લૂક 14
14
ફરોશી ટોળાના લોકોને શિક્ષણ
1એક દિવસ જે યહુદી વિશ્રામવારનો દિવસ હતો તઈ ઈસુ ફરોશી ટોળાના લોકોના એક આગેવાનના ઘરે ખાવા ગયો, અને તેઓ એને ધ્યાનથી જોતા હતા. 2અને ન્યા જ ઈસુની હામે એક માણસ હતો જેને હાથ અને પગ હોજી જાય એવી બીમારી હતી. 3ઈસુએ યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકોને જવાબ દેતા કીધું કે, “યહુદી વિશ્રામવારના દિવસે લોકોને હાજા કરવા ઈ હારું છે કે નય?” 4પણ તેઓએ જવાબ આપ્યો નય તઈ ઈસુએ રોગી માણસ ઉપર હાથ રાખ્યો, એને હાજો કરયો, પછી ઈ માણસને મોકલી દીધો. 5ઈસુએ બીજા ફરોશી ટોળાના લોકોને અને યહુદી નિયમના શિક્ષકોને કીધું કે, “જો તમારો દીકરો કે બળદ, યહુદી વિશ્રામવારના દિવસે ખાડામાં પડે, તો શું તમે એને બારે નય કાઢો?” 6ઈસુએ જે કીધું, ઈ વાતનો ઈ લોકો કાય જવાબ દય હક્યાં નય.
મેમાનોની સેવા
7મહેમાનો પોતાની હાટુ ખાસ જગ્યા ગમાડતાં હતાં, ઈ જોયને ઈસુએ એને બધાયને આ દાખલો આપ્યો, 8જઈ તમારામાથી કોય દ્વારા લગનના જમણવારમાં બોલાવવામાં આવ્યા હોય, તો ઈ જગ્યાએ નો બેહતા જ્યાં ખાસ લોકો બેહે. ન્યા થય હકે કે, તમારા કરતાં પણ વધારે મોટો માણસ બોલાવવામાં આવ્યો હોય. 9અને જો જેણે તને અને ઈ બેયને આમંત્રણ આપ્યુ હોય, ઈ આવીને તને કેય કે, આ મોટા માણસને જગ્યા આપો, અને તઈ તારે અપમાનિત થયને, બધાયથી છેલ્લી જગ્યાએ બેહવું પડે. 10પણ જઈ તને કોય આમંત્રિત કરે, તો બધાયથી છેલ્લી જગ્યાએ જયને બેહી જા, તઈ જે માણસ તને આમંત્રિત કરનાર કેય કે, ન્યા ઈ માણસ તમારી પાહે આવીને કેય કે, “આ બાજુની બેઠક ઉપર આવો,” તો બીજા મેમાનો પણ તમને માન આપશે. 11“જે કોય માણસ ઉસો બનવા ઈચ્છે છે, એને નીસો કરવામાં આયશે, અને જે કોય પોતાને નીસો કરશે, એને ઉસો કરાહે.”
12જે ફરોશી ટોળાના લોકોએ આમંત્રણ આપ્યુ હતું, એને કીધું કે, “જઈ તુ રાત દિવસનું નોતર કરે, તઈ તારા ભાઈઓ, કે મિત્રો, કે સબંધીઓ અને માલદાર પાડોહીને નો આપ, ક્યાક એવુ નો થાય કે, તેઓ પણ તમને ઈ નોતરુ આપીને તને તારો બદલો વાળી આપે. 13પણ જઈ તુ જમણવાર આપ, તઈ ગરીબ માણસ, ઠુંઠાઓને, લંગડાઓને અને આંધળાઓને બોલવ. 14જેથી તુ આશીર્વાદિત થાય કેમ કે, આ લોકો પાહે તમને પાછુ આપવા કાય નથી, પણ ન્યાયી માણસો જઈ મરેલામાંથી જીવતા થાહે, તઈ તને પરમેશ્વર વળતર આપશે.”
