પ્રેરિતોનાં કૃત્યો 14
14
ઈકોનીયા શહેરમાં પાઉલ અને બર્નાબાસ
1ઈકોનીયા શહેરમાં એવું થયુ કે, પાઉલ અને બર્નાબાસ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં ગયા, અને ન્યા એવી સાક્ષી આપી કે, યહુદીઓ અને બિનયહુદી લોકોમાંથી ઘણાય બધાએ વિશ્વાસ કરયો છે. 2પણ વિશ્વાસ નો કરનારા યહુદી લોકોએ બિનયહુદી જાતિના લોકોને વિશ્વાસી લોકોના વિરોધમાં ઉશ્કેરીને અને વેર કરાવી દીધો છે.
3જેથી પાઉલ અને બાર્નાબાસ ન્યા બોવ લાંબા વખત હુધી રોકાણા, તેઓ બીક વગર પરચાર કરતાં રયા કેમ કે, તેઓ પરમેશ્વર ઉપર નિર્ભર હતાં, એના દ્વારા સમત્કાર અને અદભુત કામો કરીને જાહેર કરતાં હતા કે, આ કૃપાની વિષે સાક્ષી હાસી હતી. 4પણ શહેરના લોકોમા ભાગલા પડી ગયા હતા, એમા કેટલાક લોકો તો વિરોધ કરનારા યહુદી લોકોની બાજુ અને કેટલાક ગમાડેલા ચેલાઓની બાજુ થય ગયા હતા.
5તઈ બિનયહુદી જાતિના લોકો અને યહુદી લોકોએ પોતાના આગેવાનોની હારે મળીને ગમાડેલા ચેલાઓનું અપમાન અને એની ઉપર પાણા મારવાની યોજના બનાવી. 6તો તેઓ એની યોજના વિષે જાણી ગયા, અને લુકોનીયાના શહેર લુસ્ત્રા અને દેર્બે શહેરમાં અને આજુ બાજુના પરદેશમા ભાગી ગયા. 7અને ન્યા હારા હમાસારનો પરચાર કરવા લાગ્યા.
લુસ્ત્રા અને દર્બે શહેરમાં પાઉલ અને બર્નાબાસ
8લુસ્ત્રા શહેરમાં એક લંગડો માણસ બેઠેતો, ઈ હાલી હક્તો નોતો કેમ કે, ઈ જનમથી જ લંગડો હતો. 9ઈ પાઉલને પરચાર કરતાં હાંભળતો હતો, પાઉલે એને એક નજરથી જોયો કે, એને હાજો થાવાનો વિશ્વાસ છે. 10અને જોરથી રાડ નાખીને કીધું કે, “પોતાના પગ ઉપર સીધો ઉભો થયજા.” તઈ ઈ ઠેકડો મારીને ઉભો થય ગયો, અને હાલવા લાગ્યો.
11તઈ લોકોએ પાઉલના ઈ કામો જોયને, લુકોનીયાની ભાષામાં જોરથી રાડ નાખીને કીધું કે, “દેવતા માણસોના રૂપમાં આપડી પાહે ઉતરી આવ્યા છે.” 12તેઓએ બાર્નાબાસને ઝુસ દેવતા અને પાઉલને હેર્મેસ દેવતા કેતા હતા કેમ કે, પાઉલ મુખ્ય આગમભાખીયો હતો. 13શહેરની બારે એક ઝુસ દેવતાના મંદિરનો પુજારી બળદ અને ફૂલોના હાર લયને શહેરના મોટા દરવાજા હુધી આવી ગયો, ઈ એવા લોકોની હારે ભળીને બલિદાન સડાવવા માગતા હતા.
14પણ બાર્નાબાસ, પાઉલ અને ગમાડેલા ચેલાઓએ જઈ ઈ હાંભળુ તો ઈ બોવ હેરાન થય ગયા અને તેઓએ પોતાના લુગડા ફાડી નાખીયા અને ધોડીને લોકોના ટોળામાં ઘરી ગયા. અને હાદ પાડીને કેવા લાગ્યા. 15“હે લોકો તમે શું કરો છો? અમે તો તમારી હામે સુખ દુખ ભોગવનારા માણસો છયી, અને તમને હારા હમાસાર હંભળાવી છયી કે, તમે આ ખરાબ વસ્તુઓથી અલગ થયને જીવતા પરમેશ્વરની પાહે આવો, જેણે આભ, ધરતી, દરિયો, અને જે કાય એમાનું છે ઈ બધુય બનાવ્યું. 16એણે જુના વખતમાં બધીય જાતિના લોકોને પોત પોતાના મારગે હાલવા દીધા.
17તો પણ પોતાના ભલા કામો દ્વારા પોતાના વિષે સાક્ષી દેતો રયો, ઈ આભથી વરસાદ અને અલગ-અલગ ઋતુથી દરેક મોસમમા અનાજ ઉગાડીને તમને ખાવાનું દયને રાજી કરતો રયો.” 18આ કયને પાઉલ અને બર્નાબાસે લોકોને બોવ મુશ્કેલીથી રોકા કે, એની હાટુ બલિદાન નો કરે. 19પણ થોડાક યહુદી લોકોએ અંત્યોખ અને ઈકોનીયા શહેરથી આવીને લોકોને પોતાના બાજુ કરી લીધા, અને પાઉલની ઉપર પાણા મારયા, અને ઈ મરી ગયો; એવું હમજીને શહેરની બારે ઢહડીને લય ગયા. 20પણ જઈ વિશ્વાસી ચેલાઓ આજુ-બાજુ આવીને ભેગા થય ગયા, તઈ ઈ ઉભા થયને શહેરમાં ગયા, અને પાઉલ બીજા દિવસે બાર્નાબાસની હારે દેર્બે શહેરમાં વયો ગયો.
સિરિયા પરદેશના અંત્યોખ શહેરમાં પાછા આવ્યા
21અને એણે ઈ શહેરના લોકોને હારા હમાસાર હંભળાવી, અને બોવ બધાય ચેલા બનાવીને, લુસ્ત્રા અને ઈકોનીયા અને પિસિદિયા પરદેશના અંત્યોખ શહેરમાં પાછા આવ્યા. 22અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”
23અને તેઓએ દરેક મંડળીમાં એની હાટુ વડવા ઠરાવે અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓ પરભુ ઈસુના હાથમાં હોપયા, જેની ઉપર તેઓએ વિશ્વાસ કરયો હતો. 24એની પછી તેઓ પિસિદિયાની જગ્યાએ થયને પમ્ફૂલીયાની જગ્યામાં પુગ્યા. 25પામ્ફુલિયાની જગ્યાના પેર્ગામાં શહેરમાં પરમેશ્વરનાં વચનનો પરચાર કરીને અત્તાલિયા શહેરમાં ગયા.
26અને ન્યાથી વહાણમાં બેહીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પુરૂ કરીને આવ્યા એની હારુ તેઓ પરમેશ્વરની કૃપામાં હોપાય ગયા હતા. 27તેઓએ અંત્યોખ શહેરમાં આવીને મંડળીના લોકોને ભેગા કરયા અને પરમેશ્વરે તેઓની હાટુ કરેલા કામો અને બિનયહુદી લોકો વિશ્વાસ કરે ઈ હાટુ એમણે કેવી રીતે મારગ ખોલ્યો ઈ બધુય તેઓને હંભળાવ્યું. 28આમ પાઉલ અને બર્નાબાસ ચેલાઓની હારે બોવ વખત હુધી અંત્યોખ શહેરમાં રયા.
Currently Selected:
પ્રેરિતોનાં કૃત્યો 14: KXPNT
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.