અને ઈશ્વરે તેને કહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વર છું. તું સફળ થા, ને વૃદ્ધિ પામ. તારાથી લોકો તથા લોકોનો સમુદાય ઉત્પન્ન થશે, ને તારી કમરમાંથી રાજાઓ નીકળશે. અને મેં જે દેશ ઇબ્રાહિમને તથા ઇસહાકને આપ્યો છે, તે હું તને આપીશ, ને તારા પછી તારા વંશંજોને તે દેશ આપીશ.”