લૂક 18

18
પરમેશ્વરથી બીતા નથી એવા ન્યાયધીશ અને રંડાયેલી નો દાખલો
1ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, સદાય પ્રાર્થના કરવી જોયી, અને કાયર થાવુ નય, આ બતાવવા હાટુ જ તેઓને એક દાખલો આપતા કીધુ કે, 2એક શહેરમાં એક ન્યાયધીશ હતો; ઈ પરમેશ્વરથી બીતો નોતો, અને માણસની પરવાહ કરતો નોતો. 3અને ઈ શહેરમાં એક રંડાયેલ બાય હોતન રેતી હતી. ઈ ઘણીય વાર ન્યાયાધીશ પાહે આવીને કેતી હતી કે, “મારા વેરીથી મને ન્યાય અપાવ.” 4ન્યાયાધીશ લાંબા વખત હુંધી એને મદદ કરવા ઈચ્છતો નોતો; પણ લાંબા વખત પછી ન્યાયાધીશને વિસાર આવ્યો કે, “હું પરમેશ્વરથી બીતો નથી અને કોય માણસની પરવાહ કરતો નથી, 5પણ આ રંડાયેલ બાય મને હેરાન કરે છે, ઈ હાટુ હું એને ન્યાય કરી દવ છું કે, વારેઘડીએ આવીને મને બોવ હેરાન નો કરે.”
6પરભુ ઈસુએ કીધું કે, “આ અન્યાયી ન્યાયધીશે શું કીધું એના વિષે ધ્યાનથી વિસારો કે, 7પાકી રીતેથી પરમેશ્વર પોતાના ગમાડેલા લોકો હાટુ ન્યાયની વ્યવસ્થા કરશે, જે રાત દિવસ ખંતથી એને પ્રાર્થના કરે છે, અને ઈ એની હારે સદાય વિસ્વાસ રાખે છે.” 8હું તમને કહું છું કે, “પરમેશ્વર જલદીથી એના ગમાડેલા લોકોને ન્યાય આપશે. પણ જઈ માણસનો દીકરો પૃથ્વી ઉપર પાછો આયશે, તઈ હજી ઘણાય લોકો એની ઉપર વિશ્વાસ નય કરે.”
પ્રાર્થના કરતાં ફરોશી અને દાણી
9કેટલાક પોતાના વિષે અભિમાન રાખતા હતાં કે, અમે ન્યાયી છયી, અને બીજાને નકારતા હતાં, તેઓને પણ ઈસુએ આ દાખલો કીધો કે, 10બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા હાટુ ગયા; જેમાં એક ફરોશી ટોળાનો હતો, અને બીજો વેરો ઉઘરાવનારો હતો. 11ફરોશી ટોળાનો માણસ ઉભો થયને, મનમા પ્રાર્થના કરવા મંડ્યો કે, “ઓ પરમેશ્વર, હું તારો આભાર માનું છું કેમ કે, હું બીજા માણસોની જેમ જુલમી, અન્યાયી, છીનાળવો અને આ વેરો ઉઘરાવનારાની જેવું કરતો નથી. 12હું અઠવાડીયામાં બે વાર ઉપવાસ કરું છું; અને મારી બધીય કમાણીનો દશમો ભાગ તમને આપું છું” 13પણ વેરો ઉઘરાવનાર છેટો ઉભો રયો, પણ જઈ એણે પ્રાર્થના કરી તો એણે સ્વર્ગ બાજુ જોયું પણ નય, અને દુખી થયને છાતી કુટતા કીધુ કે, “ઓ પરમેશ્વર, હું એક પાપી છું, મારી ઉપર દયા કરીને મને માફ કરો.” 14હું તમને કવ છું કે, “ઈ પેલો નય, પણ ઈ વેરો ઉઘરાવનારો જ પરમેશ્વરની હામે ન્યાયી ઠરયો, અને ઈ પોતાના ઘરે વયો ગયો, કેમ કે, જે કોય માણસ પોતાને ઉસો બનવા ઈચ્છે છે, એને નીસો કરવામાં આયશે, અને જે કોય પોતાને નીસો કરશે, એને ઉસો કરવામાં આયશે.”
15પછી ઈ લોકો પોતાના બાળકોને પણ ઈસુ પાહે લીયાવા, ઈ હાટુ કે, ઈ બાળકોની ઉપર હાથ રાખીને આશીર્વાદ આપે, પણ જઈ ચેલાઓએ ઈ જોયું તઈ ઈ લોકોને ખીજાણા. 16જેથી ઈસુએ તેઓને બોલાવીને કીધું કે, “બાળકોને મારી પાહે આવવા દયો, એને રોકોમાં કેમ કે, પરમેશ્વરનું રાજ્ય એવાઓનું જ છે. 17હું તમને હાસુ કવ છું કે, જે માણસો પરમેશ્વરનાં રાજ્યને બાળકની જેમ અપનાયશે નય ઈ એમા અંદર જય હકશે નય.”
રૂપીયાવાળા એક માણસનો ઈસુને પ્રશ્ન
(માથ્થી 19:16-30; માર્ક 10:17-31)
18એક અધિકારીએ ઈસુને પુછયું કે, “હે ગુરુ, અનંતકાળનું જીવન પામવા હું શું કરું?” 19ઈસુએ એને કીધુ કે, “તું મને હારો કેમ કે છો? એક એટલે ખાલી પરમેશ્વર સિવાય બીજો કોય હારો નથી. 20તુ પરમેશ્વરની આજ્ઞાઓને તો જાણે છે; કે હત્યા નો કરવી, છીનાળવા નો કરવા, સોરી નો કરવી, ખોટી સાક્ષી નો પૂરવી, પોતાના માં-બાપને માન આપવું.” 21એણે કીધુ કે, “આ બધીય આજ્ઞાઓ તો હું નાનપણથી જ પાળતો આવ્યો છું” 22ઈસુએ આ હાંભળીને એને કીધુ કે, “હજી તારે એક વધારે કામ કરવાની જરૂર છે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે, અને મારો ચેલો બનીજા.” 23પણ જઈ એણે આ વાત હાંભળી, તઈ ઈ માણસ ઘણોય નિરાશ થયો કેમ કે, ઈ બોવ રૂપીયાવાળો હતો.
24તઈ ઈસુએ એની બાજુ જોયને કીધું કે, “રૂપીયાવાળા માણસને પરમેશ્વરનાં રાજ્યમાં અંદર જાવું બોવજ અઘરું છે! 25જેટલું એક ઉટને હોયના નાકામાંથી જાવું અઘરું છે, એટલું જ વધારે રૂપીયાવાળા માણસને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું અઘરું છે.” 26જે માણસોએ ઈ હાંભળ્યું તઈ એણે કીધું કે, “તો કોણ તારણ પામી હકે?” 27પણ ઈસુએ કીધુ કે, “માણસોની હાટુ જે અશક્ય છે ઈ પરમેશ્વર હાટુ શક્ય છે.” 28પછી પિતરે કીધુ કે, “જો અમે તારા ચેલા બનવા હાટુ બધુય મુકી દીધુ છે.” 29તઈ ઈસુએ તેઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, જેણે પરમેશ્વરનાં રાજ્ય હાટુ પોતાનું ઘર, પોતાની બાયડી, ભાઈઓ, માં બાપ, બાળકો મુકી દીધા છે. 30એણે જે ત્યાગ કરયો છે એના કરતાં વધારે આ યુગમાં મળશે, અને આવનાર યુગમાં અનંતકાળનું જીવન પણ મેળવશે.”
ઈસુની પાછા જીવતા થાવાની આગમવાણી
(માથ્થી 20:17-19; માર્ક 10:32-34)
31પછી ઈસુએ એના બાર ચેલાઓને એક બાજુ લય જયને કીધુ કે, આપડે યરુશાલેમ શહેરમાં જાયી છયી, અને પરમેશ્વરે જે કાય વાતુ માણસના દીકરાની વિષે આગમભાખીયાઓએ જે કીધુ હતું, ઈ બધુય પુરું થાહે. 32કેમ કે, માણસો એના વિરોધી બનીને એને બિનયહુદીઓના હાથમાં હોપાવી દેહે, અને લોકો એની ઠેકડી કરશે, અને તેઓ એનુ અપમાન કરશે, અને તેઓ એના ઉપર થુંકશે; 33તેઓ કોરડા મારીને અને પછી એને મારી નાખશે, પણ એના મોત પછી ત્રીજે દિવસે ઈ પાછો જીવતો થાહે. 34પણ એમાંથી કોય તેઓને હમજાવામાં આવ્યું; નથી અને આ વાત તેઓથી ખાનગી રાખી, અને જે કેવામાં આવ્યું હતું ઈ તેઓ હમજા નય.
ઈસુ દ્વારા આંધળા ભિખારીને જોતો કરવો
(માથ્થી 20:29-34; માર્ક 10:46-52)
35જઈ ઈસુ યરીખો શહેરના પાહે પૂગ્યો, તો ન્યા મારગની બાજુમાં એક આંધળો માણસ બેઠો હતો, જે ભીખ માંગતો હતો. 36જઈ આ માણસે મારગ ઉપરથી જાતા માણસોનો અવાજ હાંભળ્યો તઈ ઈ પૂછવા મંડયો કે, “આ શું થય રયુ છે?” 37લોકોએ એને કીધુ કે, “નાઝરેથ નગરનો ઈસુ આયથી જાય છે.” 38તઈ આંધળા માણસે રાડો પાડીને કીધુ કે, “ઈસુ, દાઉદ રાજાના કુળના દીકરા, મારી ઉપર દયા કર.” 39ન્યા જે માણસો આગળ ટોળાને દોરતા હતાં, તેઓએ આંધળા માણસને ધમકાવીને એમ કીધુ કે, શાંતિ રાખ પણ ઈ આંધળો માણસ વધારે રાડ પાડવા મંડ્યો, “હે, દાઉદ રાજાના કુળના દીકરા, મારી ઉપર દયા કર.” 40તઈ ઈસુ ઉભો રયો, અને આજ્ઞા કરી કે, પેલા આંધળા માણસને મારી પાહે લાવો! જઈ આંધળો માણસ એની પાહે આવ્યો તઈ ઈસુએ એને પુછયું કે, 41તારી શું મરજી છે? હું તારી હાટુ શું કરું? આંધળા માણસે કીધુ કે, “પરભુ, હું ફરીથી જોતો થાવ.” 42ઈસુએ એને કીધું કે, “તો પછી જો! મે તને બસાવ્યો છે, કેમ કે, તું મારી ઉપર વિશ્વાસ કરે છે.” 43અને તરત ઈ જોવા લાગ્યો અને પરમેશ્વરની મહિમા કરતો ઈસુની વાહે ગયો; અને તઈ બધાય લોકોએ ઈ જોયને પરમેશ્વરની મહિમા કરી.

目前选定:

લૂક 18: KXPNT

高亮显示

分享

复制

None

想要在所有设备上保存你的高亮显示吗? 注册或登录