લુક 17

17
ઠોકર નું કારણ
(મત્તિ 18:6-7,21-22; મર. 9:42)
1ફેંર ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, “એંવું થાએં નહેં સક્તું કે ઠોકરેં નેં વાગે, પુંણ હાય, હેંના મનખ ઇપેર ઝેંને લેંદે વેહ આવે હે! 2ઝી એંનં નાનં મનું કઇનાક એક નો વિશ્વાસ સુંડ દેંવાનું કારણ બણે, તે હેંના મનખ હારુ તાજું હે કે હેંના ગળા મ એક ભારી ભાઠો બાંદેંનેં દરજ્યા મ દડ દેંવા મ આવતું.” 3સેતેંન રો, અગર તારો વિશ્વાસી ભાઈ ગુંનો કરે તે હેંનેં હમજાવ, અનેં અગર વેયો પુંતાની ગલતી કબુલ કર લે, તે હેંનેં માફ કર. 4અગર આખા દાડા મ વેયો હાત વાર તારી વિરુધ મ ગુંનો કરે, અનેં હાત યે વાર તારી કનેં ફેંર આવેંનેં કે, કે “હૂં મારી ગલતી કબુલ કરું હે,” તે હેંનેં માફ કર.
વિશ્વાસ
5તર પસંદ કરેંલં સેંલંવેં ઇસુ નેં કેંદું, “હમારા વિશ્વાસ નેં હઝુ મજબૂત કર.” 6ઇસુવેં કેંદું, “અગર તમનેં રાઈ ના દાણા નેં બરુંબર હુંદો વિશ્વાસ હેંતો, તે તમું એંના શહતૂત ના ઝાડ નેં કેંતા કે મૂળં થી ઉફેંડાએંનેં દરજ્યા મ રુંપાએં જા, તે વેયુ તમારી વાત માન લેંતું.”
એક નોકર ની ફરજ
7“અગર તમં મના કઇનાક નો નોકર વેહ, અનેં વેયો ખેંતર મ હોળ હાખેંનેં કે ઘેંઠં સારેંનેં ઘેર આવે, તે હું તમું હેંનેં કેંહો કે હમણસ આવ અનેં મારી હાતેં ખાવાનું ખાવા બેંહ? 8ના, પુંણ તમું પુંતાના નોકર નેં કેંહો કે પેલ મારી હારુ ખાવાનું તિયાર કર, અનેં ઝર તક મારું ખાવું-પીવું પૂરુ નેં થાએં જાએ, ખાવાનું ઘાલવા હારુ તિયાર રે, અનેં પસે તું હુંદો ખાએં લેંજે. 9હું તમું હેંના નોકર નો હેંના કામ હારુ આભાર માનહો? ઝી તમવેં હેંનેં કરવા હારુ કેંદું હેંતું. 10ઇવીસ રિતી થી ઝર તમવેં વેય બદ્દ કામં કર લેંદં હે, ઝી તમનેં કરવા હારુ કેંદેંલું હેંતું, તે તમારે એંમ કેંવું જુગે કે હમું નકમ્મા નોકર હે, હમવેં ખાલી વેયુસ કામ કર્યુ હે, ઝી હમારે કરવું જુગતુ હેંતું.”
કોઢ ની બેંમારી વાળા દસ માણસ નેં હાજા કરવા
11એંવું થાયુ કે ઝર ઇસુ અનેં હેંના સેંલા સામરિયા અનેં ગલીલ પરદેશ મ થાએંનેં યરુશલેમ સેર મએં જાએં રિયા હેંતા. 12એક ગામ મ ભરાતી વખતેં, ઇસુ નેં કોઢ ની બેંમારી વાળા દસ માણસ મળ્યા. 13અનેં હેંનવેં સિટી થીસ ઇબા રેંનેં જુંર સિસાએં નેં કેંદું, “હે ઇસુ, હે માલિક, હમં ઇપેર દયા કર!” 14ઇસુવેં હેંનનેં ભાળેંનેં કેંદું, “જો, અનેં પુંતે-પુંતાનેં યાજકં નેં ભળાવો,” એંતરે કે વેયા ભાળેં સકે કે તમું ઠીક હે કે નહેં અનેં જાતં-જાતં વેયા રસ્તા મસ હાજા થાએંજ્યા. 15તર હેંનં મનો એક ઇયુ ભાળેંનેં કે હૂં હાજો થાએંજ્યો હે, તે જુંર થી સિસાએં નેં પરમેશ્વર ની મોંટાઈ કરતો જાએંનેં પાસો ઇસુ કનેં વળેં આયો. 16અનેં હેંનેં પોગેં પડેંનેં હેંનો આભાર માનવા મંડ્યો. અનેં વેયો સામરિયા પરદેશ નો રેંવાસી હેંતો. 17હેંનેં ભાળેંનેં ઇસુવેં કેંદું, “હું બદ્દા દસ યે માણસ હાજા નહેં થાયા, તે ફેંર વેયા નો કાં હે? 18હું એંના પરદેશી માણસ નેં સુંડેંનેં કુઇ બીજો નેં નકળ્યો ઝી પરમેશ્વર ની મોંટાઈ કરતો?” 19ફેંર ઇસુવેં હેંનેં કેંદું, “ઉઠેંનેં જાતોરે, તારે વિશ્વાસેં તનેં હાજો કર્યો હે.”
