પ્રેરિતોનાં કૃત્યો 12
12
પિતરનું જેલખાનામાંથી છુટવું
1ઈ વખતે હેરોદ રાજાએ મંડળીના થોડાક લોકોને સતાવવા હાટુ જેલખાનામાં નાખી દીધા. 2એણે યોહાનના ભાઈ યાકુબને તલવારથી મારી નખાવો.
3જઈ એને જોયું કે યહુદી લોકો આ વાત હાટુ રાજી થાય છે, તો એણે પિતરને પણ પકડી લીધો. ઈ દીવસો બેખમીર રોટલીના તેવારના હતા. 4હેરોદ રાજાએ એને પકડીને જેલખાનામાં નાખી દીધો, અને એની સોકીદારી કરવા હાટુ, સ્યાર-સ્યાર સિપાયની સ્યાર ટુકડીઓ બનાવી, આ વિસારીને કે પાસ્ખા તેવાર પછી લોકોની હામે લયને એનો ન્યાય કરય.
5ઘણાય દિવસ લગી પિતરને જેલખાનામાં બંધ રાખ્યો હતો, પણ મંડળીના લોકો એના હાટુ મન લગાડીને પરમેશ્વરને પ્રાર્થના કરતાં હતા. 6જઈ હેરોદ રાજા પિતરનો ન્યાય કરવા હાટુ લોકોની હામે લિયાવાના હતાં, એની પેલી રાતે જઈ પિતર બેય હાકળથી બાંધેલો બે સિપાયની વસમાં હુતો હતો, અને સોકીદારો કમાડની આગળ જેલખાનાની સોકીદારી કરી રયા હતા.
7તઈ અસાનક પરભુનો એક સ્વર્ગદુત પિતરની પાહે આવીને ઉભો રય ગયો અને જેલખાનાની ઓયડીમાં અંજવાળું થયુ, અને એણે એના પાહોડા ઉપર હાથ મારીને એને જગાડીને કીધું કે, “જલદી ઉઠ!” અને એના હાથમાં બાંધેલી બેડીયું ખુલીને નીસે પડી ગય. 8તઈ સ્વર્ગદુતે એને કીધું કે, “તૈયાર થા, અને તારા સપલ પેરીલે .” તઈ એણે એવુ જ કરયુ, પછી સ્વર્ગદૂતે એને કીધું કે, “તારો ઝભ્ભો પેરીને મારી વાહે આવ.”
9ઈ નીકળીને એની વાહે વયો ગયો, પણ પિતરને કાય ખબર નો પડી કે, આ જે કાય સ્વર્ગદુત કરી રયો છે, ઈ હાસુ છે, પણ ઈ હમજતો હતો કે, હું સંદર્શન જોય રયો છું 10તઈ ઈ પેલી અને બીજી સોકીમાંથી નીકળીને લોખડના દરવાજાની પાહે પુગ્યા, જેનો મારગ શહેરની બાજુ જય રયો છે. ઈ દરવાજો એની હાટુ પોતાની મેળે જ ખુલી ગયો, અને તેઓ નીકળીને એક જ બજારમાં થયને ગયા, એટલામા સ્વર્ગદુત એને મુકીને વયો ગયો.
11તઈ પિતરે ભાનમાં આવીને કીધું કે, “હવે મને હાસી ખબર પડી કે, પરભુ પોતાનો સ્વર્ગદુત મોકલીને મને હેરોદ રાજાના અધિકારથી છોડાવી લીધો, અને યહુદી અધિકારીઓની આશાને તોડી નાખી છે.” 12જઈ આ વાતની પિતરને ખબર પડી ગય, તો ઈ યોહાનની માં મરિયમની ઘરે આવ્યો, યોહાન જે માર્ક કેવાય છે, ન્યા બોવ બધાય વિશ્વાસી લોકો ભેગા થયને પ્રાર્થના કરી રયા હતા.
13જઈ એણે ખડકી ખખડાવી, તો રોદા નામની એક ચાકરડી જોવા આવી કે, કોણ છે. 14તઈ પિતરના અવાજને ઓળખીને, ઈ રાજી થયને કમાડ ખોલ્યા વગર જ ભાગીને અંદર ગય, અને કીધું કે, “પિતર કમાડની પાહે ઉભો છે.” 15તેઓએ એને કીધું કે, “તુ ગાંડી છે.” પણ એણે પુરા વિશ્વાસથી કીધું કે, “પિતર જ છે.” તઈ તેઓએ કીધું કે, “એનો સ્વર્ગદુત હશે.”
16પણ પિતર કમાડ ખખડાવતો જ રયો, તઈ એણે ખડકી ખોલી, અને એને જોયને સોકી ગયા. 17તઈ પિતરે તેઓને હાથથી ઈશારો કરયો કે, સૂપ રયો, અને તેઓને બતાવ્યું કે, પરભુ કેવી રીતે એને જેલખાનામાંથી કાઢી લીયાવો છે, પછી કીધું કે, “યાકુબ અને બીજા વિશ્વાસી લોકોને મારી વિષે કય દેજો.” તઈ પોતે ન્યાંથી નીકળીને બીજી જગ્યા ઉપર વયો ગયો.
18હવારમાં જેલખાનાના સિપાયોમા ધોડા-ધોડ થય ગય કે, પિતર ક્યા ગયો? 19જઈ હેરોદ રાજાએ પિતરને ગોત્યો, પણ ઈ એને મળ્યો નય. તઈ એણે સોકીદારોની પુછપરછ કરી, અને તેઓને મારી નાખવાનો હુકમ કરયો. પછી યહુદીયા પરદેશથી નીકળીને હેરોદ રાજા કાઈસારિયા શહેરમાં ગયો, અને ન્યા રયો.
હેરોદ રાજાનુ મોત
20હેરોદ રાજા તુર અને સિદોનના લોકોની માથે બોવ ગુસ્સે હતો, ઈ હાટુ ઈ શહેરના લોકો, બ્લાસ્તસ જે રાજાનું કામ હંભાળનારો માણસ હતો, એની સલાહ લયને રાજાની પાહે શાંતિ માંગવા હાટુ આવ્યો, કેમ કે ઈ દેશના લોકોનું ભોજન હેરોદના દેશમાંથી પુરું પાડવામાં આવતું હતું. 21જે દિવસે હેરોદ રાજાએ ઈ શહેરના લોકોને મળવાનું નક્કી કરયુ, ઈ દિવસે ઈ રાજા; રાજાના લુગડા પેરીને ન્યાયાસન ઉપર બેહીને, તેઓને ભાષણ દેવા મંડયો.
22તઈ બધાય લોકો પોકારીને કેવા મંડયા, “આ વાણી તો પરમેશ્વરની છે, કોય માણસની નય!” 23ઈ જ વખતમાં પરભુના એક સ્વર્ગદુતે એને મારયો, કેમ કે એણે પરમેશ્વરને મહિમા નોતી દીધી, અને એના દેહમાં જીવડા પડી ગયા અને ઈ મરી ગયો.
24પણ પરમેશ્વરનાં વચન ફેલાતા ગયા અને વિશ્વાસી લોકોની સંખ્યા વધતી ગય.
25અને યહુદીયા પરદેશના યહુદી લોકોની મદદની હાટુ રૂપીયા આપ્યા પછી, બાર્નાબાસ અને શાઉલ, યોહાનને જે માર્ક કેવાય છે, એને હારે યરુશાલેમ શહેરમાંથી અંત્યોખ શહેરમાં પાછા આવી ગયા.
Currently Selected:
પ્રેરિતોનાં કૃત્યો 12: KXPNT
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.