YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 11

11
પિતર દ્વારા પોતાની કામની ચોકસાઈ દીધી
1પછી ગમાડેલા ચેલાઓ અને વિશ્વાસી ભાઈઓને જે યહુદીયા પરદેશમા હતાં, તેઓએ હાંભળ્યું કે બિનયહુદી જાતિના લોકોએ પણ પરમેશ્વરનાં વચનને માની લીધા છે. 2જઈ પિતર યરુશાલેમ શહેરમાં પાછો આવ્યો, તઈ સુન્‍નતીઓએ ટીકા કરતાં કીધુ કે, 3“તુ બીજી જાતિના લોકોની પાહે ગયો અને તેઓની હારે ખાવાનું પણ ખાધું.”
4તઈ પિતરે તેઓએ બધીય વાતો શરુઆત જે એની હારે થયુ હતું ઈ ક્યને હંભળાવ્યું. 5હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરી રયો હતો, તઈ હું બેભાન થય ગયો અને એક સંદર્શન જોયું કે, આભ ખુલી ગયુ, અને એક મોટી સાદર જેવી એક વસ્તુ નીસે ઉતરી રય છે. એને સ્યારેય છેડાથી પકડીને ધરતી ઉપર ઉતારવામાં આવી રય છે. 6જઈ મે એક ધ્યાનથી જોયું, તો ધરતીનાં બધાય પરકારના સ્યાર પગવાળા અને પેટે હાલનારા જંગલી જનાવરો અને આભમાં ઉડનારા પંખીઓ હતા.
7અને એક એવી વાણી હાંભળી કે, હે પિતર ઉભો થા, અને એને મારીને ખા. 8તઈ મે કીધું કે, નય પરભુ નય, હું નય ખાવ કેમ કે, કોય પણ અશુદ્ધ વસ્તુ મે કોયદી નથી ખાધી. 9તઈ બીજીવાર એણે આભમાંથી એવી વાણી હાંભળી, “જે કાય પરમેશ્વરે શુદ્ધ ઠરાવ્યું છે, એને તુ અશુદ્ધ કેમા.” 10ત્રણ વખત આવું જ થયુ, તઈ તરત ઈ સાદરને આભમાં પાછી ખેસી લેવામાં આવી.
11અને ઈ જ વખતે ત્રણ માણસો જે કાઈસારિયા શહેરથી કર્નેલ્યસે મોકલ્યા હતાં, ઈ જેના ઘરમાં અમે રોકાણા હતાં, ન્યા આવીને ઉભા રયા. 12તઈ પવિત્ર આત્માએ મને તેઓની હારે કાય શંકા કરયા વગર જાવાનું કીધું, અને જોપ્પા શહેરના છ વિશ્વાસી ભાઈઓ પણ મારી હારે આવ્યા અને અમે બધાય કર્નેલીયસના ઘરમાં ગયા. 13એણે અમને ખબર કરી કે, મે મારા ઘરમાં એક સ્વર્ગદુતને ઉભો રયેલો જોયો, જેણે મને કીધું કે, “જોપ્પા શહેરમાં માણસને મોકલીને સિમોન જે પિતર કેવાય છે, એને બરકી લે. 14ઈ તને આવી વાતુ કેહે, જેના દ્વારા પરમેશ્વર તારું અને તારા કુટુંબના બધાય લોકોનું તારણ કરશે.”
15જઈ હું વાતુ કરવા મંડયો, તો પવિત્ર આત્મા એના ઉપર એવી રીતે ઉતરયો કે, જે રીતે શરૂઆતમાં આપડી ઉપર ઉતરયો હતો. 16તઈ મને પરભુનુ ઈ વચન યાદ આવ્યું, જે એણે કીધું હતું કે, “યોહાને તો પાણીથી જળદીક્ષા દેય છે, પણ થોડાક દિવસ પછી તમે પવિત્ર આત્માથી જળદીક્ષા લેહો.”
17ઈ હાટુ ઈ સોખું છે કે, પરમેશ્વરે એને પણ ઈ જ દાન દીધુ, જે અમને પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી મળ્યું, તો હું કોણ હતો જે પરમેશ્વરનાં કામોને રોકી હકતો? 18આ બધુય હાંભળીને બધાય યહુદી વિશ્વાસી સુપ થય ગયા, અને પરમેશ્વરનાં વખાણ કરીને કેવા માંડયા કે, “તઈ પરમેશ્વરે બિનયહુદી જાતિના લોકોને પણ પોતાના પાપ કરવાનું બંધ કરીને અનંતજીવન પામવાનો મોકો દીધો છે.”
અંત્યોખ શહેરની મંડળી
19સ્તેફનના વિષે થયેલ સતાવના કારણે જે વેર વિખેર થયેલા લોકો ફિનિકિયા શહેર, અને સાયપ્રસ ટાપુ અને સિરિયા પરદેશના અંત્યોખ શહેર લગી ગયા પણ તેઓએ ખાલી યહુદીઓને સુવાર્તાનો પરચાર કરયો. 20પણ તેઓમાના કેટલાક વિશ્વાસી માણસો જેઓ સાયપ્રસ ટાપુ અને કુરેન ગામના રેવાસી હતા, જઈ તેઓ અંત્યોખ શહેરમાં પુગ્યા તઈ ગ્રીક ભાષા બોલનારા બિનયહુદી લોકોને હોતન પરભુ ઈસુના હારા હમાસાર હંભળાવ્યા. 21અને પરભુનો સામર્થ તેઓની હારે હતો, અને બોવ બિનયહુદી લોકો એના પરસાર દ્વારા પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવા લાગ્યા.
22તઈ તેઓના વિષે યરુશાલેમ શહેરની મંડળીના વિશ્વાસીઓએ હાંભળ્યું, તઈ તેઓએ બાર્નાબાસને અંત્યોખ શહેરમાં મોકલ્યો. 23અને જઈ ઈ ન્યા પૂગ્યો, તો પરમેશ્વરની કૃપાને જોયને રાજી થયો, અને બધાય વિશ્વાસી લોકોને સંદેશો દીધો કે તન મન લગાડીને પરભુને વળગી રયો. 24બાર્નાબાસ એક ભલો માણસ હતો, અને પવિત્ર આત્મા અને વિશ્વાસથી ભરપૂર હતો, ઈ વખતમાં ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.
25તઈ બાર્નાબાસ અન્તાકીયા શહેરથી શાઉલને ગોતવા હાટુ તાર્સસ શહેરમાં વયો ગયો. 26અને જઈ ઈ શાઉલને મળો તો એને અંત્યોખ શહેરમાં લાવ્યો, અને આ થયુ કે તેઓ એક વરહ હુધી મંડળીના લોકોની હારે મળતા રયા, અને ઘણાય લોકોને પરભુ ઈસુના વિષે સંદેશો આપતા રયા, અને ઈસુ મસીહના ચેલાઓ બધાયની પેલા અંત્યોખ શહેરમાં જ મસીહ કેવાણા.
27ઈ દિવસોમાં થોડાક વિશ્વાસી જે આગમભાખીયા હતાં, યરુશાલેમ શહેરથી અંત્યોખ શહેરમાં આવ્યા. 28એનામાંથી એક આગાબાસ નામનાં આગમભાખીયાએ ઉભા થયને પવિત્ર આત્માની દોરવણીથી ઈ બતાવ્યું કે, આખા જગતમાં મોટો દુકાળ પડશે, અને ઈ દુકાળ કલોડિયસ રાજાના વખતમાં પડયો.
29તઈ અંત્યોખ શહેરનાં વિશ્વાસીઓ ચેલાઓએ નિર્ણય કરયો કે દરેક માણસ પોત પોતાની જીવાય પરમાણે યહુદીયા પરદેશમા રેનારા વિશ્વાસી લોકોને મદદ કરવા હાટુ કાક દાન મોકલે. 30તેઓએ એવુ જ કરયુ, અને બાર્નાબાસ અને શાઉલના હાથે વડવા પાહે રૂપીયા મોકલી દીધા.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for પ્રેરિતોનાં કૃત્યો 11