પરમેશ્વર ના રાજ નું આવવું
(મત્તિ 24:23-28,37-41)
20ઝર ફરિસી ટુંળા ન મનખંવેં ઇસુ નેં પૂસ્યુ, કે પરમેશ્વર નું રાજ કેંરં આવહે, તે હેંને હેંનનેં જવાબ આલ્યો, “પરમેશ્વર ના રાજ નેં મનખં શરીરિક આંખં થકી નહેં ભાળેં સક્તં.” 21અનેં મનખં એંમ નેં કે, કે “ભાળો-ભાળો, આં હે, કે વેંહાં હે, કેંમકે પરમેશ્વર નું રાજ તમારા વસ મ હે.”
22ફેંર હેંને પુંતાનં સેંલંનેં કેંદું, “વેયા દાડા આવહે, ઝેંનેં મ તમું મનેં માણસ ના બેંટા ના દાડં મહો એક દાડા નેં ભાળવા કરહો, અનેં નેં ભાળેં સકો.” 23મનખં તમનેં કેંહે, “ભાળો, મસીહ તાં હે!” કે “ભાળો, મસીહ આં હે!” પુંણ ઇયુ હામળેંનેં તમું જાતં નેં રેંતં વેહ, અનેં નહેં હેંનન વાહેડ દોડતં વેહ. 24કેંમકે ઝેંમ વિજળાઈ આકાશ મ ઉગમણી થી લેંનેં બુડમણી તક ભભળે હે, વેમેંસ મારું માણસ ના બેંટા નું હુંદું આવવા નું થાહે. 25પુંણ પેલું ઇયુ જરુરી હે કે હૂં ઘણું દુઃખ વેંઠેં, અનેં ઇની પીઢી ન મનખં મનેં નકમ્મો ગણે. 26ઝેંવું આપડા બાપ-દાદા નૂહા ન દાડં મ થાયુ હેંતું, વેમેંસ મનેં માણસ ના બેંટા ના આવવા ના ટાએંમ મ હુંદું થાહે. 27ઝર તક નૂહો જહાંજ મ નેં ભરાયો હેંતો તર તક મનખં ખાવા-પીવા અનેં બાકળા-વિવા કરવા મ બુંડીલં હેંતં, તર જલાપાલું થાયુ અનેં હેંનં બદ્દનેં મટાડ દેંદં. 28અનેં ઇવીસ રિતી ઝેંવું આપડા બાપ-દાદા લૂત ન દાડં મ થાયુ હેંતું, ઝી સદોમ સેર મ રેંતો હેંતો, તર મનખં ખાતં-પીતં, લેંવડ-દેંવડ કરતં, ઝાડં રુંપતં અનેં ઘેરં બણાવતં હેંતં. 29પુંણ ઝેંને દાડે લૂત સદોમ સેર મહો બારતં નકળ્યો, હેંનેસ દાડે પરમેશ્વરેં આગ અનેં ગંધક આકાશ મહી વરહાવી, અનેં બદ્દ મનખં નેં ઝી સેર મ હેંતં હેંનનેં બાળેં નેં ભસમ કર દેંદં. 30ઝર હૂં માણસ નો બેંટો આવેં, હેંને દાડે હુંદું એંવુંસ થાહે.
31“હેંનં દાડં મ ઝી મનખ ઘેર ના ઢાભા ઇપેર વેંહે, વેયુ ઘેર મહું કઇ સામન લેંવા હારુ નિસં નેં ઉતરે અનેં નેં ઘેર મ જાએ, અનેં વેમેંસ ઝી ખેંતર મ વેહ વેયુ ઘેર પાસું નેં આવે. 32ઇયાદ કરો કે લૂત ની બજ્યેર હાતેં હું થાયુ હેંતું! 33ઝી કુઇ પુંતાનો જીવ બસાવા માંગે હે, વેયુ અમર જીવન ખુંવહે, પુંણ મનખ મારી લેંદે પુંતાનો જીવ ખુંવહે વેયુ અમર જીવન મેંળવહે. 34હૂં તમનેં કું હે, હીની રાતેં એક ખાટલે બે જણં વેંહે, એક લેં લેંવાહે, અનેં બીજુ સુંડ દેંવાહે. 35બે બજ્યેરેં ઘટી ઇપેર દળત્યી વેંહે, હિન્ય મહી એક લેં લેંવાહે અનેં બીજી રેં જાહે. 36બે જણં ખેંતર મ કામ કરતં વેંહે, હેંનં મહું એક લેં લેંવા મ આવહે અનેં બીજુ સુંડ દેંવા મ આવહે.” 37ઇયુ હામળેંનેં હેંનવેં ઇસુ નેં પૂસ્યુ, “હે પ્રભુ ઇયુ કાં થાહે?” હેંને હેંનનેં કેંદું, “ઝાં લાશ વેંહે, તાંસ ગરદ ભેંગા થાહે.”

S'ha seleccionat:

લુક 17: GASNT

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió