યોહાન 9

9
જનમથી આંધળો દેખતો થયો.
1પછી જઈ ઈસુ પોતાના ચેલાઓની હારે જાતો હતો, તઈ એક માણસને જોયો, જે જનમથી જ આંધળો હતો. 2ઈસુના ચેલાઓએ એને પુછયું કે, “રાબ્બી એટલે ગુરુ, કોણે પાપ કરૂ હતું કે, આ માણસ આંધળો જનમો, આ માણસે કા એના માં-બાપે?” 3ઈસુએ જવાબ દીધો કે, “નય તો એણે પાપ કરયા હતાં, અને નતો એનામાં બાપે, પણ ઈ હાટુ આંધળો જનમો કે, એનાથી પરમેશ્વરનાં કામ પરગટ થાય. 4જ્યાં લગી દિવસ છે, મને મોકલનારાના કામમા લાગી રેવું જરૂરી છે. કેમ કે, રાત થાવાની છે, જેમાં કોય માણસ કામ નથી કરી હક્તો. 5જ્યાં લગી હું જગતમાં છું, ન્યા લગી હું જગતનું અંજવાળું છું” 6એમ કયને, ઈસુ જમીન ઉપર થુંક્યો, અને ઈ થુકના ગારાને ઈ આંધળાની આંખુ ઉપર લગાડી 7પછી એને કીધું કે, “જા, અને પોતાનુ મોઢું શિલોઆમના કુંડમાં ધોય લે.” શિલોઆમનો અરથ ઈ છે કે મોકલેલો. એણે જયને ધોયુ, અને જોતો થયને પાછો આવ્યો. 8તઈ એના પાડોહી અને બીજાએ જેણે પેલા એને ભીખ માગતા જોયો હતો, એકબીજાને કેવા લાગ્યા કે, “શું ઈ આજ તો નથીને, જે બેહીને ભીખ માંગ્યા કરતો હતો?” 9કેટલા લોકોએ કીધું કે, “હા આજ છે.” અને બીજાઓએ કીધું કે, “આ નથી, પણ એના જેવો દેખાય છે,” તઈ ઈ માણસે પોતે કીધું કે, “ઈ હું જ છું,” 10તઈ ઈ લોકો એને પૂછવા લાગ્યા કે, “તુ કેમ જોવા લાગ્યો?” 11એણે જવાબ દીધો કે, “ઈસુ નામના એક માણસે ધૂડનો ગારો બનાવીને મારી આખુમાં લગાડીને, મને ઈ કીધું, જા અને તારું મોઢું શિલોઆમના કુંડમાં ધોય લે, તો મે ઈ કુંડમાં જયને મોઢું ધોયુ, અને હું જોવા લાગ્યો.” 12તેઓએ એને પાછુ પુછયું કે, “ઈ માણસ ક્યા છે?” એને કીધું કે, “મને નથી ખબર.”
હાજાપણા વિષે પુછ-પરછ
13-14જે દિવસે ઈસુએ થુકથી ધૂડનો ગારો બનાવીને એક આંધળા માણસને જોતો કરયો, ઈ વિશ્રામવારનો દિવસ હતો, ઈ હાટુ ઈ લોકો એને ફરોશી ટોળાના લોકોના ટોળા પાહે લય ગયા. 15ફરોશી ટોળાના લોકોના ટોળાએ પણ, ઈ માણસને પુછયું કે, “તુ કેમ જોવા લાગ્યો? એણે તેઓને કીધું કે, એણે મારી આંખુમાં ગારો લગાડી, અને એના કેવા પરમાણે મે મારું મોઢું ધોય લીધું, અને હવે હું જોવું છું” 16એની વાતને થોડાક ફરોશી ટોળાના લોકોનું ટોળું કેવા લાગ્યા કે, “ઈ માણસ પરમેશ્વરનો મોકલેલો નથી, કેમ કે ઈ વિશ્રામવારનો દિવસ નથી પાળતો,” થોડાક બીજા લોકોએ કીધું કે, “કોય પાપી માણસ આવા સમત્કાર નથી કરી હકતો,” ઈ વાતને લીધે એનામા ભાગલા પડી ગયા છે. 17તેઓએ આંધળા માણસને પાછુ પુછયું કે, “જે માણસે તને જોતો કરયો છે, એના વિષે તુ શું કેય છે?” એણે કીધું કે, “ઈ આગમભાખીયો છે.”
18પણ યહુદી લોકોના આગેવાનોએ, જે પેલો આંધળો હતો, ઈ માણસના માં બાપને બોલાવ્યા નય ન્યા લગી એની ઉપર વિશ્વાસ નો કરયો. 19તેઓએ ઈ માણસના માં બાપને પુછયું કે, “શું ઈ તમારો દીકરો છે, જેના વિષે તમે ક્યો છો કે, જનમથી આંધળો હતો? તો હવે ઈ કેવી રીતે જોવા લાગ્યો?” 20તેઓએ જવાબ દીધો કે, “ઈ મારો દીકરો છે અને જનમથી આંધળો હતો, અમે જાણતા હતા. 21પણ હવે ઈ કેવી રીતે જોવા લાગ્યો છે, અમને ઈ ખબર નથી, અમે ઈ પણ નથી જાણતા કે, અમારા દીકરાને કોણે જોતો કરયો છે, જે ઘણુય બોવ છે અને પોતે જવાબ દય હકે છે, તમે એને જ પુછી લો, ઈ પોતે જ કેહે.” 22એનામાં બાપે ઈ હાટુ કીધું કે, તેઓ યહુદી લોકોના આગેવાનોથી બીતા હતાં કેમ કે, તેઓએ નક્કી કરી લીધું તુ કે, જો કોય વિશ્વાસ કરી લેય કે, ઈસુ મસીહ છે, તો એને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી મુકવામાં આવે. 23ઈ કારણે એનામાં બાપે કીધું કે, “ઈ જ મોટુ છે અને પોતે જ જવાબ દય હકે છે, તમે એને જ પૂછી લ્યો.”
24તઈ યહુદી લોકોના આગેવાનોએ જે માણસ પેલાથી જ આંધળો હતો, અને બીજીવાર બોલાવીને એનાથી કીધું કે, “પરમેશ્વરની હામે હાસુ બોલ કેમ કે, અમે તો જાણી છયી કે ઈ માણસ પાપી છે.” 25એણે જવાબ દીધો કે, “હું નથી જાણતો કે, ઈ માણસ પાપી છે કે નય, પણ હું એટલું જાણું કે, પેલા હું આંધળો હતો અને હવે જોવ છું”
26તેઓએ એને પાછુ પુછયું કે, “એણે તારી હારે શું કરયુ? અને તને કેમ જોતો કરયો?” 27એણે જવાબ દીધો કે, “મે તમને હમણા જ કય દીધુ હતું, પણ તમે તો હાંભળ્યું જ નય, હવે બીજીવાર કેમ હાંભળવા માગો છો? શું તમે પણ એના ચેલાઓ થાવા માગો છો?” 28તઈ તેઓ એની મશ્કરી કરીને કેવા લાગ્યા કે, “તુ જ એનો ચેલો છે, અમે તો મુસાના ચેલાઓ છયી. 29આપડે જાણી છયી કે, પરમેશ્વરે મુસાની હારે વાત કરી હતી, પણ ઈ માણસને નથી જાણતો કે, ઈ ક્યાંથી આવ્યો છે.” 30ઈ માણસે જવાબ દીધો કે, “આ તો નવાયની વાત છે કે, એણે મને જોતો કરયો છે, અને તમે ઈ પણ નથી જાણતા કે, ઈ ક્યાંથી આવ્યો છે. 31આપડે જાણી છયી કે, પરમેશ્વર પાપી લોકોનું નથી હાંભળતા, પણ જે કોય પરમેશ્વરનો ભગત હોય, અને એની ઈચ્છાની પરમાણે કરતાં હોય, તો ઈ એનુ હાંભળે છે.
32જગતને બનાવવાની શરુઆત આવું કોય દિવસ હાંભળવામાં નથી આવ્યું કે, કોયે પણ જનમથી આંધળા માણસને જોતો કરયો હોય. 33જો આ માણસ પરમેશ્વરની તરફથી નો આવ્યો હોય, તો કાય પણ નો કરી હક્ત.” 34તેઓએ ઈ માણસને કીધું કે, “તુ તો પુરી રીતે પાપમાં જનમો છે, અને તુ અમને શીખવાડે છે?” અને તેઓએ ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો.
આત્મિક અંધાપો
35ઈસુએ હાંભળ્યું કે, ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો છે, ઈ હાટુ ઈસુએ માણસને મળ્યો, તો એને પુછયું કે, “શું તુ માણસના દીકરા ઉપર વિશ્વાસ કરે છે?” 36એણે જવાબ દીધો કે, “ગુરુ, મને બતાય કે, આયા પરમેશ્વરનો દીકરો કોણ છે? જેથી હું એની ઉપર વિશ્વાસ કરી હકુ.” 37ઈસુએ એને કીધું કે, “ઈ એને જોયો પણ નથીને, અને જે તારી હારે વાતો કરે છે, ઈજ માણસનો દીકરો છે.” 38ઈ માણસે એમ કેતા, ઈસુને નમીને સલામ કરયા કે, “ગુરુ, હું તારી ઉપર વિશ્વાસ કરું છું” 39તઈ ઈસુએ કીધું કે, “હું આ જગતનો ન્યાય કરવા આવ્યો છું, જેથી આંધળા લોકો જોય હકે, અને જે જોય છે, ઈ આંધળા થય જાહે.” 40કેટલાક ફરોશી ટોળાના લોકોના ટોળાએ જે ઈસુની હારે હતાં, તેઓએ ઈ વાત હાંભળીને એને પુછયું કે, “તારો કેવાનો મતલબ શું છે, અમે પણ આંધળા છયી?” 41ઈસુએ તેઓને કીધું કે, “જો તમે આંધળા હોત, તો પાપી નો ઠરાવામા આવત, પણ હવે કયો છો કે, અમે જોય હકીયે છયી, ઈ હાટુ તમને માફ નય કરવામા આવે.”

高亮显示

分享

复制

None

想要在所有设备上保存你的高亮显示吗? 注册或登录