અને તે દિવસોમાં એમ થયું કે મૂસા મોટો થયો, ત્યારે તે બહાર નીકળીને પોતાના ભાઈઓ પાસે ગયો, ને તેમના ઉપર ગુજરતો જુલમ તેણે જોયો. અને તેણે એક મિસરીને પોતાના એક હિબ્રૂ ભાઈને મારતાં જોયો. અને તેણે આમતેમ જોઈને કોઈને ન જોયો, એટલે મિસરીને મારી નઆખીને તેને રેતીમાં સંતાડી દીધો.