1
ઉત્પત્તિ 3:6
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને તે વૃક્ષનું ફળ ખાવાને માટે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ એવું એ વૃક્ષ છે, તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું; અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું.
Qhathanisa
Hlola ઉત્પત્તિ 3:6
2
ઉત્પત્તિ 3:1
હવે યહોવા ઈશ્વરનાં બનાવેલાં ખેતરનાં સર્વ જાનવરો કરતાં સર્પ ધૂર્ત હતો. અને તેણે સ્ત્રીને કહ્યું, “શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું?”
Hlola ઉત્પત્તિ 3:1
3
ઉત્પત્તિ 3:15
અને તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”
Hlola ઉત્પત્તિ 3:15
4
ઉત્પત્તિ 3:16
સ્ત્રીને તેણે કહ્યું, “હું તારો શોક તથા તારી ગર્ભાવસ્થાનું દુ:ખ ઘણું જ વધારીશ. તું દુ:ખે બાળકને જન્મ આપશે, અને તું તારા ઘણીને આધીન થશે, ને તે તારા પર ધણીપણું કરશે.”
Hlola ઉત્પત્તિ 3:16
5
ઉત્પત્તિ 3:19
તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.”
Hlola ઉત્પત્તિ 3:19
6
ઉત્પત્તિ 3:17
અને આદમને તેમણે કહ્યું, “તેં તારી પત્નીની વાત માની, ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે, તારે ન ખાવું, તે વૃક્ષનું ફળ તેં ખાધું, એ માટે તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુ:ખે ખાશે.
Hlola ઉત્પત્તિ 3:17
7
ઉત્પત્તિ 3:11
અને ઈશ્વરે કહ્યું, “તને કોણે કહ્યું કે, તું નગ્ન છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી, તે તેં ખાધું છે શું?”
Hlola ઉત્પત્તિ 3:11
8
ઉત્પત્તિ 3:24
અને તે માણસને હાંકી કાઢીને જીવનનાં વૃક્ષની વાટને સાચવવા માટે યહોવાએ કરૂબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વે બાજુએ મૂકી.
Hlola ઉત્પત્તિ 3:24
9
ઉત્પત્તિ 3:20
અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા [એટલે સજીવ] પાડયું; કેમ કે તે સર્વ સજીવની મા હતી.
Hlola ઉત્પત્તિ 3:20
Ikhaya
IBhayibheli
Amapulani
Amavidiyo