પ્રેરિતોનાં કૃત્યો 13
13
બાર્નાબાસ અને શાઉલને મોકલવા
1અંત્યોખ શહેરની મંડળીમાં કેટલા આગમભાખીયા અને વચન શીખવાડવા વાળા હતાં, એમાંથી બાર્નાબાસ, શિમયોન જે નગર કેવાય છે, અને કુરેન ગામનો લુકિયસ, મનાએન જે નાનપણથી હેરોદની હારે નાના-મોટો થયો હતો, અને શાઉલ. 2જઈ ઈ ઉપવાસ હારે ભજન કરતાં હતાં, તો પવિત્ર આત્માએ કીધું કે, “મારી સેવા કરવા હાટુ, બાર્નાબાસ અને શાઉલને નોખા કરો, જેની હાટુ મે એને બરકા છે.” 3તઈ તેઓએ ઉપવાસ અને પ્રાર્થના કરીને એની ઉપર હાથ રાખીને પરમેશ્વરની સેવાની હાટુ મોકલ્યા.
પરચાર હાટુ પાઉલની પેલી યાત્રા
4શાઉલ અને બાર્નાબાસ પવિત્ર આત્માની સાક્ષીથી સિલુકિયા શહેરના દરિયા કાઠે વહાણ ઉતરવાની જગ્યાએ ગયા અને ન્યાંથી વહાણમાં બેહીને સાયપ્રસ ટાપુના સાલામિસ શહેરમાં વહાણ ઉતરવાની જગ્યાએ પુગ્યા. 5તેઓ સાલામિસ શહેરમાં પુગીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં પરમેશ્વરનાં વચનનો પરસાર કરયો, યોહાન જે માર્ક કેવાય છે, ઈ તેઓની મદદ કરવા હાટુ તેઓની હારે હતો.
6એની પછી તેઓએ બધાય ટાપુના શહેરોમાં યાત્રા કરી, અને છેલ્લે ઈ પાફોસ શહેરમાં પુગ્યા. ન્યા એને વસ્સે ઈસુ નામનો એક યહુદી માણસ મળીયો, જે જાદુગર અને ખોટો આગમભાખીયો હતો. 7ઈ જાદુગર ટાપુના રાજ્યપાલ સર્જિયસ પાઉલની હારે હતો, જે એક બુદ્ધિશાળી માણસ હતો, અને રાજ્યપાલને બાર્નાબાસ અને શાઉલને પોતાની પાહે બોલાવીને પરમેશ્વરનાં વચન હાંભળવા મંડા. 8પણ એલીમાસ જાદુગર જે એનુ ગ્રીક નામ છે. રાજ્યપાલને ઈસુ ઉપર વિશ્વાસ કરવાથી રોકવાના ઈરાદાથી શાઉલ અને બાર્નાબાસનો વિરોધ કરવા મંડો.
9તઈ શાઉલ જેનું બીજુ નામ પાઉલ હોતન હતું, પવિત્ર આત્માથી ભરપૂર થયને, એલીમાસ જાદુગરની હામે સીધી નજર કરીને કીધું કે, 10“હે શેતાનના દીકરા, તુ જે કાય હાસુ છે એનો તુ વેરી છો, ખરાબ કાવતરા અને ભૂંડાયથી ભરેલો છો, તુ સદાય પરમેશ્વરની હાસી વાતોને ખોટમાં બદલવાની કોશિશ કરે છે.
11હવે જોવ, પરભુ તને સજા આપવાનો છે, અને તુ થોડાક વખત હુધી આંધળો રેય, અને બપોર વસ્સે તડકામાં તુ કાય પણ નય જોય હક. આ કેતા જ જાખું-જાખું અને અંધારું એની આંખુમાં થય ગયુ, અને ઈ સ્યારેય બાજુ ફાફા મારવા મંડો કે, કોય એનો હાથ પકડીને લય જાય.” 12તઈ રાજ્યપાલે જે કાય થયુ હતું, એને જોયને પરભુના વિષે બોધ હાંભળીને સોકી ગયો અને ઈસુ ઉપર વિશ્વાસ કરયો.
