પ્રેરિતોનાં કૃત્યો 8
8
મંડળીની સતાવણી
1શાઉલ પુરી રીતે સ્તેફનને મારવામાં સહમત હતો. ઈજ દિવસે યરુશાલેમ શહેરની મંડળીમાં મોટી સતાવણી શરુ થય ગય, તઈ ગમાડેલા ચેલાઓને મુકીને બધાય વિશ્વાસીઓ યહુદીયા અને સમરૂન પરદેશમા વેર વિખેર થય ગયા. 2અને થોડાક માણસો જે પરમેશ્વરને વધારેમાંન દેતા હતાં, અને સ્તેફનને દફનાવ્યો, અને એની હાટુ છાતી કુટી કુટીને રોવા મંડ્યા. 3પણ શાઉલ મંડળીને સંતાવતો હતો, અને ઘરે-ઘરે ઘરીને વિશ્વાસી માણસ અને બાયુઓને ઢહડી ઢહડીને જેલખાનામાં નાખી દેતો હતો.
સમરુન પરદેશમા ફિલિપનો પરસાર
4પણ જે વિશ્વાસી વેર વિખેર થય ગયા હતાં, ઈ હારા હમાસાર પરસાર કરતાં ફરતા હતા. 5ઈ વિશ્વાસીઓમાંથી ફિલિપ નામે વિશ્વાસી યરુશાલેમ શહેરથી સમરૂન પરદેશમા ગયો અને એણે ન્યા મસીહનો પરચાર કરયો.
6અને સમત્કાર ફિલિપ દેખાડતો હતો અને એને લોકો જોતા હતાં, અને જે વાતો ઈ કેતો હતો, એને ધ્યાનથી હાંભળતા હતા. 7કેમ કે જઈ ફિલિપે એને હુકમ દીધો, તઈ ઘણાય લોકોમાંથી મેલી આત્મા રાડો નાખી નાખીને નીકળી ગય, અને ઈ ઘણાય લોકો જે લકવા મરેલા હાજા થય ગયા, અને લંગડા પણ હાલવા મંડા . 8અને ઈ લોકોમા બોવ મોજ આવી ગય.
સિમોન જાદુગર
9ઈ શહેરમાં સિમોન નામનો એક માણસ હતો, જે જાદુ ટોણા કરીને સમરૂન પરદેશના લોકોને સોકાવી દેતો હતો, અને પોતાની જાતને બોવ મોટો જાદુગર કેતો હતો. 10અને નાનાથી લયને મોટા બધાય લોકો બોવ માન દયને કેતા હતાં કે, “આ માણસમાં પરમેશ્વરનું એવું સામર્થ છે, જે મહાશક્તિ કેવાય છે.” 11એણે એને ઘણાય દિવસોથી નવાય પામડી દીધી હતી, ઈ હાટુ બધાય એને બોવ માનતા હતા.
12પણ જઈ ઈ લોકોએ ફિલિપને પરચાર દ્વારા પરમેશ્વરનાં રાજ્ય અને પરભુ ઈસુ મસીહના નામના હારા હમાસાર હાંભળ્યા તો એણે ઈસુ મસીહના નામ ઉપર વિશ્વાસ કરયો, અને બોવ માણસો અને બાયુએ વિશ્વાસ કરીને જળદીક્ષા લીધી. 13તઈ સિમોને પોતે પણ ફિલિપના પરસાર ઉપર વિશ્વાસ કરયો અને જળદીક્ષા લયને ફિલિપની હારે રેવા મંડ્યો. જે નિશાનીઓ અને મોટા-મોટા સામર્થ્યના કામ થાતા જોયને સોકી જાતો હતો.
સમરુન પરદેશમા પિતર અને યોહાન
14જઈ ગમાડેલા ચેલાઓ જે યરુશાલેમમાં હતાં, આ હાંભળ્યું કે સમરૂન પરદેશના લોકોએ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરયો છે, તઈ એણે પિતર અને યોહાનને એની પાહે મોકલ્યા. 15અને એણે ન્યા જયને પ્રાર્થના કરી કે, ઈ પવિત્ર આત્માને પામે. 16કેમ કે, એનામાંથી હજી લાગી કોયે પણ પવિત્ર આત્માને પામી નોતી, તેઓએ તો ખાલી પરભુ ઈસુ મસીહના નામે જળદીક્ષા લીધી હતી. 17તઈ પિતર અને યોહાને એના ઉપર હાથ મુક્યા અને તેઓએ પવિત્ર આત્માને પામયો.
18તઈ સિમોને જોયું કે ગમાડેલા ચેલાઓના હાથ રાખવાથી પવિત્ર આત્મા દેવામાં આવે છે, તો એની પાહે રૂપીયા લયને કીધું કે, 19“આ પરાક્રમ મને હોતન દે, જેનાથી હું કોયની ઉપર હાથ રાખું અને ઈ પવિત્ર આત્મા પામે.”
20પણ પિતરે એને કીધું કે, પરમેશ્વરનાં દાનને રૂપીયાથી વેસાતું લેવાનું એવુ વિસારયુ ઈ હાટુ તારા રૂપીયા તારી હારે નાશ પામે. 21આ સેવામાં તારે કાય લેણા-દેણી નથી, અને તું અમારી હારે કાય ભાગ લય હકતો નથી કેમ કે, તારું મન પરમેશ્વરની હામે હારુ નથી. 22ઈ હાટુ તુ પસ્તાવો કર અને પાપ કરવાનું બંધ કર, અને પ્રાર્થના કર કે પરભુ તારા એવા ખરાબ વિસારોને માફ કરશે. 23તારી ખરાબ રીતને મુકી દે, કેમ કે હું જોવ છું કે, તુ બોવ ઈર્ષા કરનારો અને ગુલામીમાં છે. 24સિમોને જવાબ દીધો કે, “તુ મારા હાટુ પરમેશ્વરને પ્રાર્થના કર કે, જે વાતો તે મને કીધી ઈ મારી હારે નો થાય.” 25જઈ પિતરે અને યોહાને પોતાની સાક્ષી દઈને પરભુના વચનો હંભળાવ્યા અને સમરૂન પરદેશના ઘણાય ગામોમાં હારા હમાસાર હંભળાવતા યરુશાલેમ પરદેશમા પાછા વયા ગયા.
ફિલિપ અને ઈથોપિયાનો અધિકારી
26પરભુના સ્વર્ગદુતે ફિલિપને કીધું કે, “ઉઠ, તૈયાર થયને અને દક્ષિણ દિશામાં યરુશાલેમ શહેરમાંથી ગાઝા શહેર જાવાના મારગ ઉપર જા.” આ મારગ વગડામાં થયને જાય છે. 27તઈ ઈ ઉભો થયને વયો ગયો, અને મારગમાં એને એક ખોજો મળ્યો, ઈ એક મુખ્ય અધિકારી હતો જો કે, ઈથિયોપિયાની રાણીના બધાય ખજાનાની દેખભાળ કરતો હતો અને ભજન કરવા હાટુ યરુશાલેમ શહેરમાં આવ્યો હતો.
28ઈ રથમાં બેહીને, યશાયા આગમભાખીયાની સોપડીને વાસતા-વાસતા પોતાના દેશ ઈથિયોપિયામાં પાછો જાતો હતો. 29તઈ પવિત્ર આત્માએ ફિલિપને કીધું કે, “પાહે જયને એના રથની હારે થયજા.” 30ફિલિપ હડી કાઢીને; ઈ રથની પાહે પૂગ્યો, તો એણે ખોજાની યશાયા આગમભાખીયાની સોપડીમા હાંભળ્યું હતું, અને એને પુછયું કે, “તુ જે વાસશો એને હમજશો?” 31એણે કીધું કે, “મને કોય હમજાવે ઈ વિના હું કેવી રીતે હંમજી હકુ?” અને એણે ફિલિપને વિનવણી કરી કે, તુ રથમાં સડીને મારી પાહે બેહય? તઈ ઈ રથમાં સડીને બેઠો. 32શાસ્ત્રનો જે પાઠ વાસી રયો હતો, ઈ આ હતો, “ઈ ઘેટાની સમાન મારી નાખવા હાટુ લય જવામાં આવ્યો, અને જેમ ઘેટું પોતાનુ ઊન કાપનાર પાહે સાનોમનો ઉભો રેય છે. ઈ જ લોકોએ એને દુખ દીધા, તો પણ મોઢામાંથી એક પણ શબ્દ કાઢયો નય. 33એનુ અપમાન કરવામા આવ્યું, એને કાય ન્યાય મળ્યો નય, કોય પણ એના વંશની વિષે નય બતાડી હકે કેમ કે, એના વંશ થવાની પેલા જ એને મારી નાખવામાં આયશે.”
34તઈ ખોજાએ ફિલિપને પુછયું કે, “કુર્પા કરીને મને ઈ બતાવી દે કે, આગમભાખીયા કોના વિષે કેય છે. આપડા વિષે કે, બીજા કોયના વિષે?” 35તઈ ફિલિપે બોલવાનું સાલુ કરયુ એને શાસ્ત્રમા ઈ જ પાઠમાંથી લયને ઈ માણસ જે ઈસુના હારા હમાસાર હાંભળા, અને એણે ઈસુ ઉપર વિશ્વાસ કરયો.
36એને મારગમાં હાલતા-હાલતા એક તળાવ મળુ, તઈ ખોજાએ ફિલિપને કીધું કે, “જો, આ તળાવ પણ છે, તો મને જળદીક્ષા લેવામાં શું વાંધો છે?” 37ફીલીપે કીધું કે, “તુ જો પુરા મનથી વિશ્વાસ કરે છે. તો જળદીક્ષા લય હક છો.” એણે જવાબ દીધો કે, “હું વિશ્વાસ કરું છું કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો છે.” 38તઈ એને ન્યા રથને ઉભો રખાવ્યો, ઈ બેય રથમાંથી ઉતારયા તળાવમાં ગયા, અને ફિલિપે એને જળદીક્ષા દીધી.
39જઈ ઈ તળાવમાંથી બારે આવ્યા, તઈ પરભુની આત્મા ફિલિપને ઉપાડીને લય ગય, અને ખોજાને પાછો જોવા મળો, તઈ ઈ પાછો પોતાના દેશમાં વયો ગયો, અને એનાથી બોવ રાજી થયો કે, પરમેશ્વરે મને બસાવી લીધો છે. 40ફિલિપે જાણ્યું કે, એને અશ્દોદ શહેરમાં લાવવામાં આવ્યો છે ઈ કાઈસારિયા શહેર પુગ્યા હુધી બધાય નગરો હારા હમાસારનો પરચાર કરતો ગયો.
Currently Selected:
પ્રેરિતોનાં કૃત્યો 8: KXPNT
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.