1
યોહાન 15:5
પવિત્ર બાઇબલ C.L.
“હું દ્રાક્ષવેલો છું, અને તમે ડાળીઓ છો. જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું, તે જ પુષ્કળ ફળ આપી શકે છે; કારણ, મારાથી અલગ રહીને તમે કશું જ કરી શક્તા નથી.
Ṣe Àfiwé
Ṣàwárí યોહાન 15:5
2
યોહાન 15:4
તમે મારામાં વસો અને હું તમારામાં વસીશ. વેલામાં રહ્યા વગર ડાળી ફળ આપી શક્તી નથી. તે જ પ્રમાણે તમે મારામાં ન વસો તો ફળ આપી શક્તા નથી.
Ṣàwárí યોહાન 15:4
3
યોહાન 15:7
જો તમે મારામાં વસો અને મારો સંદેશ તમારામાં વસે તો તમે ચાહો તે માગો, અને તે તમને મળશે.
Ṣàwárí યોહાન 15:7
4
યોહાન 15:16
તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને તમારી નિમણૂક કરી છે. તેથી તમે જાઓ, અને જઈને સદા ટકે તેવાં ફળ આપો. એથી તમે પિતા પાસે મારે નામે જે કંઈ માગશો તે તમને મળશે.
Ṣàwárí યોહાન 15:16
5
યોહાન 15:13
માણસ પોતાના મિત્રને માટે પોતાનું જીવન આપી દે તે કરતાં મોટો પ્રેમ બીજો કોઈ નથી
Ṣàwárí યોહાન 15:13
6
યોહાન 15:2
મારામાંની પ્રત્યેક ડાળી જે ફળ આપતી નથી તેને તે કાપી નાખે છે, અને પ્રત્યેક ડાળી જે ફળ આપે છે તેને વધારે ફળ આવે માટે તેની કાપકૂપ કરે છે.
Ṣàwárí યોહાન 15:2
7
યોહાન 15:12
મારી આજ્ઞા તો આ છે: જેમ મેં તમારા પર પ્રેમ કર્યો, તેમ તમે એકબીજા પર પ્રેમ કરો.
Ṣàwárí યોહાન 15:12
8
યોહાન 15:8
તમે પુષ્કળ ફળ આપો, તેમાં મારા પિતાનો મહિમા પ્રગટ થાય છે, અને એ પરથી પુરવાર થાય છે કે તમે મારા શિષ્ય છો.
Ṣàwárí યોહાન 15:8
9
યોહાન 15:1
“હું સાચો દ્રાક્ષવેલો છું, અને મારા પિતા માળી છે.
Ṣàwárí યોહાન 15:1
10
યોહાન 15:6
જે મારામાં વસતો નથી તેને ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે, લોકો એવી ડાળીઓ એકઠી કરીને અગ્નિમાં નાખે છે જ્યાં તે બળી જાય છે.
Ṣàwárí યોહાન 15:6
11
યોહાન 15:11
“મારો આનંદ તમારામાં રહે અને તમારો આનંદ પરિપૂર્ણ થાય માટે આ વાતો મેં તમને કહી છે.
Ṣàwárí યોહાન 15:11
12
યોહાન 15:10
જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળશો, તો તમે મારા પ્રેમમાં રહેશો.
Ṣàwárí યોહાન 15:10
13
યોહાન 15:17
હું તમને આ આજ્ઞા આપું છું: એકબીજા પર પ્રેમ રાખો.
Ṣàwárí યોહાન 15:17
14
યોહાન 15:19
જો તમે દુનિયાના થઈને રહો, તો દુનિયા તમને પોતાના ગણીને તમારા પર પ્રેમ રાખશે. પરંતુ આ દુનિયામાંથી મેં તમને પસંદ કર્યા છે, એટલે હવે તમે દુનિયાના રહ્યા નથી, અને એટલે જ દુનિયા તમારો તિરસ્કાર કરે છે.
Ṣàwárí યોહાન 15:19
Ilé
Bíbélì
Àwon ètò
Àwon Fídíò