પિસીદિયા જગ્યાના અંત્યોખમાં
13પાઉલ અને એના સાથીઓ પાફોસ શહેરથી દરિયાની યાત્રા સાલું કરી, અને ઈ પમ્ફૂલીયા પરદેશના પેર્ગા શહેરમાં પુગી ગયા. ન્યાંથી યોહાન માર્ક એને મુકીને યરુશાલેમ શહેરમાં પાછો વયો ગયો. 14પાઉલ અને બાર્નાબાસ પેર્ગા શહેરની આગળ વધીને ગલાતી પરદેશના પિસીદીયા જગ્યાની પાહે અંત્યોખ શહેરમાં પુગ્યા, અને વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને બેહી ગયા. 15નિયમમાંથી અને આગમભાખીયાઓની સોપડીમાથી વાસયા પછી યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના અમલદારોએ પાઉલ અને બાર્નાબાસની પાહે કેવાડયુ કે, “હે ભાઈઓ, જો લોકોને પ્રોત્સાહન હાટુ તમને કોય વાતો કેવી હોય તો કયો.”
16તઈ પાઉલે ઉભા થયને તેઓને સુપ રેવા હાટુ હાથથી ઈશારો કરીને કીધું, “હે ઈઝરાયલ દેશના લોકો અને પરમેશ્વરથી બીનારા બિનયહુદી લોકો હાંભળો.” 17આ ઈઝરાયલ દેશના લોકોને પરમેશ્વરે આપડા બાપ દાદાથી ગમાડી લીધા છે, અને જઈ ઈ મિસર દેશમાં પરદેશી થયને રેતા હતાં, તો એનો પરિવાર બોવ વધ્યો, અને સામર્થવાન હાથોથી મિસર દેશની ગુલામીમાંથી કાઢી લાવ્યો. 18અને ઈ લગભગ સ્યાળી વરહ હુધી વગડામાં ખરાબ વરતન સહન કરતો હતો.
19અને તેઓએ કનાન દેશની હાત જાતિનો નાશ કરીને, એની જમીન પોતાના લોકોને વારસામાં આપી દીધી. 20આ આખા બનાવમાં લગભગ સ્યારસો પસાસ વરહ લાગ્યાં. એની પછી પરમેશ્વરે એક-એક કરીને શમુએલ આગમભાખીયા હુધી એની હાટુ ન્યાયાધીશોને ઠરાવતા રયા.
21જઈ શાઉલ આગેવાન હતો તઈ જ તેઓએ એક રાજાની માંગ કરી કે, તઈ પરમેશ્વરે બિન્યામીનના કુળમાંથી કિશના દીકરા શાઉલને એની હાટુ રાજા ઠરાવ્યો, ઈ સ્યાળી વરહ હુધી રાજા રયો.
22પછી પરમેશ્વરે એને કાઢીને દાઉદને ઈઝરાયલનાં લોકોનો રાજા બનાવ્યો, જેના વિષે એણે સાક્ષી આપી કે, “મને એક માણસ યિશાઈનો દીકરો દાઉદ મારી ઈચ્છા પરમાણે મળી ગયો, ઈ જ મારી બધીય ઈચ્છાઓને પુરી કરશે.”
23ઈ જ પેઢીમાંથી પરમેશ્વરે પોતાના વાયદા પરમાણે ઈઝરાયલ દેશના લોકોની પાહે એક તારનાર એટલે ઈસુને મોકલ્યો. 24ઈસુને આવવાની પેલા યોહાન જળદીક્ષા આપનારાએ, ઈઝરાયલ દેશના લોકોમા પાપીલા કામો બંધ કરવાનું જળદીક્ષાનો પરસાર કરયો. 25જઈ યોહાન પોતાની સેવા પુરી કરવાનો હતો, તો એણે પુછયું કે, તમે મને શું હમજો છો? હું મસીહ નથી પણ હાંભળો, જે મારી પછી આવનાર છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી.
26હે મારા ભાઈઓ, ઈબ્રાહિમના વંશજો અને પરમેશ્વરની બીક રાખનારા બિનયહુદીઓ, આપડી પાહે ઈ તારણનો સંદેશ આવ્યો છે. 27યરુશાલેમ શહેરના રહેવાસી લોકોએ અને તેઓના આગેવાનોએ ઈસુ મસીહને નો ઓળખો અને આગમભાખીયાઓના વચનોને પણ નો હંમજા, જેને ઈ દરેક વિશ્રામવારના દિવસે કેતા હતા. ઈ હાટુ તેઓએ એને ગુનેગાર ઠરાવ્યો, અને એવી જ રીતેથી આગમભાખીયાઓના વચનો પુરા કરયા.
28ઈસુને મારી નાખવા લાયક સજા મળે એવુ કોય કારણ તેઓને નો મળ્યું, તો પણ તેઓએ પિલાતને વિનવણી કરી કે, એને મારી નાખવામાં આવે. 29જઈ તેઓએ ઈ બધુય કરયુ જે પવિત્ર શાસ્ત્રમા એના વિષે લખેલુ છે, તેઓએ ઈસુને વધસ્થંભ ઉપરથી ઉતારીને કબરમાં મુક્યો.
30પણ પરમેશ્વરે એને મરેલામાંથી પાછો જીવતો કરી દીધો, 31અને ઈ પોતાના સેવકોને જે એની હારે ગાલીલ પરદેશથી યરુશાલેમ શહેર આવ્યા હતાં, તેઓ બોવ બધાય દિવસ હુધી દેખાતા રયા. અને લોકોની હામે હવે; ઈ જ એના સાક્ષી છે.
32અમે તમને લોકોને આ હારા હમાસાર હંભળાવી છયી કે, પરમેશ્વરે આપડા વાડવાઓને જે વાયદો કરયો, ઈ વાયદાને 33પરમેશ્વરે ઈસુને મરેલામાંથી પાછો જીવતો કરીને, ઈ જ વાયદો આપડા દીકરાઓની હાટુ પુરો કરયો. જેમ ગીત શાસ્ત્રમાં લખ્યું છે કે, તુ મારો દીકરો છો, આજે જ હું તારો બાપ બની ગયો છું 34પરમેશ્વરે એને કબરમાં હડવા નો દીધો અને મરેલામાંથી પાછો જીવતો કરી દિધો, એની વિષે એણે ઈ હોતન કીધું હતું કે, “હું તમને રાજા દાઉદ ઉપરનાં પવિત્ર અને કોયદી નાશ થાય નય એવા આશીર્વાદો આપય.”
35ઈ વાતો રાજા દાઉદ પણ ગીતશાસ્ત્રની સોપડીમા બીજી જગ્યા કેય છે, તુ આપડા પવિત્ર માણસને હડવા નય દેય. 36“રાજા દાઉદ તો પરમેશ્વરની ઈચ્છા પરમાણે આપડા વખતમાં સેવા કરીને મરી ગયો, અને એને આપડા બાપ-દાદાની હારે ડાટી દીધો, અને એનો દેહ કબરમા હડી પણ ગયો. 37પણ ઈસુને પરમેશ્વરે મરેલામાંથી જીવતા કરી દીધા, એનો દેહ કબરમાં હડયો નય.
38ઈ હાટુ ભાઈઓ, અમે તમારી આગળ જે હારા હમાસાર પરગટ કરી છયી, ઈ તમારે હમજવુ જોયી કે એના લીધે તમને પાપોની માફી આપવામાં આવે છે. ઈસુ મસીહ દ્વારા જે વિશ્વાસી છે ઈ બધાય ન્યાયી ઠરશે. જેમા મુસાનો નિયમ પણ તમને ન્યાયી ઠરાવી હકે એમ નથી. 39અને જે વાતોથી તમે મૂસાના નિયમ દ્વારા ગુનેગાર ઠરાવતા હતાં, ઈ જ બધીય વાતોથી દરેક વિશ્વાસ કરનારા ઈસુ મસીહ દ્વારા ગુનેગાર ઠરતા નથી.
40ઈ હાટુ સેતીને રયો, ક્યાક એવુ નો થાય કે, જે આગમભાખીયાઓની સોપડીમા લખેલુ છે, ઈ તમારી ઉપર પણ આવી પડે. 41હે નિંદા કરનારાઓ, ધ્યાનથી હાંભળો, અને આશ્ચર્ય અનુભવો અને મરી જાવ કેમ કે, હું તમારા વખતમાં કાક એવુ કામ કરય કે, જો કોય તમને ઈ કામના વિષે કેય, તો તમે કોય દિવસ માનશો જ નય.”
42જઈ પાઉલ અને બર્નાબાસ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી નીકળતા હતાં, તઈ કેટલાક લોકો તેઓને વિનવણી કરવા લાગયા કે, આગળના વિશ્રામવારના દિવસે અમારે આ વાતો પાછી હંભળવી છે. 43અને જઈ મંડળી જુદી પડી, તો યહુદી લોકો અને બિનયહુદીમાંથી યહુદી બનેલા ભજનકરનારા લોકોમાંથી બોવ બધાય પાઉલ અને બાર્નાબાસની વાહે-વાહે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં ગયા, તેઓએ ઈ લોકોની હારે વાતો કરીને હંમજાવ્યા કે, પરમેશ્વરની કૃપામાં બનેલા રયો.
44બીજા વિશ્રામવારના દિવસે શહેરમાંથી ઘણાય બધા લોકો પરમેશ્વરનાં વચન હાંભળવા ભેગા થયા. 45પણ યહુદી લોકોના આગેવાન લોકોનું મોટુ ટોળૂ જોયને ઈર્ષા થાવા મડી અને ઠેકડી કરતાં પાઉલના વિરોધમાં બોલવા લાગ્યા.
46તઈ પાઉલ અને બાર્નાબાસે બીક વગર કીધું કે, “જરૂરી હતું કે, પરમેશ્વરનું વચન પેલા તમને હંભળાવવામાં આવ્યું હોત, પણ હવે તમે એનો નકાર કરો છો, અને આપણને અનંતકાળનું જીવન પામવા હાટુ લાયક નથી હમજતા, ઈ હાટુ હવે બિનયહુદી લોકોની પાહે આયશે. 47કેમ કે, પરભુએ મને આ આજ્ઞા આપી છે, મે તને બીજી જાતિના લોકોની હાટુ અજવાળું ઠરાવ્યુ છે, જેથી તુ જગતમાં કોય પણ એક જગ્યાના લોકોને તારણના વિષે હંભળાવ.” 48આ વાતો હાંભળીને બિનયહુદી જાતિના લોકો રાજી થયા અને પરમેશ્વરનાં વચનની મહિમા કરવા લાગ્યા, અને જેટલા અનંતકાળના જીવન હાટુ ઠરાવામાં આવ્યા હતાં, તેઓએ વિશ્વાસ કરયો. 49અને પરભુનુ વચન ઈ આખા પરદેશમા ફેલાવવા લાગ્યો.
50પણ યહુદી લોકોના આગેવાનોએ રૂપીયાવાળા લોકોની અને પરમેશ્વરની બીક રાખીને ભજન કરનારી બાયુને અને શહેરના અધિકારી લોકોને ઉશ્કેરીને, પાઉલ અને બાર્નાબાસ ઉપર સતાવણી કરાવી અને તેઓને ઈ જગ્યાથી બારે કાઢી મુકયા. 51તઈ પાઉલ અને બર્નાબાસે એની હામે પોતાના પગની ધૂળ ખખેરી નાખી ઈ બતાવવા હાટુ કે, પરમેશ્વરનો તેઓએ નકાર કરયો છે, અને ઈ એને સજા આપશે. પછી ઈ ઈકોનીયા શહેરમાં વયા ગયા. 52અને અંત્યોખના વિશ્વાસી લોકો આનંદ અને પવિત્ર આત્માથી ભરપૂર થાતા ગયા.
Currently Selected:
પ્રેરિતોનાં કૃત્યો 13: KXPNT
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.