યોહાન 15

15
ઈસુ ખરો દ્રાક્ષવેલો
1હાસો દ્રાક્ષનો વેલો હું છું, અને મારો બાપ માળી છે. 2દરેક ડાળી જે મારામાં જોડેલી છે, પણ ફળ નથી આપતી, એને ઈ કાપી નાખે છે, અને જે ડાળી ઉપર ફળ આવે છે અને ઈ કાપકૂપ કરે છે, જેથી ઈ હજી વધારે ફળ આપે. 3તમે તો ઈ વચનને કારણે જે મે તમને કીધા છે, ઈ શુદ્ધ થયા છો. 4તમે મારામાં જોડાયેલા રયો અને હું તમારામા રેય; જેમ ડાળી વેલામાં રયા વગર પોતાની જાતે ફળ આપી હકતી નથી, એમ તમે પણ મારામાં રયા વગર ફળ આપી હકતા નથી. 5હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો, જે મારામાં રેય છે અને હું એમા રવ છું, ઈ વધારે ફળ આપે છે કેમ કે, મારાથી નોખા થયને તમે કાય નથી કરી હક્તા. 6જો કોય મારામાં રેતો નથી ઈ ડાળીની જેમ એને બારે નાખી દેવામાં આવે છે, અને ઈ હુકાય જાય છે પછી લોકો એને ભેગી કરી આગમાં નાખે છે, અને ઈ બળી જાય છે. 7જો તમે મારામાં રેહો, અને મારું શિક્ષણ તમારામા રેહે, તઈ જે કાય તમે ઈચ્છો ઈ માગો અને ઈ તમને મળશે. 8મારા બાપની મહિમા આમાંથી પરગટ થાય છે કે, તમે બોવ ફળો આપે, તઈ તમે મારા ચેલાઓ કેવાહો. 9જેવો બાપે મારી ઉપર પ્રેમ કરયો, એવો જ મે તમારી ઉપર પ્રેમ રાખ્યો, તમે મારા પ્રેમમાં બનેલા રયો. 10જો તમે મારી આજ્ઞાને માનશો, તો મારા પ્રેમમાં જોડાયેલા રેહો, જેવો કે મે મારા બાપની આજ્ઞાને માની છે, અને એના પ્રેમમાં જોડાયેલો રવ છું 11મે ઈ વાતો તમને ઈ હાટુ કીધું કે, જે આનંદ મારામાં છે ઈ તમારામા પણ પુરો થાય.
12મારી આજ્ઞા ઈ છે કે, જેવી રીતે મે તમને પ્રેમ કરયો, એવી રીતે તમે પણ એકબીજા ઉપર પ્રેમ કરો. 13પોતાના મિત્રની હાટુ પોતાનો જીવ દય દેવો એનાથી બીજો કોય મોટો પ્રેમ નથી. 14જે કાય હું તમને આજ્ઞા આપું છું, જો એને તમે માનો તો હું તમારો મિત્ર છું 15હવેથી હું તમને ચાકર નય કવ, કેમ કે ચાકર નથી જાણતા કે, એનો માલીક શું કરે છે, પણ મે તમને મિત્ર કીધા, કેમ કે મે જે સંદેશો મારા બાપ પાહેથી હાંભળો, ઈ બધુય તમને જણાવ્યું છે. 16તમે મને નથી ગમાડયો, પણ મે તમને ગમાડીયા છે, અને તમને મોકલ્યા છે જેથી તમે જયને ફળો આપો, અને તમારા ફળ સદાય રેય. જેથી તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો ઈ તમને આપે. 17ઈ વાતુની આજ્ઞા હું તમને ઈ હાટુ કવ છું કે, તમે એકબીજા ઉપર પ્રેમ રાખો.
જગતનો નકાર
18જો જગતમાં લોકો તમને નફરત કરે છે, તો તમે જાણો છો કે તેઓએ તમારી પેલા મારી નફરત કરી છે. 19જો તમે જગતના લોકોની જેમ રયો છો તો આ જગતના લોકો પોતાના હમજી પ્રેમ કરશે, પણ ઈ કારણે કે, તુ આ જગતનો માણસ નથી, પણ મે તને જગતના લોકોમાંથી ગમાડી લીધો છે, ઈ હાટુ જગતના લોકો તારાથી નફરત કરે છે. 20જે વાત મે તમને કીધી છે, એને યાદ રાખો કે ચાકર પોતાના માલિક કરતાં મોટો હોતો નથી, જો તેઓએ મને સતાવ્યો, તો ઈ તમને પણ સતાયશે. જો એણે મારૂ શિક્ષણ માન્યું છે, તો તમારું પણ માનશે. 21પણ આ બધુય તુ મારો ચેલાઓ હોવાના લીધે કરશો, કેમ કે ઈ લોકો મને મોકલનારાને જાણતા નથી. 22જો હું આવતો અને એને ઈ વાત કેતો, તો ઈ પાપી નો ઠરાવાત, પણ હવે એની પાહે પોતાના પાપો હાટુ કોય બાનું નથી. 23જે મારો નકાર કરે છે, ઈ મારા બાપનો પણ નકાર કરે છે. 24જે કામો બીજા કોયે કરયા નથી, ઈ જો મે તેઓની વસે કરયા નો હોત, તો ઈ પાપી નો ઠરાવાત, પણ હવે તો તેઓએ જોયને મને અને મારા બાપનો પણ નકાર કરયો છે. 25અને આ ઈ હાટુ થયુ કે જે એના નિયમમાં લખેલુ છે, ઈ વચન પુરું થાય કે, તેઓએ કોય કારણ વગર નકાર કરયો. 26હું બાપના તરફથી તમારી હાટુ એક મદદગાર મોકલીશ, ઈ ઈજ આત્મા છે જે બાપના તરફથી આવે છે અને જે હાસાય પરગટ કરે છે, જઈ ઈ મારી વિષે બતાયશે. 27અને તમે જગતના લોકોને મારા વિષે બતાયશો, કેમ કે તમે શરૂવાતથીજ મારી હારે છો.

高亮显示

分享

复制

None

想要在所有设备上保存你的高亮显示吗? 注册或登录