YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 6

6
હાત ચેલાઓને ગમાડવા
1ઈ દિવસોમાં વિશ્વાસીઓની સંખ્યા વધવા લાગી, તઈ ગ્રીક ભાષા બોલનારા યહુદી વિશ્વાસી હિબ્રૂ ભાષા બોલનારા યહુદી વિશ્વાસીની હામાં કચ કચ કરવા મંડયા કે, દરોજના ભાગલાઓમાં અમારી વિધવાઓને ટાળવામાં આવે છે.
2તઈ ઈ ગમાડેલા બાર ચેલાઓએ યરુશાલેમ શહેરના બીજા વિશ્વાસી લોકોને પાહે બોલાવીને કીધું કે, “આપડે પરમેશ્વરનાં વચનનો પરચાર મુકીને પીરસવાની સેવા કરાવી હારું નથી. 3ઈ હાટુ ઈ ભાઈઓ, તમારામાથી હાત માણસ; કે જે પવિત્ર આત્માથી અને બુદ્ધિથી ભરપૂર હોય, એને ગમાડી લ્યો કે, અમે તેઓને ઈ કામ હાટુ ઠરાવી. 4પણ અમે તો પ્રાર્થના, વચન પરચાર અને શિક્ષણ દેવામાં લાગેલા રેયી.”
5આ વાતુ આખી મંડળીને હારી લાગી, અને એમાંથી સ્તેફન નામનો એક માણસ; જે વિશ્વાસ અને પવિત્ર આત્માથી ભરપૂર હતો, ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પારમીનાસ અને અંત્યોખ શહેરના નિકોલસને જેણે યહુદી ધરમ અપનાવી લીધો હતો, તેઓએ આ લોકોને ગમાંડ્યા. 6અને એને બાર ગમાડેલા ચેલાઓની હામે લીયાવ્યા, અને તેઓએ પ્રાર્થના કરીને ઈ કામ કરવા હાટુ ઠરાવા.
7પરમેશ્વરનાં વચનો ફેલાતા ગયા અને યરુશાલેમ શહેરમાં ચેલાઓની સંખ્યા વધતી ગય, અને બોવ યહુદી યાજકોએ પણ ઈસુ મસીહમાં વિશ્વાસ અને પરચારને અપનાવો.
સ્તેફનને પકડવો
8સ્તેફન કૃપા અને સામર્થથી ભરપૂર થયને લોકોને મોટા-મોટા અદભુત કામો અને સમત્કાર દેખાડયા કરતો હતો. 9પણ થોડાક લોકોએ સ્તેફનનો વિરોધ કરયો, અને ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના લોકો હતાં, અને ઈ ગુલામીથી મુક્ત કેવાતા હતાં, ઈ લોકો કુરેન ગામ અને એલેકઝાંન્ડ્રિયા, કિલીકિયા એમ જ આસિયા પરદેશના પણ હતાં, આ લોકો સ્તેફનની હારે વાદ-વિવાદ કરવા મડયા.
10પણ એણે જે કાય કીધું હતું એનો જવાબ તેઓ દય હક્યાં નય, કેમ કે પવિત્ર આત્માએ સ્તેફનને બુદ્ધિથી બોલવામાં મદદ કરી. 11તઈ તઓએ થોડાક લોકોને સ્તેફનના વિષે ખોટુ બોલવા હાટુ સડાવયા કે, “અમે એને મુસા અને શાસ્ત્ર અને પરમેશ્વરની નિંદા કરતો હાંભળ્યો છે,
12તેઓએ સ્તેફનના વિરોધમાં લોકોને વડીલો અને યહુદી નિયમના શિક્ષકોને સડાવ્યા, અને એણે આવીને સ્તેફનને પકડી લીધો અને મોટી સભાની હામે લય ગયા. 13ન્યાંથી એમણે ખોટી સાક્ષી હાજર કરી, અને એણે સ્તેફન ઉપર ખોટા ગુના લગાડયા, અને એણે કીધું કે આ માણસ આ પવિત્ર મંદિર અને નિયમની નિંદા કરી સદાય ભુંડુ બોલે છે. 14કેમ કે, અમે એને આવું કેતા હાંભળ્યો છે કે, આ નાઝરેથ ગામનો ઈસુ મંદિરને પાડી નાખશે, અને ઈ રીતી રીવાજને બદલી નાખશે જે મુસાએ આપણને આપ્યા છે.” 15તઈ લોકો જે મોટી સભામાં બેઠા હતાં, એને એક નજરથી જોય રયા હતાં, તો એનુ મોઢું એકદમ સ્વર્ગદુતની જેમ સમકતું હતું.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for પ્રેરિતોનાં કૃત્યો 6