લૂક 9

9
ઈસુ દ્વારા બાર ગમાડેલા ચેલાઓને મોકલવા
(માથ્થી 10:5-15; માર્ક 6:7-13)
1ઈસુએ પોતાના બાર ચેલાઓને પોતાની પાહે બોલાવીને તેઓને બધીય મેલી આત્માઓને કાઢવા અને રોગ મટાડવા હાટુ પરાક્રમ અને અધિકાર દીધો. 2અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરવા, અને માંદાઓને હાજા કરવા મોકલ્યા. 3ઈસુએ તેઓને કીધુ કે, “મારગને હારું તમે કાય પણ લેતા નય: બડો નય જોળી નય, રોટલો નય કે નાણું નય વળી બબ્બે ઝભ્ભા પણ નય.” 4જે ઘરમાં તમે ઘરો, ઈજ ઘરમાં રયો, જ્યાં હુધી તમે ઈ જગ્યા છોડો નય. 5“જે કોય તમને આવકારે નય, તો ઈ નગરમાંથી નીકળતા જ તેઓની વિરુધ સાક્ષી હાટુ તમારા પગની ધૂળ ખખેરી નાખો. કેમ કે, તેઓને આ સેતવણી દેવા હાટુ કે, પરમેશ્વર તરફથી આવનારા દંડના તેઓ પોતે જ જવાબદાર છે.” 6પછી ઈસુના ચેલાઓ ન્યાથી નીકળીને ઘણાય ગામડાઓમાં ગયા. જ્યાં પણ ઈ લોકો ગયા, તેઓએ લોકોને પરમેશ્વર તરફથી હારા હમાસાર વિષે બતાવું અને માંદા લોકોને હાજા કરયા.
હેરોદ રાજાની મૂંઝવણ
(માથ્થી 14:1-12; માર્ક 6:14-29)
7હવે હેરોદ ગાલીલ જિલ્લાનો રાજા હતો, જે કાય થાતું હતું એની વિષે બધુય હાંભળીને ઈ મુજવણમાં હતો કેમ કે, કેટલાક લોકો કેતા હતાં કે, યોહાન જળદીક્ષા દેનાર પાછો જીવતો થયો છે. 8પણ કેટલાક કેતા હતાં કે, “એલિયા પરગટ થયો છે.” અને બીજાઓએ કીધું કે, “જુના આગમભાખનારામાંથી એક પાછો જીવી ઉઠયો છે.” 9હેરોદ રાજાએ કીધું કે, “મે યોહાન જળદીક્ષા દેનારનું માથું કપાવી નાખ્યુ હતું, પણ જેના સબંધી હું આવી વાતો હાંભળુ છું, ઈ કોણ છે?” અને એણે એને જોવાની કોશીશ કરી.
પાસ હજાર લોકોને ખવડાવવું
(માથ્થી 14:13-21; માર્ક 6:30-44; યોહ. 6:1-14)
10ગમાડેલા ચેલાઓએ પાછા આવીને જે જે તેઓએ કરયુ હતું ઈ તેઓએ ઈસુને કીધું. ઈસુ તેઓને તેડીને બેથસાઈદા નામના શહેરમાં એકાંતમાં ગયા. 11ઈ જાણીને ઘણાય લોકોની ગડદી ઈસુની વાહે ગય. અને તેઓને મળીને પરમેશ્વરનાં રાજ્યના વિષે વાત કરી, અને જે માંદાઓમાંથી હાજા થાવા માગતા હતાં, તેઓને એણે હાજા કરયા.
12જઈ દિવસ આથમવા લાગો તઈ બાર ચેલાઓએ આવીને એને કીધું લોકોને વિદાય કરો કે તેઓ આજુ-બાજુના ગામોમાં અને પરામાં જયને ખાવાનું વેસાતું લય આવે કેમ કે આપડે આયા ઉજ્જડ જગ્યાએ છયી. 13પણ ઈસુએ તેઓને કીધુ કે, “તમે જ આ લોકોને ખાવાનું આપો.” પણ તેઓએ ઈસુને કીધું કે, “અમારી પાહે પાંસ રોટલી અને બે જ માછલી છે એની સિવાય બીજુ કાય નથી; પણ હા, જો અમે જયને આ બધાય લોકો હાટુ ખાવાનું વેસાતું લીયાવી, તો આપી હકાય.” 14કેમ કે, તેઓ આશરે પાસ હજાર માણસો હતા. એટલે એણે એના ચેલાઓને કીધું કે, “તેઓને પસાસ-પસાસની પંગતમાં બેહાડો.” 15ચેલાઓએ એમ જ કરયુ અને ખાવા હાટુ બધાયને બેહાડી દીધા. 16તઈ ઈસુએ પાસ રોટલી અને બે માછલી લયને, સ્વર્ગ તરફ જોયને પરમેશ્વરનો આભાર માન્યો, અને રોટલીઓ ભાંગીને લોકોને પીરસવા હાટુ એના ચેલાઓને દેતો ગયો. 17જેથી ઈ બધાય લોકો ખાયને ધરાણા, અને પછી ચેલાઓએ રોટલી અને માછલીઓના વધેલા ટુકડાઓ ભેગા કરીને બાર ટોપલીઓ ભરી.
ઈસુ વિષે પિતરની કબુલાત
(માથ્થી 16:13-19; માર્ક 8:27-29)
18ઈસુ એકલો પ્રાર્થના કરતો હતો, તઈ એના ચેલાઓ એની હારે હતાં, અને એણે પોતાના ચેલાઓને પુછયું કે, “લોકો મારી વિષે શું કય રયા છે?” 19ચેલાઓએ જવાબ દીધો કે, “યોહાન જળદીક્ષા દેનાર છે પણ કેટલા લોકો એમ કેય છે કે, તું એલિયા આગમભાખીયો છો કોય કેય છે કે, તું આગમભાખનારામાંથી એક છો, જે પાછો જીવી ઉઠયો છે.” 20ઈસુએ એને પુછયું કે, “પણ હું કોણ છું, ઈ વિષે તમે શું કયો છો?” પિતરે જવાબ આપ્યો કે, “પરમેશ્વરનો મસીહ.”
ઈસુના મૃત્યુ અને દુખની પેલી આગાહી
21તઈ ઈસુએ ચેલાઓને કડક સેતવણી આપીને કીધું કે, “મારા વિષે કોયને કાય કેવું નય.” 22અને ઈસુએ તેઓને કીધું કે, “હું માણસનો દીકરો બોવ દુખ ભોગવું અને આ હોતન જરૂરી છે, વડીલો અને મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો મને નકામો જાણીને મારી નાખે અને હું ત્રીજા દિવસે પાછો જીવતો ઉઠી જાવ.”
ઈસુની પાછળ હાલવા નો મતલબ
(માથ્થી 16:21-28; માર્ક 8:30-9:1)
23એણે બધાયને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.” 24કેમ કે, જે કોય માણસ પોતાનું જગતનું જીવન બસાવવા ઈચ્છે છે ઈ એને ગુમાયશે પણ જે કોય મારા લીધે પોતાનો જીવ ગુમાયશે ઈ એને બસાયશે 25એક માણસને શું લાભ જો ઈ આખા જગતને મેળવે પણ પરમેશ્વર હારેનું અનંતજીવન ખોય નાખે? 26કેમ કે જે કોય મારે લીધે અને મારી વાતોને લીધે લજવાહે; એને લીધે જઈ માણસનો દીકરો પોતાના અને બાપના અને, પવિત્ર સ્વર્ગદુતોની મહિમામાં આયશે તઈ ઈ લજવાહે. 27પણ, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા માણસના દીકરાને પરમેશ્વરનાં રાજ્યમાંથી આવતો જોહે.”
ઈસુનું રૂપાંતર
(માથ્થી 17:1-8; માર્ક 9:2-8)
28ઈ વાતો કીધી એનાં છ દિવસ પછી ઈસુ પિતર, યોહાન, યાકુબને લયને તેઓ પ્રાર્થના કરવા ઉસા ડુંઘરા ઉપર ગયા. 29હવે એમ થયુ કે, જઈ ઈસુ પ્રાર્થના કરતો હતો તઈ એના મોઢાનું રૂપ બદલાય ગયુ. અને એના લુગડા બોવ જ ઉજળા થય ગયા. 30અને જોવ ઈ બેય આગમભાખીયા મુસા અને એલિયા ઈસુની હારે વાતો કરતાં તેઓને દેખાણા. 31મુસા અને એલિયા મહિમાવાન દેખાતા હતાં યરુશાલેમમાં ઈસુનું મરણ થાવાનુ હતું એની વિષે વાત કરતાં હતાં 32હવે પિતર અને બીજા ચેલાઓ જે ઈસુની હારે હતાં, તેઓ નિંદરથી ઘેરાયેલા હતાં; પણ જઈ એની નિંદર ઉડી ગય, તઈ તેઓએ ઈસુની મહિમા જોય અને એની હારે ઉભા ઈ બે માણસોને પણ જોયા. 33તઈ એની પાહે જાવા લાગ્યા હતાં, તઈ પિતરે ઈસુને કીધું કે, “હે ગુરુ, આયા રેવું આપડી હાટુ હારૂ છે; જેથી તુ કે, તો આયા ત્રણ માંડવા બાંધી, એક તારી હાટુ, એક મુસાની હાટુ અને એક એલિયાની હાટુ.” ઈ જાણતો નોતો ઈ શું કય રયો છે. 34જઈ ઈ બોલતો હતો એટલામાં એક વાદળ આવ્યું એણે એની ઉપર છાયો કરો તેઓ વાદળામાં અંદર ઘરયા તઈ ચેલાઓ બીય ગયા. 35વાદળામાંથી એવી વાણી થય કે આ મારો દીકરો છે મારો પસંદ કરેલો એનુ હાંભળો 36ઈ વાણી થયા પછી એકલા ઈસુને જોયો, અને તેઓ સુપ રયા, તેઓએ જે જે જોયું હતું, એની કોય વાત ઈ દિવસોમાં કોયને કીધી નય.
દુષ્ટાત્મા વળગેલા છોકરાને ઈસુ હાજો કરે છે
(માથ્થી 17:14-18; માર્ક 9:14-27)
37અને જઈ તેઓ બીજે દિવસે ડુંઘરા ઉપરથી ઉતરા, તઈ ઘણાય લોકોની મોટી ગડદી તેઓને આવીને મળી. 38અને જોવ, ગડદીમાંથી એક માણસે મોટા અવાજે રાડ પાડીને કીધું કે, “ગુરુ, હું તને વિનવણી કરું છું કે, મારા દીકરાને મદદ કર; કેમ કે, ઈ મારો એકનો એક દીકરો છે. 39અને જોવ, એક મેલી આત્મા એણે વળગે છે, અને ઈ એકા-એક હાદ પાડે છે; અને ઈ એને મવડી નાખે છે કે, એના મોઢામાંથી ફીણ કાઢે છે, અને છૂંદી નાખે છે, અને માંડ-માંડ કરીને મુકે છે, 40એને કાઢવાની મે તારા ચેલાઓને ઘણીય વિનવણી કરી, પણ તેઓ એને કાઢી હક્યાં નય.” 41પછી ઈસુએ એને જવાબ આપતા કીધુ કે, “આ પેઢીના લોકો વિશ્વાસ નથી કરતાં અને ઈ હાટુ તમારા વિસારો ભુંડા છે! ક્યા હુધી હું તમારી હારે રેય અને તમારું સહન કરય? પછી એણે દીકરાના બાપને કીધુ કે, તારા દીકરાને આયા લાવ.” 42ઈ આવતો હતો એટલે મેલી આત્માને એને પછાડીને એણે એને મવડો, પણ ઈસુએ એને ધમકાવો, અને છોકરાને હારો કરયો અને એના બાપને હોપ્યો. 43તઈ એના ચેલાઓ અને બધાય લોકો પરમેશ્વરનાં મહાપરાક્રમથી નવાય પામ્યા, પણ જઈ તેઓ બધાય ઈ કામોથી જે ઈ કરતો હતો, નવાય પામ્યા હતા.
પોતાના મોતની વિષે બીજી આગમવાણી
(માથ્થી 17:22-23; માર્ક 9:30-32)
44આ વચનો તમે ધ્યાનથી હાંભળો અને મનમા ઉતારવા દયો કેમ કે, “હું, માણસના દીકરાને વેરીઓના હાથમાં હોપાયશે.” 45પણ આ વાત તેઓની હમજણમાં નો આવી, ઈ હાટુ તેઓથી ઈ વાત ખાનગી રાખી કે, તેઓ ઈ હમજે નય. ઈ સબંધી ઈસુને પૂછવાથી બીતા હતા.
