Logoja YouVersion
Ikona e kërkimit

લૂક 1

1
1વાલા થિયોફિલ, ઘણાય લોકોએ આપડી વસે બનેલી ગજબની ઘટનાઓ વિષે એક યાદી લખી છે. 2અમે આ વાતુ વિષે હાંભળ્યું છે કે, જે લોકોએ એવુ થાતા જોયું, ઈ વખતથી બધાય વખત પરમાણે સાલું થયુ અને આ લોકોએ બીજાઓને પરમેશ્વરનાં સંદેશા વિષે શીખવાડુ. 3ઈ હાટુ નેકનામદાર થિયોફિલ, શરુઆતથી મે પોતે આની કાળજી રાખીને અભ્યાસ કરયો છે, જેથી મે તમારી હાટુ સોપડીમા આ બનાવોને નંબર પરમાણે લખવાનું વિસારુ. 4હું આ ઈ હાટુ કરી રયો છું કે, જેથી તમને દરેક એવી વાતુની હાસી ખબર પડે જે લોકો દ્વારા તમને શીખવાડવામાં આવી છે.
યોહાન જળદીક્ષા દેનારના જનમની આગાહી
5જઈ હેરોદ યહુદીયા જિલ્લામાં રાજ કરતો હતો, ઈ વખતે અબિયાના નામ ઉપરથી બનેલો યાજક વર્ગમાંથી ઝખાર્યા નામે એક યાજક હતો, એની બાયડી એલિસાબેત જે હારુનની દીકરીઓમાંની એક હતી. 6ઈ બેય પરમેશ્વરની આગળ ન્યાયી હતાં અને નિર્દોષ રીતે હાલતા હતાં અને પરભુની બધીય આજ્ઞાઓને પાળતા હતા. 7પણ તેઓને બાળક નોતું કારણ કે, એલિસાબેત વાંઝણી હતી. અને ઈ બેય ગવઢાં હતાં,
8એક દિવસ જઈ ઝખાર્યા એના વર્ગના વારા પરમાણે પરમેશ્વરનાં મંદિરમાં યાજકપદની સેવા કરતો હતો. 9તઈ યાજકપદના રીવાજ પરમાણે ઝખાર્યાના નામની સીઠ્ઠી નીકળી, જેથી ઈ પરભુના મંદિરમાં જયને ધૂપ હળગાવે. 10ધૂપ હળગાવતી વખતે લોકોની આખી મંડળી મંદિરની બારે ફળીયામાં પ્રાર્થના કરતી હતી. 11ઈ વખતે પરભુનો એક સ્વર્ગદુત ધુપવેદીની જમણી બાજુ ઉભેલો એને દેખાણો. 12એને જોયને ઝખાર્યા ગભરાય ગયો અને ઈ ઘણોય બીય ગયો. 13પણ સ્વર્ગદુતે એને કીધું કે, ઝખાર્યા બીમાં. કેમ કે, પરમેશ્વરે તારી પ્રાર્થના હાંભળી લીધી છે અને તારી બાયડી એલિસાબેત તમારી હાટુ એક દીકરાને જનમ દેહે; એનુ નામ તુ યોહાન રાખજે. 14તને હરખ અને આનંદ થાહે અને એના જનમના લીધે ઘણાય લોકો હરખાહે. 15કેમ કે, ઈ પરમેશ્વરની આગળ મોટો થાહે, અને બધાય પરકારના નશાવાળી વસ્તુઓં કે દ્રાક્ષારસ કોય દિવસ પીહે નય. ઈ એના જનમ પેલા પવિત્ર આત્માથી ભરપૂર થાહે. 16અને ઈ ઈઝરાયલ દેશના ઘણાય લોકોને પરભુ પરમેશ્વર પાહે પાછા ફેરવશે. 17ઈ એક એવો માણસ હશે જે એલિયા આગમભાખયાની આત્મા અને સામર્થ્યની હારે હશે, ઈ પરભુનો મારગ તૈયાર કરશે. ઈ હાટુ કે, ઈ બાપાના મન છોકરા તરફ અને માનનારા ન્યાયીઓના જ્ઞાન પરમાણે હાલવાને ફેરવે, પરભુની હાટુ લાયક એવી પ્રજા તૈયાર કરે.
18ઝખાર્યાએ સ્વર્ગદુતને કીધું કે, “આવું થાહે ઈ હું કેવી રીતે જાણું? કેમ કે, હું ગવઢો છું અને મારી બાયડી પણ ઘણાય વરહની થય છે.” 19સ્વર્ગદુતે એને જવાબ દીધો કે, “હું ગેબ્રીયલ છું, જે પરમેશ્વરની આગળ ઉભો રવ છું, અને તારી હારે શું થાહે એની વિષે હારા હમાસાર હંભળાવવા હાટુ મને મોકલવામાં આવ્યો છે. 20અને જો, જે દિવસ હુધી આ વાતુ પુરી નો થાય, ઈ દિવસ હુધી તુ મૂંગો થાય જાય, અને બોલી હકય નય, ઈ હાટુ કે, ઈ મારી વાતોને જે એના વખતે પુરી થાહે અને વિશ્વાસ નો કરયો.” 21તઈ જે લોકો મંદિરના ફળીયામાં ઝખાર્યાની રાહ જોતા હતાં, તેઓ સોકી ગયા કેમ કે, એને મંદિરમાં બોવ વાર લાગી હતી. 22જઈ ઈ બારે આવ્યો તઈ તેઓની હારે ઈ બોલી હકો નય. જેથી મંદિરમાં એને કોય દર્શન થ્યું હશે એવુ તેઓ હમજી ગયા, ઈ તેઓને ઈશારા કરતો હતો, અને ઈ મૂંગો રયો. 23જઈ એનુ મંદિરમાં યાજકપદની સેવા કરવાનું અઠવાડીયું પુરું થયુ. પછી ઝખાર્યા પોતાની ઘરે વયો ગયો.
24થોડાક દિવસો પછી એની બાયડી એલિસાબેતને મયના રયા; અને ઈ પાચ મયના હુંધી બીજાથી આઘી રયને ઘરમાં જ રય. 25ઓલીએ કીધું કે, “પરભુએ ગર્ભવતી થાવા હાટુ મારી ઉપર દયા કરી છે એવી રીતે લોકોમા મારું વાંઝીયા મેણું ટાળવા અને બાળક જણવા હાટુ મારી મદદ કરી છે.”
ઈસુના જનમની જાણ કરવી
26એલિસાબેત છઠે મયને પરમેશ્વરે ગેબ્રીયલ સ્વર્ગદુતને ગાલીલ જિલ્લાના નાઝરેથ શહેરમાં એક કુવારી પાહે મોકલવામાં આવ્યો. 27ઈ એક કુવારી હારે વાત કરવા ગયો, જેના લગન કરવા હાટુ એક યુસફ નામના માણસ હારે વેવાળ કરયો હતો, જે દાઉદ રાજાના કુળની હતી, ઈ કુવારીનું નામ મરિયમ હતું. 28અને સ્વર્ગદુતે એની પાહે આવીને કીધું કે, “તને સલામ કેમ કે, પરભુ તારી હારે છે અને જય તારી ઉપર થાય, પરમેશ્વરે તારી ઉપર ઘણીય કૃપા કરી છે! પરભુ તારી હારે છે.” 29પણ ઈ વચનો હાંભળીને ઈ ઘણીય ગભરાયને વિસાર કરવા લાગી કે, આ કય રીતની સલામ છે? 30સ્વર્ગદુતે એને કીધું કે, હે મરિયમ બીમાં કેમ કે, પરમેશ્વરની કૃપા તારી ઉપર થય છે. 31જોવ, તને ગર્ભ રેહે અને દીકરો થાહે અને તુ એનુ નામ ઈસુ પાડજે. 32ઈ મહાન થાહે, અને પરમપ્રધાનનો દીકરો કેવાહે, અને પરભુ પરમેશ્વર તને એના બાપદાદા દાઉદનું રાજ્ય આપશે. 33ઈ યાકુબના વંશ ઉપર કાયમી રાજ કરશે અને એનાં રાજ્યનો અંત આયશે નય 34મરિયમે સ્વર્ગદુતને કીધું કે, “આ કેવી રીતે થાહે કેમ કે, હું તો કુવારી છું?” 35સ્વર્ગદુતે એણે જવાબ આપ્યો કે, “પવિત્ર આત્મા તારા ઉપર આયશે, અને પરાત્પરનું પરાક્રમ તારી ઉપર છાયો કરશે, એટલે જે બાળક તારાથી જનમશે, ઈ પવિત્ર છે, અને ઈ પરમેશ્વરનો દીકરો કેવાહે. 36અને હાંભળ, તારી હગી એલિસાબેત પણ ગઢપણમાં દીકરાનો ગર્ભ રયો છે, જે વાંઝણી કેવાતી હતી, અને એને આ છઠો મયનો જાય છે. 37કેમ કે, પરમેશ્વર હાટુ કાય અશક્ય નથી.” 38મરિયમે કીધું કે, “જોવ હું પરભુની દાસી છું, જેવું તમે કીધું છે, એવુ જ મારી હારે થાય.” તઈ સ્વર્ગદુત એની પાહેથી ગયો.
મરિયમ એલિસાબેતને મળવા જાય છે
39થોડા દિવસો પછી મરિયમ ઉઠીને જલ્દીથી યહુદીયાના ડુંઘરાવાળા વિસ્તારના એક ગામમાં ગય. 40અને ઝખાર્યાના ઘરે જયને એલિસાબેતને સલામ કીધી. 41જઈ એલિસાબેતે મરિયમની સલામ હાંભળી, તઈ બાળક એના પેટમાં હલવા મંડુ, અને એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થય. 42અને ઈ રાજી થયને મોટા અવાજે કીધું કે, “બાયુમાં તુ આશીર્વાદિત છો અને જે બાળકને તુ જનમ આપય, ઈ હોતન આશીર્વાદિત છે! 43હું તને આયા જોયને મારી જાતને ભાગશાળી માનું છું કે, મારા પરભુની માં મને મળવા આવી છે! 44કેમ કે, જોવ, જઈ મે તારી સલામ હાંભળી, તઈ આ બાળક મારા પેટમાં હરખથી હલવા મંડુ. 45અને તુ આશીર્વાદિત છો કેમ કે, પ્રભુએ જે વાતુ તને કીધી છે, ઈ પુરી થાહે એવો તે વિશ્વાસ કરયો છે.”
મરિયમનું સ્તુતિગીત
46તઈ મરિયમે કીધું કે, “હું પરભુના વખાણ કરું છું 47પરમેશ્વર વિષે હું બોવ રાજી થાવ છું, ઈ એક જ છે જે મારો તારનાર છે. 48કેમ કે, એણે એની ચાકરડીના ભોળપણ ઉપર નજર કરી છે; કેમ કે, જો હવેથી બધીય પેઢીઓ મને આશીર્વાદિત કેહે. 49કેમ કે, શક્તિશાળી પરમેશ્વરે મારી હારું મહાન કામો કરયા છે; અને એનુ નામ પવિત્ર છે. 50જે એની બીક રાખે છે એની ઉપર પેઢીયુંની પેઢીયું હુધી દયા રેય છે. 51એણે પોતાના સામર્થ્યથી મહાન કામો કરયા છે અને જે પોતાના હ્રદયમાં અભિમાન કરે છે, એને વીખી નાખ્યા છે. 52એણે રાજ કરનારાઓનો રાજ્યાસનથી અધિકાર લય લીધો છે, અને એણે ભોળા લોકોને માન આપ્યુ છે. 53એણે ભૂખ્યાઓને હારા ભોજનથી ધરવી દીધા છે, અને રૂપીયાવાળાઓને ખાલી હાથે પાછા કાઢયા છે. 54ઘણાય વખત પેલા આપડા બાપ દાદાઓને આપેલા વાયદા પરમાણે પરમેશ્વર એની સેવા કરનારા ઈઝરાયલ દેશનાં લોકોની મદદ કરે છે. 55ઈબ્રાહિમને અને એના બધાય વંશજોને સદાય દયા દેખાડવા હાટુ તેઓએ યાદ રાખ્યું છે.”
56મરિયમ લગભગ ત્રણ મયના હુધી એની હારે રય, ને પાછી પોતાને ઘેરે ગય.
યોહાન જળદીક્ષા દેનારનો જનમ
57હવે એલિસાબેતના દિવસો પુરા થયા એટલે એને દીકરો થયો. 58એના પાડોશીઓએ અને સગા સબંધીઓએ હાંભળ્યું, કે પરમેશ્વરે એના ઉપર મોટી દયા કરી છે, તઈ તેઓ એની હારે હરખાણા. 59આઠમાં દિવસે તેઓ છોકરાની સુન્‍નત કરવા આવ્યા અને તેઓ એનુ નામ એના બાપના નામ ઉપરથી ઝખાર્યા પાડવા માગતા હતાં, 60પણ એની માંએ તેઓને કીધું કે, “એમ નય, પણ એનુ નામ યોહાન રાખવાનું છે.” 61તેઓએ એને કીધું કે, “તારા હગા વાલાસગામાં એવા નામનું કોય માણસ નથી.” 