યોહાન 7

7
ઈસુ અને એના ભાઈઓ
1ઈ વાતો પછી ઈસુએ ગાલીલ પરદેશમા યાત્રા કરી. કેમ કે, યહુદી લોકોના આગેવાનો એને મારી નાખવા હાટુ ગોતતા હતાં, ઈ હાટુ યહુદીયા પરદેશમા જાત્રા કરવા નોતો માંગતો. 2યહુદી લોકોનો માંડવા તેવાર પાહે આવ્યો હતો. 3ઈ હાટુ ઈસુના ભાઈઓએ એને કીધું કે, “તુ આયથી યહુદીયા પરદેશમા વયો જા, જેથી જે મહાન કામો તુ કરી હકે છે, ઈ તારા બીજા ચેલાઓ પણ જોય હકે. 4કેમ કે કોય પણ જે પ્રખ્યાત થાવા માગે ઈ હંતાયને કામ નથી કરતા. જો તુ ઈ કામ કરે છે, તો દુનિયાના લોકોમા પરગટ થયજા.” 5કેમ કે એના ભાઈ પણ એની ઉપર વિશ્વાસ કરતાં નોતા. 6તઈ ઈસુએ તેઓને કીધું કે, “મારો વખત હજી આવો નથી, પણ તમારી હારું કોય પણ વખત હારો છે. 7જગતના લોકો તમારી ઉપર ધિક્કાર નય કરી હકે, પણ તેઓ મારી ઉપર ધિક્કાર કરે છે, કેમ કે એના વિષે હું આવી સાક્ષી દવ છું કે, તેઓના કામો ખરાબ છે. 8તમે તેવારમાં જાવ, હું આઘડી આ તેવારમાં નય જાવ, કેમ કે મારો વખત હજી આવ્યો નથી.” 9ઈ તેઓને આ વાત ક્યને ગાલીલ જિલ્લામાં ઘડીકવાર રોકાણો.
માંડવા નામના તેવારમાં ઈસુ
10પણ જઈ એના ભાઈ તેવારમાં હાલ્યા ગયા હતાં, તઈ ઈસુ પણ લોકોને દેખાતો નય, પણ હન્તાઈને તેવારમાં ગયો. 11ઈસુના વિરોધી યહુદી લોકોના આગેવાનો હતાં તેઓ એણે તેવારમા ગોતતા હતાં, અને ઈ ક્યા છે ઈ વિષે તેઓ પૂછપરછ કરતાં હતા. 12અને લોકોમા એના વિષે બોવ ઘુસપુસ વાતુ થય, કેટલાક લોકો કેતા હતાં કે, “ઈ હારો માણસ છે,” અને થોડાક માણસ કેતા હતા કે, “નય, ઈ લોકોને ભરમાવે છે.” 13તો પણ યહુદી લોકોના આગેવાની બીકને કારણે, કોય પણ માણસ એના વિષે ખુલીને વાત નોતો કરતો.
14જઈ તેવારના અડધા દિવસ વીતી ગયા હતાં, તઈ ઈસુ મંદિરમાં જયને શિક્ષણ દેવા લાગ્યો. 15તઈ યહુદી લોકોના આગેવાનોને નવાય લાગી, અને કેવા લાગ્યા કે, આ માણસ કોયદી ભણો નથી છતાય શાસ્ત્રનું જ્ઞાન એને ક્યાંથી મળ્યું? 16પછી ઈસુએ તેઓને જવાબ આપતા કીધું કે, “જે હું શિક્ષણ દવ છું, ઈ મારી તરફથી નથી, પણ મને મોકલનારાની તરફથી છે. 17જો કોય એની ઈચ્છા પરમાણે કરવા માંગતો હોય, તો ઈ હંમજી જાય કે, હું શિક્ષણ આપું છું, ઈ પરમેશ્વરની તરફથી છે કે, પછી હું મારી તરફથી બોલું છું 18જે કોય માણસ પોતાની તરફથી બોલે છે, ઈ પોતાના વખાણ કરવા માગે છે, પણ જે માણસ એને મોકલનારાના વખાણ કરવા માગે છે ઈજ હાસો છે, અને એમા દગો નથી. 19શું મુસાએ તમને નિયમો નથી દીધા? તો પણ તમે મુસાના નિયમ પરમાણે નથી હાલતા. તો તમે કેમ મને મારી નાખવાની કોશિશ કરો છો?” 20ટોળામાંથી જવાબ દીધો કે, તને મેલી આત્મા વળગેલી છે! કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે? 21ઈસુએ ઈ લોકોના ટોળાને જવાબ આપતા કીધું કે, વિશ્રામવારના દિવસે એક સમત્કાર કરયો, ઈ હાટુ તમે બધાય નવાય પામી ગયા છો.
22આ કારણથી મુસાએ તમને માણસની સુન્‍નત કરવાની આજ્ઞા દીધી હતી, ઈ હાટુ તમે વિશ્રામવારના દિવસે માણસની સુન્‍નત કરો છો. આ આજ્ઞા મુસાએ નથી દીધી, પણ તમારા વડવાઓથી હાલી આવે છે. 23જો એક માણસની સુન્‍નત વિશ્રામવારના દિવસે કરવામા આવે જેથી મુસાના નિયમ તોડવામાં આવે નય, તો પછી મે વિશ્રામવારના દિવસે એક માણસને આંખે આખો હાજો કરયો, ઈ હાટુ કેમ તમે મારી ઉપર ગુસ્સે થયા છો? 24કોયના મોઢા જોયને, ન્યાય કરવો નય, પણ હાસે હાસો ન્યાય કરો.
શું ઈ મસીહ છે?
25તઈ થોડાક યરુશાલેમ શહેરના રેવાસી લોકોને કેવા લાગ્યા કે, “શું આ ઈ જ માણસ તો નથીને જેને મારવાની કોશિશ કરી રયા છે? 26પણ જોવ ઈ તો બીક વગર બધાય માણસોની હામે વાતો કરતો ફરે છે, અને કોય એને કાય નથી કેતા. શું આગેવાનોએ ખરેખર માની લીધું છે કે, આજ મસીહ છે? 27આને તો અમે ઓળખી છયી કે આ ક્યાંનો છે, પણ જઈ મસીહ આવી જાહે તઈ કોયને પણ આ કબર નય પડે કે, ઈ ક્યાંનો છે” 28તઈ ઈસુએ રોયને મંદિરમાં શિક્ષણ દેતા કીધું કે, હું કોણ છું, અને ક્યાંથી આવ્યો છું, ઈ પણ તમે હારી રીતે જાણો છો. હું મારી ઈચ્છા પરમાણે નથી આવ્યો, પણ મને મોકલનારો હાસો છે, એને તમે નથી જાણતા. 29પણ હું એને જાણું છું કેમ કે, હું એની પાહેથી આવ્યો છું, અને એણે મને મોકલ્યો છે. 30તઈ યહુદી લોકોના આગેવાનોએ ઈસુને પકડવાની કોશિશ કરી પણ કોયે એને પકડયો નય, કેમ કે એનો વખત હજી લગી આવ્યો નોતો. 31અને ટોળામાંથી ધણાય લોકોએ ઈસુ ઉપર વિશ્વાસ કરયો, અને કેવા લાગ્યા કે, “મસીહ આયશે, તો શું એનાથી વધારે સમત્કાર કરશે જે એણે કરયા છે?”
ઈસુને પકડવાની કોશિશ
32જઈ ફરોશી ટોળાના લોકોએ હાંભળ્યું કે, લોકોમા ઈસુના વિષે આવી રીતે ઘુસપુસ વાતુ થય રય છે, ઈ હાટુ મુખ્ય યાજકને અને ફરોશી ટોળાના લોકોના ટોળાએ એને પકડવા હાટુ મંદિરના સિપાયોને મોકલ્યા. 33તઈ ઈસુએ કીધું કે, “હું, તમારી હારે થોડીકવાર છું, અને એની પછી જેણે મને મોકલ્યો છે, હું એની પાહે પાછો વયો જાય. 34તમે મને ગોતશો, પણ હું તમને નય જડુ, અને જ્યાં હું છું, ન્યા તમે નથી આવી હકતા.” 35તઈ યહુદી લોકોના આગેવાનો જેઓ એના વેરીઓ હતાં તેઓ અંદરો અંદર કેવા લાગ્યા કે, આ માણસ ક્યા જાહે ઈ આપણને જડશે જ નય? શું ઈ જ્યાં બિનયહુદી લોકો આખા જગતમાં ફેલાય ગયેલા છે તેઓની પાહે જયને ઈ લોકોને આ નવું શિક્ષણ આપશે? 36ઈ વાતનો શું મતલબ છે કે, તમે મને ગોતશો, પણ હું તમને નય મળું, અને જ્યાં હું છું, ન્યા તમે નય આવી હકો.
જીવનજળના ઝરણા
37તેવારના છેલ્લા દિવસે જે મુખ્ય છે, ઈસુએ લોકોની વચમાં ઉભો રયને હાદ કરીને કીધું કે, જો કોય તરસો છે, તો મારી પાહે આવે અને પીવે. 38જેમ કે, શાસ્ત્રમા કેય છે કે, જો કોય મારી ઉપર વિશ્વાસ કરે છે, એના હૃદયમાંથી જીવનજળના ઝરણા વહશે. 39પણ ઈસુએ તેઓને આત્મા વિષે આ કીધું કે, જેઓ એની ઉપર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો કેમ કે, એણે હજી હુધી મહિમાવાન કરવામા આવ્યો નોતો, ઈ હાટુ પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નોતો.
લોકોમા ભાગલા
40લોકોમાંથી કેટલાક ઈ વાતોને હાંભળીને કીધું કે, “ખરેખર ઈજ આગમભાખીયો છે.” જેના આવવાની આપડે વાટ જોતા હતા. 41કોય બીજાએ કીધું, “આ મસીહ છે.” પણ કેટલાક બીજાએ કીધું કે, “કેમ? શું મસીહ ગાલીલ જિલ્લામાં આયશે? 42શું શાસ્ત્રમા નથી લખ્યું કે, મસીહ દાઉદ રાજાની પેઢીનો અને બેથલેહેમ ગામમાંથી આયશે, જ્યાં દાઉદ રાજા હતો.” 43ઈ હાટુ ઈસુના વિષે ઈ લોકોના ટોળામાં ભાગલા પડયા. 44તઈ થોડાક લોકોએ ઈસુને પકડવાની કોશિશ કરી, પણ કોયે એને પકડયો નય.
યહુદી આગેવાનો નો અવિશ્વાસ
45તઈ મંદિરના સિપાય મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોના ટોળાની પાહે આવ્યો, તો એણે સિપાયોને પુછયું કે, “તમે એને કેમ નો લાવ્યા?” 46સિપાયોએ જવાબ દીધો કે, “આ માણસની જેમ કોય દિવસ કોય નથી બોલું.” 47તઈ ફરોશી ટોળાના લોકોએ તેઓને જવાબ આપ્યો કે, શું તમને પણ ભરમાવવામાં આવ્યા છે? 48આપડા યહુદી લોકોના આગેવાનો કા હામે ફરોશી ટોળાના લોકો જેવા કોય પણ મુખ્ય લોકોએ ઈસુ ઉપર વિશ્વાસ કરયો નથી. 49પણ આ ટોળાના લોકો જેઓ એની ઉપર વિશ્વાસ કરે છે, કેમ કે તેઓ આપડા નિયમના શિક્ષણને નથી હંમજતા, ઈ હાટુ તેઓને હરાપિત થાવા દયો. 50તઈ નિકોદેમસને, જે રાતે ઈસુની પાહે પેલા આવ્યો હતો, ઈ ફરોશી ટોળાના લોકોના ટોળાનો એક હતો, એણે એને કીધું કે, 51શું આપડુ યહુદી લોકોના નિયમ “કોય માણસને, જ્યાં લગી પેલા એની વાતને હાંભાળી નો લે, અને એને જાણી લેય કે, ઈ શું કરી રયા છે, એને ગુનેગાર ગણવામાં આવ્યો છે?” 52તેઓએ નિકોદેમસને જવાબ દીધો કે, “શું તુ પણ ગાલીલ જિલ્લાનો છે? શાસ્ત્રમા ગોતી લે અને જાણી લે કે, ગાલીલ જિલ્લામાં કોય પણ આગમભાખીયો નથી થાતો.” 53પછી તેઓ પોતપોતાના ઘરે વયા ગયા.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

યોહાન 7: KXPNT

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి