Logótipo YouVersion
Ícone de pesquisa

યોહાન 1

1
વસન માણસ અવતાર થાયુ
1દુન્ય બણવા થી પેલ વસન હેંતું, અનેં વસન પરમેશ્વર નેં હાતેં હેંતું, અનેં વસન પરમેશ્વર હેંતો. 2ઇયુસ વસન દુન્ય બણવા થી પેલ પરમેશ્વર નેં હાતેં હેંતું. 3હેંનેંસ દુવારા દુન્ય બણી, અનેં ઝી કઇ બણાવેંલું હે, આખી દુન્ય મ હેંનેં વગર કઇસ ઇયે નહેં બણ્યુ. 4હેંનેં મ જીવન હેંતું, અનેં વેયુ જીવન મનખં કનેં ઇજવાળું લાયુ. 5વેયુ ઇજવાળું ઇન્દારા મ ભભળે હે, અનેં ઇન્દારું હેંનેં ઉંલવેં નેં સક્યુ.
6પરમેશ્વરેં યૂહન્ના નામ ના એક માણસ નેં મુંકલ્યો. 7વેયો મનખં નેં ઇજવાળા ના બારા મ ગવાહી આલવા હારુ આયો, એંતરે કે બદ્દ હીની ગવાહી હામળે અનેં હેંનેં દુવારા ઇજવાળા ઇપેર વિશ્વાસ કરે. 8યૂહન્ના પુંતે તે ઇજવાળું નેં હેંતો, પુંણ હેંના ઇજવાળા ની ગવાહી આલવા હારુ આયો હેંતો.
9હાસું ઇજવાળું વેયુ હે, ઝી દુન્ય ન બદ્દ મનખં નેં ઇજવાળું આલે હે, વેયો દુન્ય મ આવવા નો હેંતો. 10વેયો દુન્ય મ હેંતો, અનેં દુન્ય હેંનેં દુવારા બણાવા મ આવી, તે હુંદું દુન્ય ન મનખંવેં હેંનેં નહેં વળખ્યો. 11વેયો પુંતાનં મનખં કનેં આયો, પુંણ હેંનેં પુંતાનં મનખંવેં ગરહણ નહેં કર્યો. 12પુંણ ઝેંતરવેં હેંનેં ગરહણ કર્યો, અનેં હેંના નામ ઇપેર વિશ્વાસ કર્યો હેંનં બદ્દનેં પરમેશ્વર ન બેંટા-બીટી થાવા નો અધિકાર આલ્યો. 13વેય નેં તે આઈ-બા ની મરજી થી, અનેં નહેં મનખં ના શરીરિક સબંધ થકી, અનેં નેં કુઇ માણસ ની અસ્યા થકી, પુંણ પરમેશ્વર ની અસ્યા થકી પેદા થાય હે.
14અનેં વસન એક માણસ બણ્યો, અનેં અનુગ્રહ અનેં હાસ થકી ભરપૂર થાએંનેં મનખં ના વસ મ વઇહો, અનેં હમવેં હીની ઇવી મહિમા ભાળી, ઝેંમ પરમેશ્વર ની તરફ થી આવેંલા એક ના એક બેંટા ની મહિમા. 15યૂહન્નાવેં હેંના બારા મ ગવાહી આલી, અનેં પોંકાર પાડેંનેં કેંદું, “આ વેયોસ હે, ઝેંના બારા મ મેંહ વતાડ્યુ હેંતું, કે ઝી મારા પસી આવેં રિયો હે, વેયો માર થી વદેંનેં હે, કેંમકે વેયો મારી કરતં હુંદો પેલ હેંતો.” 16કેંમકે હેંના અનુગ્રહ ની ભરપૂરી મહું આપેં બદ્દવેં આશિષ ઇપેર આશિષ#1:16 અનુગ્રહ મેંળવી. 17એંતરે હારુ કે નિયમ તે મૂસા નેં દુવારા આલવા મ આયુ હે, પુંણ પરમેશ્વરેં ઇસુ મસીહ નેં દુવારા અનુગ્રહ અનેં હાસ વતાડી. 18પરમેશ્વર નેં કઇના યે મનખેં નહેં ભાળ્યો, બેંટો ઝી પુંતે પરમેશ્વર હે, અનેં ઝી પરમેશ્વર બા નેં નજીક હે, ખાલી હેંનેસ પરમેશ્વર નેં પરગટ કર્યો.
યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા ની ગવાહી
(મત્તિ 3:1-12; મર. 1:1-8; લુક. 3:1-18)
19યૂહન્ના ની ગવાહી આ હે, કે ઝર યહૂદી મનખં ન અગુવએં યરુશલેમ સેર થી યાજકં નેં અનેં લેવી માણસં નેં યૂહન્ના કનેં એંમ પૂસવા હારુ મુંકલ્યા, કે “તું કુંણ હે?” 20તે યૂહન્નાવેં હેંનનેં સાફ રિતી થી કેંદું, કે “હૂં મસીહ નહેં.” 21તર હેંનવેં હેંનેં પૂસ્યુ, “તે ફેંર તું કુંણ હે? હું તું એલિય્યાહ ભવિષ્યવક્તા હે?” હેંને જવાબ આલ્યો, “હૂં વેયો નહેં,” તે હું તું વેયો ભવિષ્યવક્તા હે, ઝી આવવા વાળો હે? હેંને જવાબ આલ્યો, “હૂં વેયો હુંદો નહેં.” 22તર હેંનવેં હેંનેં ફેંર પૂસ્યુ, તે ફેંર તું કુંણ હે? કે ઝેંનવેં હમનેં મુંકલ્યા હે, હેંનનેં જવાબ આલેં સકજ્યે, કે તું પુંતાના બારા મ હું કે હે? 23યૂહન્નાવેં જવાબ આલ્યો, “ઝેંવું યશાયાહ ભવિષ્યવક્તાવેં કેંદું હે, હૂં ઉજોડ જગ્યા મ એક પોંકાર પાડવા વાળા નો શબ્દ હે, કે પ્રભુ નો રસ્તો હિદો કરો.”
24અમુક માણસં નેં પૂસ-પરસ કરવા હારુ ફરિસી ટુંળા ન માણસંવેં મુંકલ્યા હેંતા. 25હેંનવેં યૂહન્ના નેં એંમ સવાલ પુસ્યો, “અગર તું મસીહ નહેં, અનેં નહેં એલિય્યાહ, અનેં વેયો ભવિષ્યવક્તા હુંદો નહેં, તે ફેંર બક્તિસ્મ હુંકા આલે હે?” 26યૂહન્નાવેં હેંનનેં જવાબ આલ્યો, “હૂં તે તમનેં પાણેં થી બક્તિસ્મ આલું હે, પુંણ તમારી વસ મ એક માણસ ઇબો હે ઝેંનેં તમું નહેં જાણતં, 27ઇયો વેયોસ હે, ઝી મારા પસી આવવા વાળો હે, હૂં તે નમેંનેં એક નોકર નેં જેંમ હેંનં કાહડં ન નાડં સુંડવા ને લાએંક હુંદો નહેં.” 28આ વાતેં યરદન નદી નેં પાર બેતનિય્યાહ ગામ મ થાઈ, ઝાં યૂહન્ના મનખં નેં બક્તિસ્મ આલતો હેંતો.
ઇસુ પરમેશ્વર નું ઘેંઠું હે
29બીજે દાડે યૂહન્નાવેં ઇસુ નેં પુંતાનેં હામેં આવતં ભાળેંનેં કેંદું, “ભાળો, આ પરમેશ્વર નું ઘેંઠું હે, ઝી દુન્ય ન મનખં ના પાપ સિટી કરે હે.” 30આ વેયોસ હે ઝેંના બારા મ હૂં કેંતો હેંતો, “એક માણસ મારા પસી આવે હે, ઝી મારી કરતં મહાન હે, કેંમકે વેયો મારી કરતં હુંદો પેલ હેંતો, 31હૂં તે હેંનેં વળખતો નેં હેંતો, કે વેયો મસીહ હે. પુંણ એંતરે હારુ હૂં પાણેં થી બક્તિસ્મ આલતો જાએંનેં આયો કે ઇસરાએંલ દેશ ન મનખં નેં એંમ વતાડવા હારુ કે વેયો કુંણ હે.” 32અનેં યૂહન્નાવેં એંમ ગવાહી આલી, મેંહ પવિત્ર આત્મા નેં કબૂતર નેં જેંમ આકાશ થી ઉતરતં ભાળ્યો હે, અનેં વેયો હેંનેં ઇપેર રુંકાયો. 33હૂં તે હેંનેં વળખેં નેં સક્યો કે વેયો મસીહ હે, પુંણ ઝેંને મનેં મનખં નેં પાણેં થી બક્તિસ્મ આલવા હારુ મુંકલ્યો હેંને મનેં કેંદું, “ઝેંનેં ઇપેર તું પવિત્ર આત્મા નેં ઉતરતં અનેં રુંકાતં ભાળે, વેયો પવિત્ર આત્મા થી બક્તિસ્મ આલવા વાળો હે. 34અનેં મેંહ ભાળ્યો, અનેં હૂં તમનેં હાસ્સું કું હે, કે ઇયોસ પરમેશ્વર નો બેંટો હે.”
ઇસુ ના પેલા સેંલા
35બીજે દાડે યૂહન્ના ફેંર પુંતાનં બે સેંલંનેં હાતેં ઇબો હેંતો. 36તર હેંને ઇસુ નેં જાતં ભાળ્યો, તે હેંને પુંતાનં સેંલંનેં કેંદું, “ભાળો, આ પરમેશ્વર નું ઘેંઠું હે.” 37તર વેયા બે સેંલા હીની વાત હામળેંનેં ઇસુ નેં વાહે સાલેં જ્યા. 38ઇસુવેં વાહે ફરેંનેં હેંનનેં પુંતાનેં વાહેડ આવતં ભાળ્યા તે હેંનન કેંદું, “તમું કેંનેં જુંવો હે?” હેંનવેં હેંનેં પૂસ્યુ, “હે ગરુ#1:38 રબ્બી, તું કાં રે હે?” 39ઇસુવેં હેંનન જવાબ આલ્યો, “સાલો, અનેં ભાળ લો” તર હેંનવેં જાએંનેં હીની રેંવા ની જગ્યા ભાળી અનેં હેંને દાડે હેંનેં હાતેં રિયા, વેયો લગ-ભગ હાંજ ના સ્યાર વાગ્યા નો ટાએંમ હેંતો.
40ઝી બે સેંલા યૂહન્ના ની વાત હામળેંનેં ઇસુ નેં વાહે જ્યા હેંતા, હેંનં મનો એક શમોન પતરસ નો ભાઈ અન્દ્રિયાસ હેંતો. 41હેંને બદ્દ કરતં પેલ પુંતાના ભાઈ શમોન નેં જુંએં લેંદો, અનેં હેંને કેંદું, “હમનેં ખ્રિસ્ત, એંતરે મસીહ, મળેંજ્યો હે.” 42અનેં અન્દ્રિયાસ શમોન નેં ઇસુ કનેં લેંજ્યો. ઇસુવેં હેંનેં ધિયાન થી ભાળેંનેં પૂસ્યુ, “તું યૂહન્ના નો બેંટો શમોન હે, તું કૈફા મતલબ પતરસ કેંવાહેં.”
ઇસુ ફિલિપ્પુસ અનેં નતનએલ નેં બુંલાવે હે
43બીજે દાડે ઇસુવેં ગલીલ પરદેશ મ જાવાનું નકી કર્યુ, તર વેયો ફિલિપ્પુસ નેં મળ્યો અનેં હેંનેં કેંદું, “મારો સેંલો બણેં જા.” 44ફિલિપ્પુસ, અન્દ્રિયાસ અનેં પતરસ તાંણ યે બૈતસૈદા ગામ ના રેંવાસી હેંતા. 45ફિલિપ્પુસ, નતનએલ નેં મળ્યો અનેં હેંનેં કેંદું, “હમનેં વેયો માણસ મળેંજ્યો હે, ઝેંના બારા મ મૂસા ના નિયમ મ અનેં ભવિષ્યવક્તંવેં લખ્યુ હેંતું, વેયો નાજરત ગામ ના યૂસુફ નો સુંરો ઇસુ હે.” 46નતનએલેં હેંનેં પૂસ્યુ, “હું કઇ અસલ ની વસ્તુ હુદી નાજરત ગામ મહી નકળેં સકે હે?” ફિલિપ્પુસેં હેંનેં જવાબ આલ્યો, “આવેંનેં ભાળ લે.” 47ઇસુવેં નતનએલ નેં પુંતાનેં હામો આવતં ભાળેંનેં હેંના બારા મ કેંદું, “ભાળો, આ ઇસરાએંલ ની પીઢી નો હાસો માણસ હે, એંનેં મ કઇ દુતાઈ નહેં.” 48નતનએલેં હેંનેં પૂસ્યુ, “તું મનેં કેંકેંમ વળખેં હે?” ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, “ફિલિપ્પુસેં તનેં બુંલાયો, એંનેં કરતં પેલ તું અંજીર ના ઝાડ નેં નિસં હેંતો, તર મેંહ તનેં ભાળ્યો હેંતો.” 49તર નતનએલેં હેંનેં જવાબ આલ્યો, “હે ગરુ, તું પરમેશ્વર નો બેંટો હે, તું ઇસરાએંલ દેશ નો મહારાજા હે.” 50ઇસુવેં હેંનેં કેંદું, “મેંહ તનેં કેંદું કે મેંહ તનેં અંજીર ના ઝાડ નેં નિસં ભાળ્યો હેંતો, હું તું એંતરે હારુ વિશ્વાસ કરે હે? તું એંનેં કરતં મુંટં-મુંટં કામં ભાળહે.” 51ફેંર ઇસુવેં હેંનેં કેંદું, “હૂં તમનેં હાસું-હાસું કું હે કે તું હરગ નેં ખોલાએંલું, અનેં પરમેશ્વર ન હરગદૂતં નેં માણસ ના બેંટા ઇપેર ઉતરતં અનેં ફેંર હરગ મ જાતં ભાળહેં.”

Atualmente selecionado:

યોહાન 1: GASNT

Destaque

Partilhar

Copiar

None

Quer salvar os seus destaques em todos os seus dispositivos? Faça o seu registo ou inicie sessão