રાતના ખાવાનો દાખલો
(માથ્થી 22:1-10)
15ઈસુ હારે જે ખાનારા બેઠા હતાં, એમાંથી કોય એક માણસે આ વાત હાંભળીને કીધું કે, “પરમેશ્વરનાં રાજ્યમાં જે ખાવાનું ખાહે ઈ આશીર્વાદિત છે!” 16પણ ઈસુએ એને કીધું કે, એક માણસે રાતનું મોટે પાયે જમણવાર રાખ્યુ, અને ઈ માણસે ઘણાય માણસોને નોતર આપી. 17જઈ ખાવાનો વખત થયો તઈ એણે એના ચાકરને મોકલીને કીધું કે, “કૃપા કરીને હાલો! હવે આવો હમણાં બધુ તૈયાર છે” 18પણ બધાય મેમાનોએ કીધુ કે, અમે નય આવીને બધા બાનું કાઢવા લાગ્યા એકે કીધુ કે, “મે ખેતર વેસાતી લીધું છે, જેથી મારે ન્યા જાવું પડશે; જેથી મને માફ કર.” 19બીજા માણસે કીધું કે, “મે પાંસ જોડ બળદ લીધા છે, તો મારે એને જોવા છે કે, ઈ કેમ હાલે છે કે, નય જેથી હું તને વિનવણી કરું છું કે, તુ મને માફ કર.” 20અને ત્રીજા માણસે કીધું કે, “હમણાં જ મારા લગન થયા છે, જેથી હું આવી હકુ એમ નથી.” 21પછી ચાકર પાછો આવ્યો અને એની હારે જે કાય થયુ, ઈ એના માલિકને કયને હંભળાવ્યું. તઈ ઘરના માલિકે ગુસ્સે થયને પોતાના ચાકરને કીધું કે, “જલ્દી જ, શહેરમાંથી ગરીબ, ટુંડા, લંગડા અને આંધળા માણસોને આયા લીયાવ.” 22ઈ પછી ચાકરે એને કીધું કે, “માલિકે મને જેમ કરવાનું કીધું, એમ જ કરયુ; છતાં હજી માણસો હાટુ જગ્યાઓ છે.” 23માલિકે ચાકરને કીધું કે, “મારગ ઉપર અને ગામની શેરીઓમાં જઈ, માણસોને આગ્રહથી બોલાવતો આવ, હું ઈચ્છું છું કે, મારું ઘર ભરાય જાય. 24હું તને કવ છું, મે જે લોકોને પેલા આમંત્રિત કરયા છે કે, એનામાંથી કોય પણ મારા જમણવાર ખાહે નય.”
ચેલા થાવા વિષે શિક્ષણ
(માથ્થી 10:37-38)
25ઈસુની હારે લોકોનું એક મોટુ ટોળું હાલતું હતું. એણે લોકોની બાજુ ફરીને તેઓને કીધું કે, 26જો કોય પણ મારી પાહે આવે જે એના બાપને, માંને, બાયડીને, બાળકોને, ભાઈઓને અને બહેનોને મારા કરતાં વધારે પ્રેમ કરે છે, ઈ મારો ચેલો નો થય હકે. ઈ પોતાની જાતને પ્રેમ કરે એના કરતાં વધીને મને પ્રેમ કરવો જોયી. 27જે કોય પોતાનો વધસ્થંભ ઉપાડીને મારી વાહે આવતો નથી, ઈ મારો ચેલો થય હક્તો નથી.
28પછી તમારામાંથી કોય મેડો બાંધવા ઈચ્છતા હોવ, તો પેલા બેહીને એમા શું ખરસો થાહે, ઈ હિસાબ કરશે અને પોતાની પાહે કામ પુરુ કરવા પુરતા રૂપીયા છે કે, નય ઈ જોહે. 29જો તમે એવુ નો કરયુ, તો ન્યા પાયો નાખશો, પણ એણે પુરું કરી હકશો નય, તો બધાય જોવા વાળા લોકો એને કયને તમારી ઠેકડી કરશે, 30તેઓ કેય છે કે, “આ માણસે મેડો બાંધવાનું તો ચાલુ કરયુ, પણ પુરું કરી હક્યો નય.” 31ફરી, એવો કોણ રાજા છે, જે કોય એક રાજા બીજા રાજાની હામે લડાય કરવા જવાનો હોય, તઈ બેહીને વિસારી નો લેય કે, જે રાજા વીસ હાજર સિપાયને લયને મારી હામે લડાય કરવા આવે છે, તો હું આ દસ હજાર સિપાયને લયને, એની હારે લડાય કરી હકીશ? કે નય. 32જો ઈ શક્તિશાળી નથી, તો ઈ રાજાને આઘો રેવાથી જે પોતાના સંદેશાવાહકોને મોકલીને તેઓની હારે મેળાપ કરાવવા માગે છે. 33તેવીજ રીતે તમારામાંથી જો કોય પોતાની બધીય વસ્તુનો ત્યાગ કરી દેય, તો ઈ મારો ચેલો થય હકે છે.
સ્વાદ વગરનું મીઠું
(માથ્થી ૫:13; માર્ક 9:50)
34“મીઠું હારું છે, પણ જો મીઠું સ્વાદ વગરનું થાય તો એને હેનાથી ખારું કરશો? 35તો એને જમીન હારું કા તો ખાતર હારુ વાપરી હકાય નય માણસો એને નાખી દેય છે. જે મારી વાતુ હાંભળી હકતા હોય, ઈ કાન દઈને ધ્યાનથી હાંભળે અને હમજે.”
S'ha seleccionat:
લૂક 14: KXPNT
Subratllat
Comparteix
Copia
Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.