તઈ અનાન્યા એના ઘરમાં ગયો, ન્યા શાઉલ રોકાણો હતો, અને એના ઉપર એનો હાથ રાખીને કીધું કે, “હે ભાઈ શાઉલ, પરભુ એટલે ઈસુ, જે મારગમાં તને દેખાણો, જ્યાંથી તુ આવતો હતો, એણે મને મોકલ્યો છે કે, તુ પાછો જોય હક, અને પવિત્ર આત્માથી ભરપૂર થા.” પછી તરત જ માછલીના ભીંગડાના આકારનું કાક શાઉલની આંખ ઉપરથી ખરયું અને ઈ પાછો જોવા મંડો, એણે ઉઠીને જળદીક્ષા લીધી.