે. 23અને ઓ કપરનાહૂમ શહેરના લોકો શું તમે સ્વર્ગ હુધી ઉસુ થાવાની આશા કરોશો? તમને નરકમાં નાખી દેવામાં આયશે; કેમ કે, જે સમત્કારી કામો તારામાં થયા, તે જો સદોમ શહેરમાં થયાં હોત, તો, ઈ આજ લગી હયાત રેત. 24વળી હું તમને કવ છું કે, ન્યાયના દિવસે પરમેશ્વર તુર અને સદોમ શહેરને જે સજા દેહે, એની કરતાં તમારી સજા વધારે હશે.
ઈસુ એના લોકોને વિહામો આપે છે
(લૂક 10:21-22)
25ઈ વેળાએ ઈસુએ કીધું કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું કેમ કે, જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે.” 26હા, ઓ બાપ કેમ કે, તમને એવુ હારૂ લાગ્યુ છે.
27મારા બાપે મને બધુય હોપ્યુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરાને અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.
28ઓ વેતરું કરનારાઓ અને ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાહે આવો, ને હું તમને વિહામો આપીશ. 29તમે મારા આધીન થાઓ, ને મારી પાહે શીખો; કેમ કે હું આત્મામાં નમ્ર અને રાંકડો છું, ને તમે તમારા મનમાં વિહામો પામશો. 30જે હું ઈચ્છું છું ઈ તમે કરો, જે કરવા હુકમ હું તમને આપું છું, ઈ કરવુ બોવ મુશ્કિલ નથી.

醒目顯示

分享

複製

None

想要在所有設備上保存你的醒目顯示嗎? 註冊或登入