લૂક 15

15
ખોવાયેલું ઘેટુ
1બધાય વેરો ઉઘરાવવાવાળા જેઓને લોકો પાપી કેય છે, ઈ લોકો ઈસુની પાહે આવતાં હતાં, જેથી ઈ બધાય એનુ હાંભળે. 2પછી ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ કચકચ કરતાં કેવા મંડયા કે, “જોવ, આ માણસ પાપીઓની હારે મળે છે, અને તેઓની હારે ખાવાનું પણ ખાય છે.”
3પછી ઈસુએ તેઓને આ દાખલો કીધો. 4વિસારો કે, તમારામાથી કોય એકની પાહે હો ઘેટા છે. પણ એમાંથી એક ખોવાય જાય, તો તમે પાક્કી રીતે બાકીના નવ્વાણું ઘેટાઓને વગડામાં એકલા મુકીને, ઈ એક ઘેટાને ગોતવા જાહો. ઈ માણસ જ્યાં હુધી ઈ ખોવાયેલું ઘેટુ પાછુ નય મળે, ન્યા હુધી એને ગોતવાનું સાલું રાખશે. 5જઈ ઈ ઘેટુ ઝડે છે, તઈ ઈ રાજી થાય છે અને ઈ માણસ ઈ ઘેટાને એના ખંભે બેહાડીને ઘરે લય જાય છે. 6ઘરે આવીને ઈ પોતાના મિત્રો અને એના પાડોશીઓને બોલાવે છે, અને તેઓને કેય છે કે, મારી હારે આનંદ કરો, કારણ કે, “મને મારા ઘેટામાનું ખોવાયેલું ઘેટુ પાસુ જડી ગયુ છે.” 7હું તમને કવ છું કે, ઈજ પરમાણે નવ્વાણું ન્યાયીઓ જેઓને પસ્તાવાની જરૂર નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે છે, એની લીધે સ્વર્ગમા આનંદ થાહે.
ખોવાયેલો સિકકાનો દાખલો
8તમે વિસારો કે, એક બાય પાહે દસ ચાંદીના સિકકા હોય, પણ તેઓમાંનું એક ખોવાય જાય; તઈ ઈ દીવો હળગતો લયને ઘર સાફ કરશે, અને જ્યાં હુંધી એને ઈ સિક્કો જડી નો જાય, ન્યા હુંધી એને હારી રીતે ગોતશે. 9અને જઈ એને ખોવાયેલો સિક્કો મળે છે, તઈ ઈ એની બેનપણીઓ અને પાડોશીને ભેગી કરીને કેહે કે, મારી હારે આનંદ કરો, કારણ કે, મને મારો ખોવાયેલો સિક્કો જડી ગયો છે. 10હું તમને કવ છું કે; “ઈ જ રીતે જઈ પાપી માણસ પાપોથી પસ્તાવો કરે છે, તઈ સ્વર્ગદૂતો પરમેશ્વરની હામે રાજી થાય છે.”
ખોવાયેલા દીકરાનો દાખલો
11ફરી ઈસુએ એક બીજો દાખલો દીધો કે, કોય એક માણસને બે દીકરા હતા. 12તેઓમાંના નાના દીકરાએ એના બાપને કીધુ કે, “હે બાપ, મને મારા વારસાનો ભાગ આપી દે.” જેથી એના બાપે બે દીકરાઓને મિલકતના ભાગ પાડી દીધા. 13થોડાક દિવસ પછી, એનો નાનો દીકરો એનુ બધુય ભેગુ કરીને બીજા દેશમા વયો ગયો, અને ન્યા મોજ-મજામાં પોતાની બધીય મિલકત વેડફી નાખી. 14અને એણે બધુય વાપરી નાખુ હતું, પછી ઈ દેશમાં બોવ દુકાળ પડયો અને એને તંગી પડવા લાગી. 15ઈ હાટુ ઈ દેશના એક માણસને ન્યા કામ કરવા ગયો, ઈ માણસે પોતાના ખેતરોમા ડુંકરા સરાવાનું કામ હોપ્યું. 16અને ઈ એટલો બધો ભૂખ્યો હતો કે, જે શીંગો ડુંકરા ખાતા હતાં, ઈ શીંગો ખાયને પોતાનુ પેટ ભરી લવ એમ મનમા થાતું હતું કેમ કે, એને કોય પણ ખાવાનું કાય આપતા નોતા. 17જઈ ઈ ભાનમાં આવ્યો અને ન્યા, મારા બાપના ઘરે બધાય નોકરોને ભરપૂર ખાવાનું મળે છે, પણ હું તો આયા ભૂખે મરું છું 18હું આયથી ઉભો થયને, મારા બાપ પાહે જાય, અને હું કેય કે, હે બાપ મે પરમેશ્વરની વિરુધ અને તારી વિરુધ પાપ કરયુ છે. 19હવે, હું તારો દીકરો કેવાને લાયક રયો નથી, પણ તુ મને તારો ચાકર ગણીને રાખ.
20પછી ઈ દીકરો, ઈ દેશ છોડીને એના બાપ પાહે જાવા હાટુ હાલતો થયો, જઈ ઈ દીકરો હજી ઘણોય આઘો હતો, તઈ એના બાપે એને આવતો જોયો, એને એના દીકારા ઉપર દયા આવી, અને જેથી ઈ એના દીકરા પાહે ધોડીને ગયો એને બથ ભરી લીધી અને એને સુંબન કરયુ. 21દીકરાએ કીધું કે, હે બાપ મે પરમેશ્વર અને તારી વિરુધ પાપ કરયુ છે, હવે હું તારો દીકરો કેવાને લાયક રયો નથી. 22પણ બાપે ચાકરોને કીધું કે, જલ્દીથી હારામાં હારા લુગડા કાઢીને એને પેરાવો, અને એને આંગળીમાં હારી લાગે એવી વીટી અને પગમાં જોડા હારા લાગે ઈ પેરાવો, 23એક વાછડા લીયાવીને કાપો જેથી આપડે ખાયી અને રાજી થાયી. 24કેમ કે, મારો દીકરો મરી ગયો હોય એવુ લાગતું હતું, હવે ઈ ફરીથી જીવતો થયો છે; આયા ખોવાય ગયો હતો, ઈ હવે પાછો જડયો છે, જેથી તેઓ આનંદ કરવા લાગ્યા.
25ઈ વખતે મોટો દીકરો ખેતરમાં કામ કરતો હતો, ઈ ઘર પાહે આવી ગયો, તઈ એણે સંગીત અને નાસવાનો અવાજ હાંભળો. 26જેથી એના મોટા દીકારાએ એક નોકરને બોલાવી એને પુછું કે, “આ બધુય શું છે?” 27ચાકરે એને કીધું કે, “તારો ભાઈ પાછો ઘરે આવ્યો છે, અને તારા બાપે એક વાછડા લીયાવીને એનુ જમણવાર તયાર કરયુ છે, કારણ કે, તારા બાપને હાજે હારો પાછો મળ્યો છે.” 28પણ આ હાંભળીને મોટો દીકરો ગુસ્સે થયો, અને ઈ ઘરની અંદર જાવા રાજી નોતો: જેથી એનો બાપ બારે આવીને એને ઘરની અંદર આવવાની વિનવણી કરવા લાગ્યો. 29મોટા દીકરાએ એના બાપને કીધુ કે, મે ઘણાય વરહ હુધી એક ગુલામની જેમ તારી સેવા કરી છે, મે સદાય તારી આજ્ઞાનું પાલન કરયુ છે, પણ તે કોય દિવસ મારી હાટુ કાય પણ હારુ નથી કરયું, જેથી હું મારા ભાઈ-બંધ હારે જમણવાર કરૂ. 30પણ તારા આ છોકરાએ વેશ્યાઓ હારે તારા બધાય રૂપીયા વેડફી દીધા, ઈ ઘરે આવે છે, તઈ તે એની હાટુ એક વાછડો લીયાવીને એનુ જમણવાર તૈયાર કરયુ છે. 31પણ બાપે એને કીધુ કે, “મારા છોકરા, તુ સદાય મારી હારે છે; અને મારી પાહે જે છે ઈ બધુય તારું જ છે. 32પણ, હવે આપડે આનંદ કરવો અને રાજી થાવુ જોયી કેમ કે, જે ભાઈ મરી ગયો હોય એવુ લાગતું હતું, પણ હવે ઈ પાછો જીવતો થયો હોય એવું લાગે છે; જે ખોવાય ગયો હતો, પણ હવે ઈ પાછો મળી ગયો છે.”

S'ha seleccionat:

લૂક 15: KXPNT

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió