યોહાન 11

11
લાજરસનું મોત
1એક માણસ જેનું નામ લાજરસ હતું ઈ બોવ બીમાર હતો. ઈ બેથાનિયા ગામમાં રેતો હતો, જ્યાં એની મોટી બેનું માર્થા અને મરિયમ રેતી હતી. 2આ ઈ જ મરિયમ છે, જેણે પેલા પરભુની ઉપર પ્રેમ અને માન દેખાડવા હાટુ મોઘું અત્તર પગ ઉપર રેડયું હતુ અને એના પગ પોતાના વાળથી લુસા હતાં, આ એનો ભાઈ લાજરસ હતો, જે માંદો હતો.
3જેથી બેનોએ એને ખબર મોકલી કે, પરભુ, જેની ઉપર તમે પ્રેમ રાખો છો, ઈ લાજરસ માંદો છે. 4પણ જઈ ઈસુએ ઈ હાંભળ્યું તો એણે કીધું કે, “ઈ મંદવાડ મરવા હાટુ નય પણ પરમેશ્વરની મહિમા હાટુ છે જેથી પરમેશ્વરનો દીકરો મહિમા મેળવે.”
5હવે ઈસુ માર્થા અને એની બેન મરિયમ અને લાજરસ ઉપર પ્રેમ કરતાં હતા. 6પણ જઈ એણે હાંભળ્યું કે, લાજરસ માંદો છે, તો ઈસુ જ્યાં હતો ન્યા જ બે દિવસ રોકાય ગયો. 7અને બે દિવસ પછી એણે પોતાના ચેલાઓને કીધું કે, “હાલો આપડે પાછા યહુદીયા જિલ્લામાં જાયી.”
8ચેલાઓએ ઈસુને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, થોડાક દિવસ પેલા તો યહુદી લોકોના આગેવાનો તને પાણા મારીને મારી નાખવા માગતા હતાં, તો પણ તુ પાછો ન્યા જાવા માગે છે?” 9ઈસુએ જવાબ આપ્યો કે, “શું દિવસની બાર કલાક નથી હોતી? જે કોય દિવસે હાલે છે તેઓને ઠેય નથી લાગતી કેમ કે, ઈ આ જગતના અંજવાળામાં હાલે છે. 10પણ જે કોય રાતે હાલે છે, તેઓને ઠેય લાગે છે કેમ કે, એની પાહે અંજવાળું નથી.” 11ઈ કીધા પછી પાછુ એને કીધું કે, “આપડો મિત્ર લાજરસ હુય ગયો છે, પણ હું એને જગાડવા જાવ છું”
12તઈ ચેલાઓએ એને કીધું કે, “પરભુ, જો ઈ હુતો હોય, તો ઈ હાજો થયને જાગી જાહે.” 13ઈસુએ તો લાજરસના મોતના વિષે કીધું છે, પણ ઈ હમજા કે, એણે નિંદરમાં આરામ લેવા હાટુ કીધુ છે. 14તઈ ઈસુએ એને હાસે હાસુ કય દીધુ કે, “લાજરસ મરી ગયો છે, 15અને હું તમારા લીધે રાજી છું કે, હું ન્યા નોતો જેથી તમે વિશ્વાસ કરી હકો. હવે હાલો, આપડે એની પાહે જાયી.” 16તઈ થોમા; જે દીદુમસ કેવાતો હતો, એણે આપડા સાથી ચેલાઓને કીધું કે, “હાલો આપડે હોતન એની હારે મરવા હાટુ જાયી.”
મોતમાંથી જીવતુ ઉઠવું અને જીવન ઈસુ છે
17જઈ ઈસુ બેથાનિયા ગામમાં ગયો તઈ એને ખબર પડી કે, લાજરસની લાશને કબરમાં રાખી સ્યાર દિવસ થય ગયા છે. 18હવે બેથાનિયા ગામ યરુશાલેમ શહેરની પાહે લગભગ ત્રણ કિલોમીટર આઘુ હતું. 19ઈ હાટુ બોવ બધાય યહુદી લોકો, માર્થા અને મરિયમની પાહે એના ભાઈનાં મોત ઉપર દિલાસો આપવા હાટુ આવ્યા હતા. 20જઈ માર્થાને ખબર પડી કે, ઈસુ આવી રયો છે, તઈ ઈ એને મળવા હાટુ ગય. પણ મરિયમ ઘરમાં બેઠી રય. 21માર્થાએ ઈસુને કીધું કે, “પરભુ, જો તુ આયા હોત, તો મારો ભાઈ મરત નય. 22પણ હું જાણું છું કે, તુ હજી પણ પરમેશ્વરથી માંગય, તો ઈ તને આપશે.” 23ઈસુએ માર્થાને કીધું કે, “તારો ભાઈ પાછો જીવતો થય જાહે.” 24માર્થાએ એને કીધું કે, “હું જાણું છું કે, છેલ્લે દિવસે જઈ પરમેશ્વર બધાય મરેલાઓને જીવાડશે તઈ ઈ મરેલામાંથી જીવતો ઉઠશે.” 25ઈસુએ એને કીધું કે, “હું જ એક ખાલી છું; જે લોકોને મરેલામાંથી જીવતા કરું છું; અને હું જ એક ખાલી છું જે તેઓને જીવન આપું છું જે કોય મારી ઉપર વિશ્વાસ કરે છે. ઈ મરી જાહે તોય ઈ જીવતો થાહે. 26અને જે કોય મારામાં જીવે છે, અને મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ કોયદી પણ નય મરે. શું તુ ઈ વાત ઉપર વિશ્વાસ કરે છે?” 27માર્થાએ ઈસુને જવાબ દીધો કે, “હા, પરભુ, હું વિશ્વાસ કરું છું કે, તુ જ પરમેશ્વરનો દીકરો મસીહ છે, જે જગતમાં આવવાનો હતો.”
ઈસુ રોયો
28આ કયને ઈ વય ગય, અને પોતાની બેન મરિયમને ખાનગીમાં લય જયને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ આજ છે અને તને બોલાવે છે.” 29આ હાંભાળીને મરિયમ તરત જ ઉભી થયને ઈસુની પાહે આવી. 30ઈસુ હજી હુધી બેથાનિયા ગામમાં નથી પૂગ્યો, પણ ઈજ જગ્યા ઉપર હતો, જ્યાં માર્થા એને મળી હતી. 31તઈ જે યહુદી લોકો તેઓની હારે ઘરમાં હતાં અને એને દિલાસો આપતા હતાં, તેઓએ જોયું કે, મરિયમ ઉતાવળે ઉભી થયને બારે ગય, જોવ; ઈ કબર ઉપર રોવા જાય છે, એવુ વિસારીને તેઓ મરિયમની વાહે ગયા. 32જઈ મરિયમ જ્યાં ઈસુ હતો ન્યા પાહે આવીને એને જોયને જ ઈ એના પગમાં પડી ગય અને કીધું કે, “પરભુ, જો તુ આયા હોત તો મારો ભાઈ મરત નય.” 33તઈ ઈસુએ મરિયમ અને એની હારે આવેલા યહુદી લોકોને રોતા જોય, બોવ દુખી થયને હેપતાય ગયો, 34અને એણે પુછયું કે, “તમે એની લાશને ક્યા રાખી છે?” તેઓએ કીધું કે, “પરભુ, આવ અને જોયલે.” 35ઈસુ રોયો. 36તઈ યહુદી લોકો કેવા લાગ્યા કે, “જોવ, આ લાજરસને કેટલો પ્રેમ કરતો હતો.” 37પણ એમાંથી થોડાક લોકોએ કીધું કે, “એણે તો આંધળાને જોતો કરયો, તો શું એટલું પણ નો કરી હક્યાં કે, લાજરસને મરણ પામતો અટકાવી હક્યો હોત?”
લાજરસને પાછો જીવતો કરવો
38ઈસુ પાછો મનમા બોવ જ દુખી થયને કબર પાહે આવ્યો, કબર એક ગુફામાં બનાવેલી હતી, અને એણે કમાડ ઉપર એક પાણો રાખેલો હતો. 39ઈસુએ કીધું કે, “પાણાને કમાડેથી હટાવી દયો.” તઈ મરેલા લાજરસની બેન માર્થાએ એને કીધું કે, “પરભુ, એનામાંથી તો હવે ખરાબ વાસ આવતી હશે કેમ કે, એને મરા સ્યાર દિવસ થય ગયા છે.” 40ઈસુએ એને કીધું કે, “શું તમને મે નથી કીધું કે, જો તુ વિશ્વાસ કરય, તો પરમેશ્વરની મહિમા જોય.” 41તઈ તેઓએ ઈ પાણાને હટાવયો. પછી ઈસુએ ઉપર જોયને કીધું કે, “હે બાપ, હું તારો આભાર માનું છું કે, તે મારું હાંભળી લીધું છે. 42હું જાણું છું કે, તુ સદાય મારું હાંભળે છે, પણ આયા આજુ બાજુમાં ઉભા રયેલા લોકોના લધે મે જોરથી આ કીધું છે, જેનાથી ઈ મારી ઉપર વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે.” 43આ કયને એણે જોરથી કીધું કે, “લાજરસ, બારે આવ!” 44તઈ જે મરી ગયો હતો, એના હાથ પગ ખાપણથી બંધાયેલા હતા અને ઈ બારે આવ્યો, અને એનુ મોઢું લુગડાથી વીટેલુ હતું. ઈસુએ એને કીધું કે, “એનુ વીટેલુ ખાપણ ખોલી નાખો અને એને જાવા દયો.”
ઈસુની વિરુધ કાવતરું
45તઈ જે યહુદી લોકો મરિયમને મળવા આવ્યા હતાં, અને ઈસુનો આ સમત્કાર જોયો હતો, એનામાંથી ઘણાય એની ઉપર વિશ્વાસ કરયો. 46પણ એનામાંથી કેટલાક લોકોએ ફરોશી ટોળાના લોકોની પાહે જયને બતાવ્યું કે ઈસુએ ન્યા શું કરયુ છે? 47તઈ મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ, યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બોલાવીને કીધું કે, “આપડે શું કરી? આ માણસ તો બોવ સમત્કારી નિશાની દેખાડે છે. 48જો આપડે, એને એમ જ છોડી દેહુ, તો બધાય લોકો એવો વિશ્વાસ કરશે કે, ઈ મસીહ છે, અને રોમન અધિકારીઓ આયશે, અને મંદિર અને લોકોનો નાશ કરી નાખશે.” 49તઈ એનામાંથી કાયાફા નામનો એક માણસ જે ઈ વહરનો પ્રમુખ યાજક હતો, એને કીધું કે, “તમે કાય નથી જાણતા,” 50અને તમે કાય નથી હમજતા, તમારી ભલાય એમા છે કે, બધાય લોકોની હાટુ એક માણસને મરવું, અને બધાય લોકો બસી જાય. 51આ વાત એને પોતાની તરફથી નથી કીધી, પણ ઈ વરહના પ્રમુખ યાજકના જેમ, એણે ઈ આગમવાણી કરી કે, ઈસુ યહુદી જાતિના લોકો હાટુ મરશે. 52અને ખાલી યહુદી જાતિના લોકો હાટુ નય, પણ ઈ પરમેશ્વરનાં બધાય લોકોની હાટુ પણ મરશે, જે આ જગતમાં વેરાયેલા છે, જેથી તેઓ ભેગા કરી હકે. 53ઈ દીવસથી યહુદી લોકોના આગેવાનો ઈસુને મારી નાખવાનું કાવતરું કરવા લાગ્યા.
54ઈ હાટુ ઈસુ ઈ વખતથી યહુદી લોકોની હામે જાહેરમાં નોતો આવતો, પણ ન્યાંથી વગડામાં પાહેના પરદેશમા એફ્રાઈમ નામના એક ગામમાં વયો ગયો. અને પોતાના ચેલાઓની હારે ન્યા જ રેવા લાગ્યો. 55યહુદી લોકોનો પાસ્ખા નામના તેવારનો વખત પાહે હતો, અને ઘણાય બધાય લોકો પાસ્ખા તેવાર પેલા, પોતાની જાતને સોખા કરવા હાટુ ગામમાંથી યરુશાલેમ શહેરમાં આવ્યા. 56તેઓ ઈસુને ગોતવા લાગા અને મંદિરમાં ઉભા રયને એકબીજાને કેવા લાગા કે, “તમે શું વિસારો છો? શું આ તેવારમાં નય જાય?” 57મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ પણ હુકમ કરયો હતો કે, જો કોય માણસને ખબર હોય કે ઈસુ ક્યા છે, તો કય દયો, જેથી ઈ ઈસુને પકડી લેય.

高亮显示

分享

复制

None

想要在所有设备上保存你的高亮显示吗? 注册或登录