આને હે, તુ ગર્ભવતી વેહો, આને તુ એક પોયરાલે જન્મો દેહો, તુ તીયા નાવ ‘ઇસુ’ થોવજે. તોઅ માહાન વેરી; આને પરમપ્રધાન પરમેહેરુ પોયરો આખાય; આને પ્રભુ પરમેહેર તીયાલે તીયા આગલો ડાયો દાઉદુ રાજા હોચે રાજા બોનાવી. આને તોઅ યાકુબુ પીઢી લોકુપે સાદા રાજ કેરી, આને તોઅ સાદા માટે રાજા રુપુમે રાજ્ય કેરી.”