YouVersion 標識
搜索圖示

માથ્થી 15

15
પરમેશ્વરની આજ્ઞા અને માણસોના બનાવેલા નિયમો
(માર્ક 7:1-23)
1તઈ યરુશાલેમથી ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકો ઈસુની પાહે આવીને કેવા લાગીયા કે, 2“તારા ચેલા અમારા વડીલોના રીતી રીવાજનું પાલન કેમ નથી કરતાં? તેઓ હાથ ધોયા વગર રોટલી ખાય છે.” 3પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “તમે તમારા રીવાજોને પાળવા હાટુ પરમેશ્વરનાં નિયમોનો નકાર કેમ કરો છો?” 4કેમ કે, પરમેશ્વરે કીધુ કે, “તમે તમારા માં-બાપને માન આપો, જે કોય એના માં-બાપની નીંદા કરે ઈ જરૂર મારી નાખવામાં આવે.” 5પણ તમે કયો છો કે, જે કોય પોતાના માં બાપને કેય કે, જે મારી તરફથી તમને લાભ થયો હોય ઈ પરમેશ્વરને સડાવી દે. 6તો ઈ પોતાના બાપનું માન રાખે નય, એમ તમે તમારા નિયમોથી પરમેશ્વરની આજ્ઞાઓ રદ કરી છે. 7ઓ ઢોંગીઓ યશાયા આગમભાખીયાએ તમારા વિષે હાસી આગમવાણી કરી છે: 8“તમે લોકો મારા વિષે બોવ હારુ બોલોસો પણ હકીકતમાં તમે મને પ્રેમ નથી કરતા. 9તેઓ મારૂ ખોટુ ભજન કરે છે કેમ કે, તેઓ પોતાના રીતી રીવાજો પરમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.”
માણસને અશુદ્ધ કરવાવાળા વાના
(માર્ક 7:14-23)
10વળી ઈસુએ લોકોને પોતાની પાહે બોલાવીને તેઓને કીધુ કે, “તમે બધાય મારું હાંભળો અને હંમજો. 11જે મોઢામાં જાય છે, તે માણસને અશુદ્ધ નથી બનાવતું, પણ જે માણસમાંથી બારે નીકળે છે, ઈ માણસને અશુદ્ધ બનાવે છે.” 12તઈ એના ચેલાઓએ પાહે આવીને એને કીધુ કે, “આ વાત હાંભળીને ફરોશી ટોળાના લોકોએ માન વગરના થયા, ઈ શું તું જાણે છે?” 13પણ એણે જવાબ દીધો કે, “જે છોડવા મારા સ્વર્ગમાંના બાપે નથી રોપ્યા, તે ઉપાડી નખાહે.” 14તેઓને જાવા દયો; ઈ આંધળા મારગ દેખાડનારા છે, અને જો આંધળો આંધળાને દોરી હકતો નથી, જો ઈ દોરે તો બેય ખાડામાં પડશે.
15તઈ પિતરે આ હાંભળીને એને કીધુ કે, “આ દાખલાનો અરથ અમને હમજાવો.” 16ઈસુએ ચેલાઓને પુછયું કે, “શુ તમે ઈ નથી જાણતા?” 17જે કાય મોઢામાં ગળો છો, તે પેટમાં જાય છે, અને પેટમાંથી બારે નીકળી જાય છે? 18પણ જે કાય મોઢામાંથી નીકળે છે, તે હૃદયમાંથી નીકળે છે, અને ઈ જ માણસને અશુદ્ધ કરે છે. 19કેમ કે ભુંડા વિસારો, હત્યાઓ, દુરાચાર, છીનાળવા, સોરીઓ, ખોટી સાક્ષીઓ અને નિંદા હૃદયમાંથી નીકળે છે. 20જે માણસને અશુદ્ધ કરે છે, ઈ જ ઈ છે, પણ હાથ ધોયા વગર ખાવું ઈ માણસને અશુદ્ધ કરતું નથી.
ઈસુ દ્વારા બિનયહુદી બાયની મદદ કરવી
(માર્ક 7:24-30)
21ઈસુ ન્યાથી નીકળીને તુર અને સિદોન શહેરની આજુ-બાજુની જગ્યામાં ગયો. 22અને જોવો, ઈ પરદેશથી એક કનાની બાય નીકળીને સીમમાંથી આવીને રાડ પાડીને એને કેવા લાગી કે, “ઓ પરભુ! દાઉદ રાજાના કુળના દીકરા, મારી ઉપર દયા કર, મારી દીકરીને મેલી આત્મા બોવ હેરાન કરે છે.” 23પણ ઈસુએ કોય જવાબ આપ્યો નય, અને એના ચેલાઓએ આવીને એનાથી વિનવણી કરી કે, “એને વિદાય કર; કેમ કે, ઈ આપડી વાહે રાડુ પાડતી આવે છે.” 24પણ ઈસુએ જવાબ દીધો કે, “પરમેશ્વરે મને ઈઝરાયલ દેશના લોકો પાહે મોકલ્યો છે, જે ખોવાયેલા ઘેટાની જેમ છે.” 25પછી ઈ બાય પાહે આવીને એને પગે લાગીને કેવા લાગી કે, “ઓ પરભુ, મને મદદ કર.” 26ઈસુએ જવાબ દીધો કે, “બાળકોની રોટલી લયને કુતરાની આગળ નાખી દેવી ઈ હારું નથી.” 27ઈ બાયે કીધુ કે, “હાસુ છે પરભુ, કુતરા પણ પોતાના ધણીઓની થાળીમાંથી જે હેઠવાડું પડેલું છે ઈ ખાય છે.” 28તઈ ઈસુએ જવાબ દીધો કે, “ઓ બાય, તારો વિશ્વાસ મોટો છે; જેવું તું ઈચ્છે, એવુ જ તારી હાટુ થાહે.” અને તે જ ટાણે એની દીકરી હાજી થય ગય.
ઈસુ દ્વારા ઘણાય લોકોને હાજા કરવા
29ઈસુ ન્યાંથી હાલીને, ગાલીલનાં દરિયા પાહે આવ્યો, ને ડુંઘરા ઉપર સડીને ન્યા બેહી ગયો. 30તઈ લંગડાઓ, આંધળાઓ, મુંગાઓ, ખોટ ખાપણવાળાઓ અને બીજા ઘણાય માંદાઓને પોતાની હારે લયને ઘણાય લોકો એની પાહે આવ્યા; અને ઈસુના પગ પાહે તેઓને મુક્યા, અને એણે તેઓને હાજા કરયા. 31જઈ લોકોએ જોયું કે, મુંગાઓ બોલતા થયાં, અને ખોટ ખાપણવાળાઓ હાજા થયાં, લંગડાઓ હાલતા થયાં, અને આંધળાઓ જોતા થયાં છે, તઈ તેઓ બધાય નવાય પામ્યા, અને ઈઝરાયલ દેશના પરમેશ્વરની મહિમા કરી.
ઈસુ દ્વારા સ્યાર હજાર કરતાં વધારે લોકોને ખવડાવવું
(માર્ક 8:1-10)
32ઈસુએ ચેલાઓને પાહે બોલાવીને કીધુ કે, “આ લોકો ઉપર મને દયા આવે છે; કેમ કે, તેઓ આજે ત્રણ દિવસ થયાં ઈ લોકો મારી હારે છે, અને હવે તેઓની પાહે કાય ખાવાનું નથી, અને આ લોકોને ભૂખા વિદાય કરવાને હું નથી માંગતો, નય તો મારગમાં થાકીને બેભાન થય જાહે.” 33ચેલાઓએ ઈસુને કીધુ કે, “અમે આ વગડામાં કોય આટલા બધાયને ધરાવી હકી એટલી પુરતી રોટલી કયાથી લીયાવી હકી?” 34ઈસુએ તેઓને પુછયું કે, “તમારી પાહે કેટલી રોટલી છે?” તો તેઓએ કીધુ કે, “હાત રોટલીઓ અને થોડીક નાની માછલીઓ છે.” 35તઈ ઈસુએ બધાય લોકોને જમીન ઉપર બેહવા હાટુ હુકમ દીધો. 36અને પછી ઈ હાત રોટલીઓ અને માછલીયોને લયને ઈસુએ પરમેશ્વરનો આભાર માનીને રોટલીઓને ભાંગીને પોતાના ચેલાઓને આપી, અને ચેલાઓએ પછી તે લોકોને પીરસી. 37બધાય ખાયને ધરાણા, અને પછી ચેલાઓએ બાકી વધેલા ટુકડા ભેગા કરીને હાત ટોપલીઓ ઉપાડી. 38અને જેઓએ ખાધુ, ઈ બધી બાયુ અને છોકરાઓને છોડીને લગભગ સ્યાર હજાર માણસો હતાં. 39તઈ ઈસુ લોકોને વળાવીને હોડીમાં બેહીને ગયા અને ઈ મગદાન જિલ્લામાં આવ્યો.

醒目顯示

分享

複製

None

想要在所有設備上保存你的醒目顯示嗎? 註冊或登入