લુક 16

16
સલાક ખજાંસી
1ફેંર ઇસુવેં સેંલંનેં એક દાખલો વતાડ્યો, કઇનાક ધનવાન માણસ નો એક ખજાંસી હેંતો, અનેં મનખંવેં માલિક નેં હામેં એંમ ખજાંસી ઇપેર દોષ લગાડ્યો કે વેયો તારી બદ્દી મિલકત ઉડાડે હે. 2અનેં ધનવાનેં હેંના ખજાંસી નેં બુંલાવેંનેં પૂસ્યુ, “આ હું હે ઝી હૂં તારા બારા મ હામળું હે?” કે તેં મારા પઇસા ગલત રિતી થી ખરસ કર્યા હે, તારા બદ્દા કારબાર નો મનેં હિસાબ આલ, કેંમકે તું હાવુ ખજાંસી નહેં રેં સક્તો. 3તર ખજાંસી વિસારવા મંડ્યો, “હાવુ હૂં હું કરું? કેંમકે મારો માલિક હાવુ ખજાંસી નું કામ મનેં કનહું ઉદાળેં રિયો હે, કાઠી મજૂરી વાળું કામ તે હૂં નહેં કરેં સક્તો, અનેં ભીખ માંગવા મ મનેં હરમ આવે હે.” 4હાવુ હમજ મ આવેંજ્યુ હે કે મારે હું કરવું જુગે, એંતરે ઝર હૂં કારબાર થી સુટી જું, તર મનખં મારી મદદ કરહે. 5તર હેંને પુંતાના માલિક ન લેંણેદારં નેં એક-એક કરેંનેં બુંલાયા, અનેં પેલ વાળા નેં પૂસ્યુ, “તારી ઇપેર મારા માલિક નું કેંતરું લેંણું હે?” 6હેંને કેંદું, “તાંણ હજાર હાતસો લીટર જેતૂન નું તેંલ,” તર હેંને હેંનેં કેંદું, “તારી ખાતા વાળી ડાઈરી લે અનેં બેંહેંનેં તરત એક હજાર આઠસો પસા લીટર લખ દે.” 7ફેંર હેંને બીજા નેં પૂસ્યુ, “તારી ઇપેર કેંતરું લેંણું હે?” હેંને કેંદું, “બસ્સો પસા મુંણ ગું,” તર હેંને હેંનેં કેંદું, “તારા ખાતા વાળી ડાઈરી લે અનેં હેંનેં મ બસ્સો મુંણ લખ દે.”
8માલિકેં હેંના અધર્મિ ખજાંસી નેં કેંદું તેં ઘણું સલાકી થી કામ કર્યુ હે. ઇવી રિતી એંના જુંગ ન મનખં પુંતાની પીઢી ન મનખં નેં હાતેં આલ-મેંલ કરવા મ ઇજવાળા ન મનખં થી વદાર સલાક હે. 9હાવુ હૂં તમનેં કું હે કે તમું સંસારિક ધન થી પુંતાનં દોસદાર બણાવ લો, એંતરે કે ઝર વેયુ મટેં જાહે, તર હરગ વાળા ઘેર મ તમારો અવકાર થાહે. 10અનેં નાના મ નાના કામ મ ઈમાનદાર હે, વેયુ મુંટં-મુંટં કામં મ હુંદું ઈમાનદાર રે હે. અનેં ઝી નાના મ નાના કામ મ બઈમાન હે, વેયુ મુંટં-મુંટં કામં મ હુંદું બઈમાન રે હે. 11એંતરે હારુ ઝર તમું સંસારિક ધન મ ઈમાનદાર નહેં રિય, તે હરગ નું ધન તમનેં કુંણ હુંપહે? 12અનેં અગર તમું પારકા ધન મ ઈમાનદાર નહેં રિય, તે ઝી તમારું હે, વેયુ તમનેં કુંણ આલહે?
13“કુઇ નોકર એકેંસ ટાએંમેં બે માલિકં ની સેવા નહેં કરેં સક્તો, કેંમકે વેયો તે એક ઇપેર વેર અનેં બીજા ઇપેર પ્રેમ રાખહે, કે એક નેં મળેંલો રેંહે અનેં બીજા નેં નકમ્મો જાણહે. તમું પરમેશ્વર અનેં ધન ની બેય ની સેવા નહેં કરેં સક્તં”
ઇસુ ન અમુક ભાષણં
(મત્તિ 11:12-13; 5:31-32; મર. 10:11-12)
14ફરિસી ટુંળા ન મનખં ઝી લુબી હેંતં, ઇયે બદ્દી વાતેં હામળેંનેં ઇસુ ની વાતં ઇપેર હાહવા મંડ્ય. 15ઇસુવેં હેંનનેં કેંદું, તમું તે મનખં નેં હામેં પુંતાનેં ધર્મી વતાડો હે, પુંણ પરમેશ્વર તમારં મનં નેં જાણે હે, કેંમકે ઝી વસ્તુ મનખં ની નજર મ ખાસ હે, વેયે પરમેશ્વર ની નજર મ નાશ કરવા વાળી વસ્તુ હે.
16ઝર તક યૂહન્ના બક્તિસ્મ આલવા વાળો આયો, તર તક મૂસા નું નિયમ અનેં ભવિષ્યવક્તં ન પરસારં નેં વદારે જરુરી માનતં હેંતં. પુંણ હાવુ પરમેશ્વર ના રાજ ના તાજા હમિસાર નો પરસાર કરવા મ આવે હે, અનેં હર કુઇ મનખ પરમેશ્વર ના રાજ મ જાવા હારુ માંગે હે. 17આકાશ અનેં ધરતી મટેં જાહે, પુંણ પરમેશ્વર ન આલેંલં નિયમં મહું એક મીંડું હુંદું નેં મટે.
