YouVersion Logo
Search Icon

નિર્ગમન 2

2
મૂસાનો જન્મ
1અને લેવી કુટુંબનો એક પુરુષ જઈને લેવી કુટુંબની કન્યા પરણ્યો. 2અને તે સ્‍ત્રી #પ્રે.કૃ. ૭:૨૦; હિબ. ૧૧:૨૩. ગર્ભ રહ્યો ને તેને પુત્રનો પ્રસવ થયો; અને તે સુંદર બાળક છે એ જોઈને તેણે તેને ત્રણ માસ સુધી સંતાડી રાખ્યો. 3અને તેથી વધારે સમય તેને સંતાડવા તે અશક્ત હોવાથી તેણે તેને માટે ગોમતૃણની એક પેટી લીધી, ને તેને ચીકણી માટીથી તથા ડામરથી લીંપીને છોકરાને તેમાં સુવાડયો, અને પેટીને નદીને કાંઠે બરુઓ મધ્યે મૂકી. 4અને તેનું શું થાય છે તે જોવાને તેની બહેન દૂર ઊભી રહી.
5અને ફારુનની પુત્રી નદીમાં સ્‍નાન કરવા આવી. અને તેની દાસીઓ નદીને કાંઠે કાંઠે ચાલતી હતી. અને તેણે બરુઓ મધ્યે પેલી પેટી જોઈને તે લઈ આવવા માટે પોતાની દાસીને મોકલી. 6અને તે ઉઘાડી તો તેણે પેલું બાળક જોયું; અને જુઓ, તે બાળક રડતું હતું. અને ફારુન-પુત્રીને તેના ઉપર દયા આવી, ને તેને કહ્યું, “એ કોઈ હિબ્રૂનું બાળક છે.” 7ત્યારે તેની બહેને ફારુનની પુત્રીને કહ્યું, “તમારે માટે બાળકને ધવડાવવા માટે હિબ્રૂ સ્‍ત્રીઓમાંથી એક ધાવને તમારી પાસે બોલાવી લાવું?” 8અને ફારુનની પુત્રીએ તેને કહ્યું, “જા.” અને તે છોકરી જઈને બાળકની માને તેડી લાવી. 9અને ફારુનની પુત્રીએ તેને કહ્યું, “આ બાળકને લઈ જઈને મારે માટે તેને ધવડાવ, ને હું તને તે બદલ પગાર આપીશ.” અને તે સ્‍ત્રીએ બાળકને લઈ જઈને તેને ધવડાવ્યો. 10અને તે બાળક મોટું થયું ત્યારે તે તેને ફારુનની પુત્રી પાસે લાવી, #પ્રે.કૃ. ૭:૨૧. ને તે તેનો દીકરો થઈ રહ્યો. અને મેં તેને #૨:૧૦પાણીમાંથી તાણી કઢાવ્યો:“માશા.” પાણીમાંથી તાણી કઢાવ્યો, એમ કહીને તેણે તેનું નામ મૂસા પાડયું.
મૂસા મિદ્યાન દેશમાં જતો રહ્યો
11અને તે દિવસોમાં એમ થયું કે #હિબ. ૧૧:૨૪. મૂસા મોટો થયો, ત્યારે તે બહાર નીકળીને પોતાના ભાઈઓ પાસે ગયો, ને તેમના ઉપર ગુજરતો જુલમ તેણે જોયો. અને #પ્રે.કૃ. ૭:૨૩-૨૮. તેણે એક મિસરીને પોતાના એક હિબ્રૂ ભાઈને મારતાં જોયો. 12અને તેણે આમતેમ જોઈને કોઈને ન જોયો, એટલે મિસરીને મારી નઆખીને તેને રેતીમાં સંતાડી દીધો. 13અને બીજે દિવસે તે બહાર ફરવા નીકળ્યો, ને જુઓ, બે હિબ્રૂઓ એકબીજા સાથે લડતા હતા. અને તેણે વાંક કરનારને કહ્યું, “તું શા માટે તારા ભાઈને મારે છે?” 14ત્યારે તેણે કહ્યું, “તને અમારા ઉપર અધિકારી તથા ન્યાયાધીશ કોણે ઠરાવ્યો? તેં જેમ પેલા મિસરીને મારી નાખ્યો, તેમ મને મારી નાખવાનું તું ધારે છે શું?” અને મૂસાને ડર લાગ્યો, ને તેણે કહ્યું, “નિશ્ચે તે વાતની ખબર પસી ગઈ છે.” 15હવે ફારુને એ વાત સાંભળી ત્યારે તેણે મૂસાને મારી નાખવાને શોધ્યો. #પ્રે.કૃ. ૭:૨૯; હિબ. ૧૧:૨૭. પણ મૂસા ફારુનની આગળથી નાસીને મિદ્યાન દેશમાં જઈ રહ્યો; અને તે એક કૂવા પાસે બેઠો.
16હવે મિદ્યાનના યાજકને સાત પુત્રીઓ હતી. અને તેઓએ આવીને તેમના પિતાના ટોળાને પાવા માટે પાણી કાઢીને હવાડા ભર્યા. 17ત્યારે ભરવાડોએ આવીને તેમને કાઢી મૂકી; પણ મૂસાએ ઊઠીને તેઓને સહાય કરી, ને તેમના ટોળાને પાણી પાયું. 18અને જ્યારે તેઓ તેમના પિતા રેઉએલની પાસે પાછી ગઈ, ત્યારે તેણે કહ્યું, “તમે આજે આટલાં વહેલાં કેમ આવ્યાં?” 19ત્યારે તેઓએ કહ્યું, “એક મિસરીએ અમને ભરવાડોના હાથમાંથી છોડાવી, ને વળી અમારે માટે પાણી કાઢી ટોળાને પાયું.” 20ત્યારે રેઉએલે તેની પુત્રીઓને કહ્યું, “ત્યારે તે કયાં છે? તમે તે માણસને કેમ મૂકીને આવ્યાં? તેને રોટલી ખાવા માટે તેડાવો.” 21અને મૂસા ખુશીથી તે માણસને ત્યાં રહ્યો; અને રેઉએલે પોતાની પુત્રી સિપ્પોરાહ મૂસાને પરણાવી. 22અને તેને પેટે પુત્રનો પ્રસવ થયો, ને તેણે તેનું નામ ગેર્શોમ પાડયું; કેમ કે તેણે કહ્યું, “હું પરદેશમાં પ્રવાસી છું.”
23હવે ઘણા દિવસો વીત્યા પછી એમ થયું કે મિસરનો રાજા મરી ગયો. અને ગુલામીના કારણથી ઇઝરાયલીઓ નિસાસા નાખતા હતા ને વિલાપ કરતા હતા, ને ગુલામીના કારણથી તેમનો વિલાપ ઊંચે ઈશ્વરને પહોંચ્યો. 24અને #ઉત. ૧૫:૧૩-૧૪. તેઓના દુ:ખનો આર્તનાદ સાંભળીને ઈશ્વરે ઇબ્રાહિમની તથા ઇસહાકની તથા યાકૂબની સાથેનો પોતાનો કરાર યાદ કર્યો. 25અને ઈશ્વરે ઇઝરાયલીઓને જોયા, ને ઈશ્વરે તેઓની ખબર લીધી.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in