માથ્થી 9

9
ઈસુ દ્વારા લકવાવાળાને હાજો કરવો
(માર્ક 2:1-12; લૂક 5:17-26)
1પછી ઈસુ હોડીમાં બેહીને દરિયાને ઓલા પાર ગયો, અને પોતાના નગરમાં આવ્યો. 2અને લોકો પથારીમાં પડેલાં એક લકવાવાળા માણસને પથારીમાં ઉપાડીને ઈસુની પાહે લાવ્યા. અને ઈસુએ તેઓનો વિશ્વાસ જોયને લકવાવાળાને કીધુ કે, “હે દીકરા, હિંમત રાખ તારા પાપો માફ થયા છે.” 3તઈ ઘણાય યહુદી નિયમના શિક્ષકોએ મનમાં વિસાર કરવા લાગ્યા કે, “ઈ તો પરમેશ્વરની નિંદા કરે છે.” 4ઈસુએ તેઓના વિસારો જાણીને કીધુ કે, “તમારે એવા ખરાબ વિસારો નો કરવા જોયી.” 5વધારે હેલું શું છે? એમ કેવું કે, તારા પાપ માફ થયા છે કે, એમ કેવું કે, ઉભો થયને હાલતો થા. 6પણ મને માણસના દીકરાને પૃથ્વી ઉપર પાપોની માફી આપવાનો અધિકાર છે. તઈ પછી ઈસુએ લકવાવાળાને કીધું કે, “ઉઠ, તારી પથારી ઉપાડીને તારી ઘરે વયોજા.” 7પછી ઈ માણસ ઉભો થયો અને પોતાની ઘરે વયો ગયો.
ઈસુ દ્વારા માથ્થીને ગમાડવો
(માર્ક 2:13-17; લૂક 5:27-32)
8તે જોયને લોકો સોકી ગયા, અને પરમેશ્વરે માણસોને આવો અધિકાર આપ્યો ઈ હાટુ તેઓએ પરમેશ્વરની સ્તુતિ કરી. 9ન્યાથી થોડાક આગળ જાતા ઈસુએ માથ્થી નામના એક માણસને દાણની સોકી ઉપર બેઠેલો જોયો, અને ઈસુએ એને કીધું કે, “તું મારી વાહે આવ.” તઈ ઈ બધુય કામ મુકીને ઈસુનો ચેલો બની ગયો. 10ઈસુ અને એના ચેલાઓ જઈ ઘરમાં ખાવા હાટુ બેઠા. તઈ ઘણાય દાણીઓ અને બીજા લોકો આવ્યા અને તેઓની હારે ખાધું. 11આ જોયને ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ ચેલાઓને કીધુ કે, “તમારો ગુરુ દાણીઓ અને પાપીઓની હારે કેમ ખાય છે?” 12ઈસુએ આ હાંભળીને તેઓને કીધુ કે, “જે હાજા છે, તેઓને વૈદની જરૂર નથી, પણ જેઓ માંદા છે, તેઓને છે. 13ઈ હાટુ તમે જાયને આનો અરથ શીખીલ્યો કે, હું બલિદાન નય, પણ દયા ઈચ્છુ છું; કેમ કે, હું ન્યાયીઓને નય પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”
યોહાનના ચેલાઓનો ઉપવાસ વિષે સવાલ
(માર્ક 2:18-22; લૂક 5:33-39)
14તઈ યોહાનના ચેલાઓએ ઈસુની પાહે આવીને કીધું કે, “શું કારણ છે કે, અમે અને ફરોશી ટોળાના લોકો ઘણીય વાર ઉપવાસ કરી છયી, પણ તારા ચેલાઓ કેમ ઉપવાસ કરતાં નથી?” 15ઈસુએ તેઓને કીધુ કે, “શું વરરાજો જાનૈયાની હારે હોય, ન્યા હુધી કોય હોગ કરી હકે છે?” પણ એવો દિવસ આયશે, જઈ વરરાજો તેઓની પાહેથી લેવાહે અને ઈ દિવસે બધાય ઉપવાસ કરશે. 16“લોકો આપડા જુના લુગડાને નવા થીગડાથી હાંધતું નથી જો હાંધે તો, જઈ ઈ ધોવામાં આવે તો નવા લુગડાનો ટુકડો ખેસાયને ભેગો થય જાહે અને જુના લુગડાને હજી વધારે ફાડી નાખશે, તઈ જુના લુગડાનું ફાકુ બોવ મોટુ થય જાહે. 17પાછો નવો દ્રાક્ષારસ જુના સામડાની થેલીમાં ભરતા નથી; જો કોય ભરે તો સામડાની થેલી ફાટી જાય છે અને દ્રાક્ષારસ ઢોળાય જાય છે, અને સામડાની થેલીનો એમ બેયનો નાશ થાય છે, એથી નવો દ્રાક્ષારસ નવી સામડાની થેલીમાં ભરવામાં આવે છે, જેથી બેયનો બસાવ થાય છે.”
મરેલી છોકરીને જીવતી કરવી
(માર્ક 5:21-43; લૂક 8:40-56)