બધાયથી મોટો કોણ
(માથ્થી 18:1-5; માર્ક 9:33-37)
46ચેલાઓમાં વાદ-વિવાદ થાવા લાગ્યો, કે, આપડામાંથી મોટો કોણ છે? 47પછી ઈસુએ તેઓના મન જાણીને એક બાળકને લયને પોતાની પાહે ઉભો રાખ્યો, 48પછી ઈસુએ તેઓને કીધું કે, “જો કોય આ બાળકોને મારા નામથી સ્વીકાર કરે છે, તો ઈ મારો સ્વીકાર કરે છે, અને જે કોય મારો સ્વીકાર કરે છે, ઈ મારો સ્વીકાર જ નય, પણ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે, કેમ કે, તમારામા જે નાનામાં નાનો છે, ઈ જ બધાયથી મોટો છે.”
તમારી વિરુધ નથી, ઈ તમારી હારે છે
(માર્ક 9:38-40)
49તઈ યોહાને કીધું કે, “હે ગુરુ, અમે કોય એક માણસને તારા નામનો અધિકાર વાપરીને મેલી આત્માને કાઢતા જોયો અમે એને ના પાડવા લાગ્યા, ઈ હાટુ કે, ઈ આપડા જેવા ચેલાઓમાંથી નોતો.” 50પછી ઈસુએ એને કીધું કે, “એને ના પાડવી નય, કેમ કે જે કોય તમારી વિરુધ નથી ઈ તમારી હારે છે.”
એક સમરુન ગામ ઈસુને આવકારતું નથી
51હવે એમ થયુ કે, ઈસુને ઉપર લય લેવાના દિવસો પુરા થાવા આવ્યા, તઈ એણે યરુશાલેમ જાવા હાટુ પોતાના મનમા મક્કમ નિર્ણય કરયો. 52તઈ એણે પોતાની આગળ સંદેશાવાહકને મોકલ્યા, ઈ સમરૂન પરદેશના એક ગામમાં ગયા કે, ઈસુની હાટુ જગ્યા તૈયાર કરો. 53તેઓએ એનો આવકાર કરયો નય કેમ કે, ઈ યરુશાલેમ શહેર જાતો હતો. 54જઈ એના બે ચેલાઓ યાકુબ અને યોહાને ઈ હાંભળુ તઈ તેઓએ કીધું કે, “પરભુ, શું તુ ઈચ્છે છે કે, અમે પરમેશ્વરને કેહુ કે, ઈ આ લોકોનો નાશ કરવા હાટુ સ્વર્ગથી નીસે આગ મોકલે?” 55પણ ઈસુએ પાછા ફરીને તેઓને ધમકાવ્યાં 56પછી તેઓ બીજે ગામ ગયા.
હાસા ચેલા નું લક્ષણ: પુરેપુરો ત્યાગ.
(માથ્થી 8:19-22)
57તેઓ મારગે હાલતા હતાં, તેવામાં કોય એકે ઈસુને કીધું કે, “જ્યાં ક્યાય તું જાય ન્યા તારી વાહે હું આવય.” 58ઈસુએ એને કીધું કે, “શિયાળયાને બખોલીયા હોય છે, આભના પંખીડાઓને માળા હોય છે, પણ માણસના દીકરાને એકેય એવું ઘર નથી જ્યાં હું હુઈ હકુ.” 59એક બીજા માણસે ઈસુને કીધુ કે, “હે પરભુ, પેલા મને ઘરે જાવા દયો કે, હું જયને, મારા બાપને મરયા પછી દાટી દવ અને પછી હું તારો ચેલો બનય.” 60ઈસુએ એને કીધુ કે, “મરેલાઓને પોતાના મરેલાઓને દાટવા દે પણ તુ જયને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કર.” 61એક બીજાએ હોતન કીધું કે, “પરભુ, હું તારી વાહે આવય; પણ પેલા જેઓ મારા ઘરે છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા દયો.” 62પણ ઈસુએ જવાબ દીધો કે, “જે કોય હળ ઉપર હાથ મુકયા પછી વાહે નો જોતો હોય, ઈ પરમેશ્વરનાં રાજ્યને લાયક છે.”

S'ha seleccionat:

લૂક 9: KXPNT

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió