YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 9

9
શાઉલના હ્રદયનું બદલાણ
1ઈ વખત દરમિયાન યરુશાલેમ શહેરમાં પ્રમુખ યાજકના કેવાથી શાઉલ હજી લગી પરભુ ઈસુના ચેલાઓને મારી નાખવાની ધમકી આપતો હતો. 2ઈ પ્રમુખ યાજકની પાહે ગયો, અને દમસ્કસ શહેરની યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના નામ ઉપર આ અધિકારની છીઠ્ઠીઓ માગી કે, જો એને ઈ મારગનો કોય માણસ કે બાઈ, જે કોય મસીહની વાહે હાલનારો મળે, તો એને બાંધીને યરુશાલેમ શહેરમાં લીયાવવો.
3ઈ હાટુ શાઉલ અને એની હારે હતાં ઈ દમસ્કસ શહેરમાં જાતા હતાં, જઈ તેઓ ઈ શહેરની પાહે પુગીયા, તઈ એકદમ આભમાંથી ઈ સ્યારેયની બાજુ વીજળી સમકી. 4અને શાઉલ જમીન ઉપર પડીયો, અને એણે પભુરનો અવાજ હાંભળ્યો, “હે શાઉલ, હે શાઉલ, તુ મને કેમ સતાવ છો?”
5એણે પુછયું કે, “હે પરભુ તુ કોણ છે?” એણે જવાબ દીધો કે, “હું ઈસુ છું, જેને તુ સતાવ છો. 6પણ તુ હવે ઉભો થા અને શહેરમાં જા અને ન્યા તારે શું કરવાનું છે, ઈ તને કોય કેહે.” 7જે માણસો એની હારે હતાં, ઈ સાનામાના રયા કેમ કે, તેઓને અવાજ તો હંભળાતો હતો, પણ કોય દેખાતું નોતું.
8તઈ શાઉલ ધરતી ઉપર ઉભો થયો, પણ જઈ એણે આખું ખોલી તો દેખાણું નય, કેમ કે ઈ આંધળો થય ગયો હતો, તઈ એની હારે જે હતાં તેવો એનો હાથપકડીને દમસ્કસ શહેરમાં લય ગયા. 9ઈ ત્રણ દિવસ હુધી જોય હક્યો નય, અને એણે નો કાય ખાધું અને નો કાય પીધું.
10દમસ્કસ શહેરનો એક અનાન્યા નામનો ચેલો હતો, એણે પરભુ ઈસુના દર્શનથી કીધું કે, “હે અનાન્યા,” એણે કીધું કે, “હા પરભુ.” 11તઈ પરભુએ એને કીધું કે, “ઉભો થયને સીધો ગલીમાં જા, ન્યા યહુદીના ઘરમાં જયને તાર્સસના રેવાવાળાને શાઉલ નામના એક માણસની વિષે પૂછ, કેમ કે ઈ મારાથી પ્રાર્થના કરે છે. 12એણે પણ દર્શન જોયા છે કે, અનાન્યા નામનો એક માણસ આવીને એના ઉપર હાથ રાખ્યો અને હું પાછો જોતો થય ગયો છું,”
13તઈ અનાન્યા જવાબ દીધો કે, “હે પરભુ, મે ઘણાય લોકોથી આ માણસની વિષે હાંભળ્યું છે કે એણે યરુશાલેમ શહેરના તારા લોકોને કેટલા સતાવ્યા છે. 14અને આયા પણ એને મુખ્ય યાજકોના દ્વારા અધિકાર મળ્યા છે કે, જે લોકો તારા ઉપર વિશ્વાસ કરે છે, ઈ બધાયને બોધ કરીને યરુશાલેમ શહેરમાં લય જા.” 15પણ પરભુ ઈ એને કીધું કે, “તુ જાય, કેમ કે એને તો બિનયહુદી જાતિના લોકો, રાજાઓ અને ઈઝરાયલ દેશના લોકોને આગળ મારી સેવા કરવા હાટુ ગમાડયા છે. 16અને લોકોને મારા વિષયમાં કેવાના કારણે, એને કેવા-કેવા દુખ સહન કરવા પડશે, ઈ હું એને બતાવય.”
17તઈ અનાન્યા એના ઘરમાં ગયો, ન્યા શાઉલ રોકાણો હતો, અને એના ઉપર એનો હાથ રાખીને કીધું કે, “હે ભાઈ શાઉલ, પરભુ એટલે ઈસુ, જે મારગમાં તને દેખાણો, જ્યાંથી તુ આવતો હતો, એણે મને મોકલ્યો છે કે, તુ પાછો જોય હક, અને પવિત્ર આત્માથી ભરપૂર થા.” 18પછી તરત જ માછલીના ભીંગડાના આકારનું કાક શાઉલની આંખ ઉપરથી ખરયું અને ઈ પાછો જોવા મંડો, એણે ઉઠીને જળદીક્ષા લીધી. 19પણ ભોજન કરયુ તો એને તાકાત આવી, ઈ થોડાક દિવસ હુધી દમસ્કસ શહેરમાં ચેલાઓની હારે જ રયો.
દમસ્કસ શહેરમાં શાઉલ દ્વારા પરસાર
20અને ઈ તરત દમસ્કસ શહેરની યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં પરસાર કરવા મંડો કે, ઈસુ પરમેશ્વરનો દીકરો છે. 21તઈ પરસાર હાંભળનારા લોકો સોકી ગયા અને કેવા મંડયા કે, “આ તો ઈ માણસ છે જે યરુશાલેમ શહેરમાં ઈસુ ઉપર વિશ્વાસ કરનારાને મારી નાખતો હતો, અને આયા હોતન વિશ્વાસી લોકોને બાંધીને મુખ્ય યાજકોની પાહે લય જાવા હાટુ આવો છે.” 22પણ શાઉલ હજીય વધારે તાકાતથી પરચાર કરવા મંડયો, અને ઈસુ ઈ જ મસીહ છે એની વિષે એણે આપેલા પુરાવા એવા ખાતરી દાયક હતાં કે, દમસ્કસ શહેરમાં રેનારા યહુદી લોકોને એણે નવાય પમાડી.
23આ રીતે શાઉલને દમસ્કસ શહેરમાં રયને પરસાર કરવામા બોવ વખત વયો ગયો, તો થોડાક યહુદી લોકોએ એને મારી નાખવાની કાવતરું કરી. 24પણ એના કાવતરાના વિષે શાઉલને ખબર પડી ગય એવોતો એને મારી નાખવા હાટુ રાત દિવસ ફાટકની પાહે ભટકા કરતાં હતા. 25પણ એક રાતે શાઉલના ચેલાએ દોરીથી મોટા ટોપલા હારે બાંધો અને એમા શાઉલને બેહાડીને ઈ શહેરના કિલ્લાની એક મોટી દીવાલેથી નીસે ઉતારી દીધો.
યરુશાલેમ શહેરમાં શાઉલ
26શાઉલે યરુશાલેમ શહેરમાં ઈસુને બીજા ચેલાઓની હારે ભેગા થાવાની કોશિશ કરી કે, પણ બધાય એનાથી બીતા હતાં, કેમ કે એને વિશ્વાસ નોતો થાતો કે, ઈ પણ ઈસુનો ચેલો બની ગયો છે. 27પણ બાર્નાબાસે ગમાડેલા ચેલાઓની પાહે એને લય જયને તેઓને કીધું કે, એણે કેવી રીતે દમસ્કસ શહેરમાં જાતી વખતે રસ્તામાં પરભુ ઈસુને જોયો, અને પરભુએ એની હારે વાતુ કરી, પછી દમસ્કસ શહેરમાં એને કેવી રીતે હિંમંત કરીને ઈસુના વિષે પરસાર કરયો.
28જેથી શાઉલ ગમાંડેલા ચેલાનીઓ હારે યરુશાલેમ શહેરમાં રયો અને મસીહ ઈસુના નામમાં બીક વગર પરચાર કરતો રયો. 29ગ્રીક ભાષા બોલતા યહુદીઓની હારે હોતન એણે ચર્ચા કરી પણ તેઓએ એને મારી નાખવાની કોશિશ કરી. 30પણ વિશ્વાસી ભાઈઓને ઈ વાતની ખબર પડી તો તેઓ શાઉલને કાઈસારિયા શહેરમાં લય ગયા, અને ન્યાંથી પછી એના શહેર તાર્સસમાં મોકલી દીધો. 31આ રીતે યહુદીયા, ગાલીલ અને સમરૂન પરદેશની મંડળીઓમાં શાંતિ મળી, અને મંડળીના લોકો વિશ્વાસમાં વધારે મજબુત થાતા ગયા, અને તેઓએ પરભુની બીક રાખી અને પવિત્ર આત્માની મદદથી શાંતિ મેળવી, અને ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.
લુદા અને જોપ્પા શહેરમાં પિતર
32તઈ પિતર ઈ પરદેશોમા દરેક જગ્યામાં ફરતો, લુદા શહેરમાંથી પણ વિશ્વાસી લોકોની મુલાકાત કરવા ગયો, 33ન્યા એને લકવાથી માંદો એનીયસ નામનો એક માણસ મળો, જે આઠ વરહથી ખાટલામાં પડયો હતો. 34પિતરે એને કીધું કે, “હે એનીયસ, તને ઈસુ મસીહ હાજો કરે છે, ઉઠ, અને તારો લબાસો ઉપાડ.” તઈ ઈ તરત ઉભો થય ગયો. 35તઈ એને જોયને લુદા અને શારોન શહેરમાં રેનારા ઘણા લોકોએ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો.
36જોપ્પા શહેરમાં તાબીથા નામની એક વિશ્વાસી બાય હતી, (ગ્રીક ભાષામાં એનુ નામ દરકાસ એનો અરથ હરણી છે) ઈ બોવ ભલાયના કામો અને ગરીબ લોકોને મદદ કરતી હતી. 37જઈ પિતર લુદા શહેરમાં હતો, ઈ જ દિવસોમાં ઈ માંદી થયને મરી ગય અને એના કુટુંબના લોકોએ એને નવરાવીને ઉપરની કબરમાં રાખી દીધી.
38હવે લુદા શહેર જોપ્પા શહેરથી ઢુંકડું હતુ અને વિશ્વાસી લોકોએ આ હાંભળ્યું કે પિતર પાહેના લુદા શહેરમાં છે, તઈ તેઓએ બે ચેલાઓને વિનવણી કરવા હાટુ મોકલ્યા કે અમારી પાહે જલદી આવવા વાર લગાડતા નય. 39તઈ પિતર ઉભો થયને તેઓની હારે વયો ગયો, જઈ ઈ ન્યા પુગ્યો, તઈ તેઓ એને મેડી ઉપર લય ગયા; બધીય રંડાયેલી બહેનો એની પાહે ઉભી રયને રોતી હતી જઈ તાબીથા એટલે દરકાસ તેઓની હારે હતી તઈ જે ઝભ્ભા અને લુગડા જે એણે બનાવ્યા હતાં, ઈ પિતરને બતાડવા લાગી.
40તઈ પિતરે બધાયને બારે કરી દીધા, અને ગોઠણયા ભરીને પ્રાર્થના કરી કે, એના દેહને જોયને કીધું કે, “હે તાબીથા ઉભી થા.” તઈ તાબીથાએ એની આંખુ ખોલી દીધી, અને પિતરને જોયને બેઠી થય. 41એણે હાથ દઈને એને ઉભી કરી, અને વિશ્વાસી લોકો અને વિધવાઓને બોલાવીને જીવતી અને જાગૃત બતાવી દીધી. 42આ વાત આખા જોપ્પા શહેરમાં ફેલાય ગય, અને ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો. 43પછી પિતર જોપ્પા શહેરમાં સામડાનો વેપાર કરનારો, સિમોન નામનો એક માણસની ન્યા ઘણાય દિવસ રયો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for પ્રેરિતોનાં કૃત્યો 9