18જઈ ઈસુ તેઓને આ વાત કેતો હતો, તઈ એક આગેવાને શેરીમાં આવીને એને પગે લાગીયો અને પછી એણે કીધુ કે, “મારી દીકરી અત્યારે જ મરી ગય છે! પણ તું આવીને એની ઉપર તારો હાથ મુક જેથી ઈ જીવતી થય જાહે.” 19તઈ ઈસુ ઉઠીને પોતાના ચેલાઓની હારે ગયો. 20જુઓ એક બાય હતી એને બાર વરહથી લોહી વહેવાની બીમારી હતી. તે ઈસુની વાહે આવીને એના લુગડાની કોરને અડી. 21કેમ કે, ઈ પોતાના મનમાં કેતી હતી કે, “જો હું ખાલી એના લુગડાને જ અડુ તો હું હાજી થય જાય.” 22તઈ ઈસુએ પાછા ફરીને એને જોયને કીધુ કે, દીકરી, હિંમત રાખ: તું હાજી થય કેમ કે, “તે વિશ્વાસ કરયો કે હું તને બસાવી હકું છું” અને ઈ બાય તરત જ હાજી થય ગય. 23પછી જઈ ઈસુ તે અમલદાર યાઈરના ઘરમાં આવ્યો અને વાહળી વગાડનારાઓ અને લોકોને કકળાટ કરતાં જોયા, 24તઈ ઈસુએ કીધુ કે, “આઘા જાવ કારણ કે, છોકરી મરી નથી, પણ હુઈ ગય છે.” અને ઈ વાત ઉપર બધાય એની ઠેકડી કરવા લાગ્યા. 25જઈ ટોળું બારે કાઢવામાં આવ્યું, તઈ ઈ અંદર ઓયડીમાં ગયો અને એને હાથથી પકડી અને છોકરી ઉભી થય. 26ઈ વાતની સરસા આખા દેશમાં ફેલાય ગય.
બે આંધળાઓને આંખો આપી
27જઈ ઈસુ ત્યાંથી જાતો હતો, તઈ બે આંધળા એની વાહે જયને રાડો પાડવા લાગ્યા, “ઓ રાજા દાઉદના કુળના દીકરા, અમારી ઉપર દયા કર.” 28જઈ ઈ ઘરમાં આવ્યા, તઈ તેઓ આંધળાઓ એની પાહે આવ્યા. ઈસુએ તેઓને કીધુ કે, “હું તમને હાજા કરી હકુ છું, શું તમને એવો વિશ્વાસ છે?” તેઓએ એને કીધુ કે, “હા પરભુ અમને વિશ્વાસ છે કે, તમે અમને હાજા કરી હકો છો.” 29તઈ ઈસુએ તેઓની આંખુને અડીને કીધુ કેમ કે, તમે વિશ્વાસ કરોશો કે, “હું હાજા કરી હકુ છું, ઈ હાટુ હું તમને હાજા કરું છું” 30અને તેઓ જોતા થયાં પછી ઈસુએ તેઓને સખત સેતાવણી આપતા કીધુ કે, “જો, આ વાત કોય જાણે નય.” 31પણ તેઓએ બાર જાયને એણે આખા મલકમાં એના વખાણ ફેલાવી દીધા.
મૂંગાને હાજો કરવો
32જઈ બે માણસો જાતા હતા, તઈ કેટલાક લોકો ઈસુની પાહે એક એવા માણસને લીયાવ્યા જે બોલી નોતો હક્તો કેમ કે, એમા એક મેલી આત્મા હતી. 33જઈ ઈસુએ મેલી આત્માને ઈ માણસમાંથી કાઢી, તઈ ઈ મુંગો બોલતો થયો, અને લોકોને નવાય લાગી, અને કીધુ કે, “ઈઝરાયલ દેશમાં કોય દિવસ આવું જોયુ નથી.” 34પણ ફરોશી ટોળાના લોકોએ કીધુ કે, “ઈ તો મેલી આત્માના સરદાર શેતાનની મદદથી મેલી આત્માઓને કાઢે છે.”
મજુરોને મોકલવા હાટુ વિનવણી
35અને ઈસુ પોતાના ચેલાઓની હારે ગાલીલના શહેરો અને ગામડાઓમાં ફરતો હતો અને તેઓના યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસારનો પરચાર કરતો, અને દરેક પરકારના રોગ અને દુખ મટાડતા ગયા. 36જઈ લોકોના ટોળાને ઈસુએ જોયો, તઈ તેઓની ઉપર એને દયા આવી કેમ કે, તેઓ ઈ ઘેટાઓની જેવા હતા જેનો સરાવવાવાળો નો હોય, તેઓ હેરાન થયેલા અને ભુલા પડેલા હતા. 37તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “જે રીતે ખેતરમાં બોવજ પાક હોય છે, એવા ઘણાય બધા લોકો છે, જે મારા સંદેશાને હાંભળવા હાટુ તૈયાર છે. પણ મારા સંદેશાને વિષે બતાવવા હાટુ લોકો ઓછા છે. 38ઈ હાટુ તમે પરભુ પરમેશ્વરથી વધારે મજુરો મોકલવા હાટુ વિનવણી કરો, જે લોકોને ભેગા કરશે અને તેઓને મારો સંદેશો શીખવાડશે, જેમ કે કોય જમીનનો માલીક પોતાના ખેતરમાં પાક ભેગો કરવા હાટુ મજુરોને મોકલે છે.”

தற்சமயம் தேர்ந்தெடுக்கப்பட்டது:

માથ્થી 9: KXPNT

சிறப்புக்கூறு

பகிர்

நகல்

None

உங்கள் எல்லா சாதனங்களிலும் உங்கள் சிறப்பம்சங்கள் சேமிக்கப்பட வேண்டுமா? பதிவு செய்யவும் அல்லது உள்நுழையவும்