18ઝી કુઇ પુંતાની બજ્યેર નેં ઝી સિનાળવું નેં કરતી વેહ, અનેં બીજા કઇનાક મતલબ થી સુટા-સેંડા કરે, તે વેયો હેંનેં સિનાળવું કરાવે હે. અનેં ઝી કુઇ હીની સુટા-સેંડા કરીલી બજ્યેર નેં પએંણે, વેયો પુંતે હેંનેં હાતેં સિનાળવું કરે હે.
ધનવાન માણસ અનેં ગરિબ લાજરસ
19એક ધનવાન માણસ હેંતો, ઝી ઘણં મોગં અનેં નરમ સિસરં પેરતો હેંતો, અનેં રુંજ દન તાજા મ તાજું ખાવાનું ખાતો અનેં મોજ-મસ્તી મ રેંતો હેંતો. 20હેંના ટાએંમ મ એક લાજર નામ નો ભિખારી માણસ હેંતો, ઝી સાંદં થી ભરેંલો હેંતો. હેંનેં પેંલા ધનવાન માણસ ના ઘેર ના બાએંણા કનેં મનખં બેંહાડેં જાતં હેંતં. 21અનેં વેયો સાહતો હેંતો કે ધનવાન માણસ નું એંઠાડું ઝી બારતં ફેંકેં દેંવાતું હેંતું હેંનેં ખાએ. આં તક કે કુતરં હુંદં આવેંનેં હેંનં સાંદં નેં સાટતં હેંતં 22અનેં એંવું થાયુ કે વેયો લાજર મરેંજ્યો, તર હરગદૂત આવેંનેં હેંનેં ઇબ્રાહેંમ નેં હાતેં રેંવા હારુ લેં જ્યા. અનેં એક દાડો ધનવાન માણસ હુંદો મરેંજ્યો, અનેં હેંનેં ડાટવા મ આયો. 23અનેં નરક ની પીડા મ પડેંલે હેંને ધનવાન માણસેં સિટી હોસ ઇપેર નજર કરેંનેં લાજર નેં ઇબ્રાહેંમ કન બેંઠેંલો ભાળ્યો. 24તર હેંને સિસાએં નેં કેંદું, “હે બા ઇબ્રાહેંમ, મારી ઇપેર દયા કરેંનેં લાજર નેં મારી કન મુંકલેં દે, એંતરે કે વેયો પુંતાની અંગળી નું ટીપુંરવું પલાળેંનેં મારી જીબ નેં ટાડી કરે, કેંમકે હૂં ઇની ઝાળ મ તડપેં રિયો હે.” 25પુંણ ઇબ્રાહેંમેં કેંદું, “હે બેંટા, ઇયાદ કર કે તનેં પુંતાના જીવન મ સુખેંસ-સુખ મળ્યુ હે, અનેં લાજર નેં દુઃખેંસ-દુઃખ મળ્યુ. પુંણ હાવુ વેયો આં શાંતિ મેંળવેં રિયો હે, અનેં તું પીડા મ તડપેં રિયો હે. 26અનેં ઇની બદ્દી વાતં નેં સુંડેંનેં, હમારી અનેં તમારી વસ મ એક મુટી ખાઈ બણાવા મ આવી હે, કે ઝી કુઇ આંહું પેંલે પાર તમારી કનેં જાવા સાહે, વેયુ નેં જાએં સકે અનેં નેં કુઇ વેંહાં થી એંને પાર હમારી કનેં આવેં સકે.” 27હેંને ધનવાન માણસેં કેંદું, “તે હે બા ઇબ્રાહેંમ, હૂં તનેં અરજ કરું હે કે, તું લાજર નેં મારા બા નેં ઘેર મુંકલ દે. 28કેંમકે મારા પાંસ ભાઈ જીવતા હે, એંતરે હારુ હૂં સાહું હે કે વેયો જાએ અનેં મારં ભાજ્ય નેં સેતવણી આલે, એંવું નેં થાએ કે વેયા હુંદા ઇની પીડા ની જગ્યા મ આવે.” 29ઇબ્રાહેંમેં હેંનેં કેંદું, “હેંનં કનેં સેતવણી આલવા હારુ તે મૂસા નું નિયમ અનેં ભવિષ્યવક્તં ની સોપડજ્યી હે, હેંનનેં વેયુ હામળેંનેં પાપ કરવો સુંડ દેંવું જુગે.” 30હેંને કેંદું, “ના, હે બા ઇબ્રાહેંમ, પુંણ અગર કુઇ મરેંલં મહું જીવતું થાએંનેં હેંનં કનેં જાએંનેં હેંનનેં સેતવણી આલે, તે વેયા પાપ કરવો સુંડ દેંહે.” 31ઇબ્રાહેંમેં હેંનેં કેંદું, “ઝર વેયા મૂસા અનેં ભવિષ્યવક્તં ની આજ્ઞા નહેં માનતા, તે ફેંર કુઇ મનખ મરેંલં મહું જીવતું હુંદું થાએં જાએ અનેં હેંનનેં સેતવણી આલે, તે હુંદા વેયા હેંનેં ઇપેર વિશ્વાસ નેં કરે.”

S'ha seleccionat:

લુક 16: GASNT

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió