ઉત્પત્તિ 35
35
બેથેલ આગળ ઈશ્વર યાકૂબને આશીર્વાદ આપે છે
1અને ઈશ્વરે યાકૂબને કહ્યું, “ઊઠ, બેથેલમાં જા, ને ત્યાં રહે; અને તું તારા ભાઈ એસાવની આગળથી નાઠો હતો, #ઉત. ૨૮:૧૧-૧૭. ત્યારે જે ઈશ્વરે તને દર્શન આપ્યું હતું, તેને માટે ત્યાં તું વેદી બાંધ.” 2અને યાકૂબે પોતાના ઘરનાંને તથા જે સર્વ તેની સાથે હતાં તેઓને કહ્યું, “તમારામાં જે અન્ય દેવો હોય તેઓને દૂર કરો, ને પોતાને શુદ્ધ કરો, ને પોતાનાં કપડાં બદલો; 3અને આપણે ઊઠીને બેથેલ જઈએ; અને જે ઈશ્વરે મારા દુ:ખના દિવસે મારું સાંભળ્યું, ને જે રસ્તે હું ચાલ્યો તેમાં જે મારી સાથે રહ્યા, તેમને માટે ત્યાં હું વેદી બાંધીશ.” 4અને તેઓએ તેમની પાસે જે અન્ય દેવો હતા, તથા તેમના કાનમાં જે કુંડળો હતાં તે યાકૂબને આપ્યાં, અને યાકૂબે શેખેમની પાસે એલોન વૃક્ષ નીચે તેઓને દાટી દીધાં. 5અને તેઓ ચાલતાં થયાં.; અને તેઓની ચારે તરફના નગરોમાં મોટું ભય લાગ્યું, માટે તેઓ યાકૂબના દિકરાઓની પાછળ નહિ પડયા. 6અને યાકૂબ પોતાની સાથેના સર્વ લોક સહિત કનાન દેશનું લૂઝ, જે બેથેલ કહેવાય છે, તેમાં આવ્યો. 7અને તેણે ત્યાં વેદી બાંધી, ને તે જગાનું નામ #૩૫:૭એલ-બેથેલ:“બેથેલનો દેવ (દેવના ઘરનો દેવ).” એલ-બેથેલ પાડયું, કેમ કે તે તેના ભાઈના મોં આગળથી નાઠો હતો, ત્યારે ઈશ્વરે તેને ત્યાં દર્શન આપ્યું હતું. 8અને રિબકાની દાઈ દબોરા મરી ગઈ, ને તેને બેથેલ પાસે એલોન વૃક્ષ નીચે દાટવામાં આવી. અને તે વૃક્ષનું નામ તેણે #૩૫:૮એલોન-બાખૂથ:“વિલાપનું એલોનવૃક્ષ.” એલોન-બાખૂથ પાડયું.
9અને પાદાનારામથી યાકૂબ આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું, ને તેને આશીર્વાદ આપ્યો. 10અને ઈશ્વરે તેને કહ્યું, #ઉત. ૩૨:૨૮. “તારું નામ યાકૂબ છે; હવેથી તારું નામ ઇઝરાયલ થશે.” 11અને ઈશ્વરે તેને કહ્યું, “હું #૩૫:૧૧સર્વસમર્થ:“એલ શાદદાઈ.” સર્વસમર્થ #ઉત. ૧૭:૪-૮. ઈશ્વર છું. તું સફળ થા, ને વૃદ્ધિ પામ. તારાથી લોકો તથા લોકોનો સમુદાય ઉત્પન્ન થશે, ને તારી કમરમાંથી રાજાઓ નીકળશે. 12અને મેં જે દેશ ઇબ્રાહિમને તથા ઇસહાકને આપ્યો છે, તે હું તને આપીશ, ને તારા પછી તારા વંશંજોને તે દેશ આપીશ.” 13અને જયાં ઈશ્વર તેની સાથે બોલ્યા, ત્યાં આગળ તે તેની પાસેથી ચઢી ગયા. 14અને #ઉત. ૨૮:૧૮-૧૯. જ્યાં તે તેની સાથે બોલ્યા, તે સ્થળે યાકૂબે એક સ્તંભ, એટલે પથ્થરનો એક સ્તંભ, ઊભો કર્યો; અને તેના પર પેયાર્પણ તથા તેલ રેડયું. 15અને જ્યાં ઈશ્વર તેની સાથે બોલ્યા, તે જગાનું નામ યાકૂબે બેથેલ પાડયું.
રાહેલનું મૃત્યુ
16અને તેઓ બેથેલની આગળ ગયા. અને એફ્રાથ પહોંચવાને હજી થોડો માર્ગ બાકી રહ્યો હતો, એટલામાં રાહેલને પ્રસૂતિ થઈ, ને તેને ઘણી પ્રસવવેદના થઈ. 17અને એમ થયું કે તે પ્રસુતિમાં કષ્ટાતી હતી ત્યારે દાઈએ તેને કહ્યું, “બીશ નહિ; કેમ કે તને આ પણ દીકરો સાંપડશે.” 18અને એમ થયું કે, જ્યારે તેનો જીવ જતો હતો (કેમ કે તે મરી ગઈ), ત્યારે તેણે તેનું નામ બેનોની પાડયું, પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન પાડયું. 19અને રાહેલ મરી ગઈ, ને એફ્રાથ (જે બેથલેહેમ છે), તેને રસ્તે તેને દાટવામાં આવી. 20અને યાકૂબે તેની કબર પર સ્તંભ ઊભો કર્યો, તે આજ સુધી રાહેલની કબરનો સ્તંભ છે. 21અને ઇઝરાયલ આગળ ચાલ્યો, ને ટોળાના બુરજની પેલી બાજુ તેણે તેનો તંબુ માર્યો.
22અને એમ થયું કે ઇઝરાયલ તે દેશમાં રહેતો હતો, ત્યારે રૂબેન પોતાના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો; ને તે ઇઝરાયલના સાંભળવામાં આવ્યું.
યાકૂબના દિકરા
23હવે યાકૂબના દિકરા બાર હતા. લેઆના દિકરા “ રૂબેન યાકૂબનો જયેષ્ઠ દીકરો તથા શિમયોન તથા લેવી તથા યહૂદા તથા ઇસ્સાખાર તથા ઝબુલોન. 24રાહેલના દિકરા : યૂસફ તથા બિન્યામીન. 25અને રાહેલની દાસી બિલ્હાના દિકરા : દાન તથા નફતાલી, 26અને લેઆની દાસી ઝિલ્પાના દિકરા : ગાદ તથા આશેર. યાકૂબના દીકરઅ જે તેને પાદાનારામમાં થયા તેઓ એ હતા.
ઇસહાકનું મૃત્યુ
27અને મામેર, એટલે કિર્યાથ-આર્બા, જે હેબ્રોન કહેવાય છે, #ઉત. ૧૩:૧૮. જ્યાં ઇબ્રાહિમે તથા ઇસહાકે વાસો કર્યો હતો, ત્યાં યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો. 28અને ઇસહાકની ઉંમર એક સો એંસી વર્ષની હતી. 29અને ઇસહાકે ઘરડો તથા બહુ વરસોનો થઈને પ્રાણ મૂકયો, ને પોતાના લોકોમાં તે મેળવાયો. અને તેના દિકરાઓએ, એટલે એસાવે તથા યાકૂબે, તેને દાટયો.
Currently Selected:
ઉત્પત્તિ 35: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.