62તેઓએ ઈશારો કરીને એના બાપને કીધું કે, તુ એનુ નામ શું પાડવા માગે છે? 63તઈ ઝખાર્યાએ લખવાની પાટી માંગીને લખ્યું કે, “એનુ નામ યોહાન છે.” 64જેથી તેઓ બધાય સોકી ગયા, એની જીભ છૂટી થય અને ઈ તરત જ બોલવા મંડયો અને ઈ પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. 65તેઓની આજુ-બાજુના બધાય રેવાશીઓ બીય ગયા ને યહુદીયાના આખા ડુંઘરાવાળા વિસ્તારમાં ઈ બધીય વાતોની સરસા ફેલાણી. 66અને બધાય હાંભળનારા પોત-પોતાના મનમા વિસારીને કેવા મંડયા કે, “આ બાળક કેવો હશે?” કેમ કે, પરમેશ્વરનું સામર્થ એની હારે છે.
ઝખાર્યાની આગમવાણી
67એના બાપ ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂરી થયને એવો આગમવાણી કરવા લાગ્યો કે, 68ઈઝરાયલ દેશનો પરમેશ્વર પ્રભુની સ્તુતિમાન થાઓ કેમ કે, ઈ પોતાના લોકોનો તારણ કરવા હાટુ આવ્યો છે. 69અને એણે પોતાના દાસ દાઉદ રાજાના પેઢીના લોકોમાંથી આપડી હાટુ એક સામર્થી તારણ કરનાર મોકલો છે. 70ઘણાય વખત પેલા પરમેશ્વરે પોતાના આગમભાખીયાઓને કીધું હતું કે, ઈ આ કરશે. 71એવી રીતે જ આપડા વેરીઓથી અને આપડા બધાય વેર રાખનારાઓના હાથમાંથી આપડું તારણ કરૂ છે.
72એણે આ ઈ હાટુ કરયુ કેમ કે, ઈ આપડા બાપદાદા ઉપર દયાળુ છે, અને પોતાનુ પવિત્ર વચન યાદ કરયુ. 73એણે વાયદો કરીને આપડા વડવા બાપ ઈબ્રાહિમને કીધું હતું. 74પરમેશ્વરે આપણને વેરીઓનાં સામર્થ્યથી બસાવવાનો વાયદો કરયો હતો, અને કોય બીક રાખ્યા વગર એની સેવા કરવા હાટુ આપણને લાયક બનાવા. 75જેથી અમે એની હામે પવિત્રતા અને ન્યાયીપણાથી આખી જીંદગી ભર કોય પણ બીક રાખ્યા વગર પરમેશ્વરની સેવા કરી હકી.
76પછી ઝખાર્યાએ પોતાના બાળકને કીધું કે, તુ પરાત્પર પરમેશ્વરનો આગમભાખીયો કેવાહે કેમ કે, તુ પરભુની આગળ હાલય, જેથી તુ પરભુનો મારગ તૈયાર કર. 77અને તુ પરમેશ્વરનાં લોકોને કેય કે, ઈ તમારા પાપોની સજાથી બસાવવા અને માફી આપવાની લાયક છે. 78પરમેશ્વર આપણને માફી આપશે કેમ કે, ઈ દયાળુ છે, અને એના લીધે, આ તારનાર, જે ઉગતા સુરજની જેમ છે, આપડી મદદ કરવા હાટુ સ્વર્ગથી આપડી પાહે આયશે. 79ઈ જે લોકો મોતની બીકમાં અને આત્મિક અંધારામાં રેય છે, તેઓની ઉપર અંજવાળું કરશે. ઈ આપણને દોરશે જેથી આપડે શાંતિથી રેહુ.
80વખત હારે ઝખાર્યા અને એલીસાબેતનો બાળક મોટો થયો અને આત્મિક રીતે મજબુત થયો. પછી ઈ ઉજ્જડ પરદેશમા રયો, ન્યા રેતી વખતે પરમેશ્વરનાં ઈઝરાયલ દેશનાં લોકોમા પરસાર કરવા મંડો.

Aktualisht i përzgjedhur:

લૂક 1: KXPNT

Thekso

Ndaje

Copy

None

A doni që theksimet tuaja të jenë të ruajtura në të gjitha pajisjet që keni? Regjistrohu ose hyr