લૂક 22

22
ઈસુની વિરુધ કાવતરું
(માથ્થી 26:1-5,14-16; માર્ક 14:1-2,10-11; યોહ. 11:45-53)
1હવે પાસ્ખા તેવાર અને બેખમીર રોટલીનો તેવાર બે દિવસો પછી સાલું થાવાનો હતો. 2હવે મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો ઈસુને ખાનગી રીતે મારી નાખવાની તક જોતા હતાં કેમ કે, તેઓ એને માનનારા લોકોથી બીતા હતા.
ઈસુને પકડાવી દેવા યહુદાની સહમતી
3પછી શેતાન યહુદાની અંદર ઘરયો, જે ઈશ્કારિયોત કેવાતો હતો, જે બાર ચેલાઓમાંથી એક હતો. 4એણે મુખ્ય યાજકો અને મંદિરના સિપાયોના અધિકારીઓની પાહે જયને કીધુ કે, હું ઈસુને પકડાવામાં તમારી મદદ કરય. 5જેથી તેઓ બોવ રાજી થયા, અને યહુદાને રૂપીયા આપવાનું વચન આપ્યું. 6તો યહુદાએ સંમતી કરીને લોકોનું ટોળું ભેગુ થાય એની પેલા ઈસુને તેઓના હાથમાં હોપી દેવાની તક ગોતવા લાગ્યો.
પાસ્ખા તેવારને ભોજનની તૈયારી
(માથ્થી 26:17-25; માર્ક 14:12-21; યોહ. 13:21-30)
7પછી પાસ્ખા તેવારના ભોજન હાટુ ઘેટાનું બલિદાન સડાવવું જરૂરી હતું. 8અને ઈસુએ પિતર અને યોહાનને કીધું કે, “જાવ આપડી હાટુ પાસ્ખા તેવારનું ખાવાનું તયાર કરો.” 9તેઓએ ઈસુને પુછયું કે, “તમે અમને ક્યા મોકલવા માગો છો કે, પાસ્ખા તેવાર હાટુ અમે ખાવાનું તયાર કરી જેથી આપડે એને ખાય હકી?” 10ઈસુએ તેઓને કીધું કે, હાંભળો, તમેને શહેરમાં આવતાં જ એક માણસને પાણીની ગાગર ઉપાડીને જાતો જોવા મળશે, એની વાહે જાવ. 11અને ઈ જે ઘરમાં જાય ઈ ઘરના માલીકને કેજો કે, “ગુરુ, તને કેય છે કે, જ્યાં મારે ચેલાઓની હારે પાસ્ખા તેવારનું ખાવાનું છે ઈ ઉતારાની ઓયડી ક્યા છે?” 12પછી ઈ માલિક તમને એક મોટી મેડી શણઘારેલી અને તયાર કરેલી દેખાડશે, ન્યા પાસ્ખા ભોજન તયાર કરો. 13જેથી બે ચેલાઓ શહેરમાં ગયા અને જેવુ ઈસુએ તેઓને કીધું હતું એવું જ તેઓને મળ્યું. અને તેઓએ પાસ્ખા તેવાર હાટુ ખાવાનું તયાર કરયુ.
પરમેશ્વર ભોજન
(માથ્થી 26:16-30; માર્ક 14:22-26; 1 કરિં. 11:23-25)
14જઈ પાસ્ખા ભોજન કરવાનો વખત આયવો, તઈ ઈસુ એના ગમાડેલા ચેલાઓની હારે ખાવા બેઠો. 15ઈસુએ તેઓને કીધું કે, દુખ સહન કરું અને મરી જાવ ઈ પેલા આ પાસ્ખા તેવારનું ભોજન તમારી હારે ખાવાની મારી ઘણીય બધીય ઈચ્છા હતી. 16હું તમને કવ છું કે, “પરમેશ્વરનાં રાજ્યમાં જ્યાં હુધી આ પાસ્ખા ખાવાનો પુરો અરથ નય આપે, ન્યા હુંધી હું ફરીથી આ ભોજન ખાવાનો નથી.” 17તઈ ઈસુએ દ્રાક્ષારસનો એક પ્યાલો લયને એણે પરમેશ્વરનો આભાર માન્યા પછી, એણે કીધું કે, “આ પ્યાલો લ્યો, અને તમે દરેકને ઈ આપો.” 18કેમ કે, હું તમને કવ છું કે, “હું ઈ વખત હુધી પછી ક્યારેય દ્રાક્ષારસ નય પીવ, જ્યાં હુધી કે હું પરમેશ્વરનાં રાજ્યમાં નવો દ્રાક્ષારસ નય પીવ.” 19પછી ઈસુએ રોટલી લીધી, અને પરમેશ્વરનો આભાર માનીને તોડી, અને એણે ચેલાઓને આ કેતા આપી કે, “આ રોટલી મારું દેહ છે, જે હું તમારા હાટુ આપું છું; મારી યાદગીરી હાટુ તમે આવુ જ કરતાં રયો.” 20આજ પરમાણે ખાવાનું ખાધા પછી ઈસુએ એક દ્રાક્ષના રસનો પ્યાલો લીધો અને કીધુ કે, “આ પ્યાલો મારા લોહી દ્વારા કરેલો નવો કરાર છે જે તમારી હાટુ વહેડાવવામાં આવે છે.” 21પણ આ માણસને જોવો! જે મને મારા વેરીઓને હાથમાં હોપશે ઈ મારી હારે હાલમાં ખાય રયો છે. 22કેમ કે, “માણસનો દીકરો પરમેશ્વરની યોજના પરમાણે કરશે, પણ ઈ માણસને અફસોસ! જે મને પકડાવી દેવામાં મદદ કરે છે.” 23પછી તેઓ એકબીજાને અંદરો અંદર પૂછવા લાગ્યા કે, “આપડામાંથી મોટો કોણ છે કે, જે આ કામ કરશે?”
બધાયથી મોટુ કોણ? વાદવિવાદ
24પાછળથી ચેલાઓ અંદરો અંદર વાદ-વિવાદ કરવા લાગ્યા કે, તેઓમાં આપડામાંથી મોટો કોણ છે? 25પછી ઈસુએ તેઓને કીધુ કે, “તમે જાણો છો કે, જે લોકો આ જગતમાં રાજ કરનારા છે, તેઓ પોતાના અધિકારનો ઉપયોગ પોતાના નીચેના લોકોની ઉપર અધિકાર હલાવવા હાટુ કરે છે. તેઓના આગેવાન લોકો તેઓની વાતો મનાવવા હાટુ તેઓના અધિકારનો ઉપયોગ કરે છે, તેઓ બીજાનું ભલું કરનારા કેવાય છે.” 26પણ તમે એવા નો થાવ; પણ તમારામા જે કોય મોટો હોય, એણે નાના માણસ જેવા થાવુ જોયી, અને આગેવાનોને ચાકર જેવા થાવુ જોયી. 27કેમ કે, મોટો કોણ છે, ઈ જે ખાવા બેઠા છે, કા ઈ જે ખાવાનું પીરશે છે? હું ઈ નથી જે ખાવા બેઠા છે? પણ હું તમારી વસ્સે એક પીરસનાર જેવો છું.
28પણ તમે ઈ છો, જેઓ મારી પરીક્ષા વખતે મારી હારે રયા છો. 29તો હવે, જઈ પરમેશ્વરનું રાજ્ય બધાયની ઉપર આયશે, તઈ હું તમારી બધાયની જેમ મારા બાપે મને રાજાની જેમ રાજ્ય કરવા હાટુ નીમ્યો છે, એમ જ હું તમને એક શક્તિશાળી અધિકારી બનાવય. 30જેથી મારા રાજ્યમાં તમે મારી હારે મેજ ઉપર ખાહો-પીહો અને તમે ઈઝરાયલ દેશના બાર કુળોનો ન્યાય કરવા, રાજ્યાસન ઉપર બેહશો.
પિતરના નકાર અંગે ઈસુની આગાહી
(માથ્થી 26:31-35; માર્ક 14:27-31; યોહ. 13:36-38)
31સિમોન! સિમોન! હાંભળ! જેમ કોક દ્વારા ઘઉંને સાળવામાં આવે છે, એમ તારું પરીક્ષણ કરવા હાટુ શેતાને માગણી કરી છે. અને પરમેશ્વર એને ઈ કરવાની રજા આપી છે. 32મે પ્રાર્થના કરી કે, તુ તારો વિશ્વાસ ગુમાવતો નય, જઈ તમે મારી પાહે આવો તઈ તમારા ભાઈઓને વધારે મજબુત થાવામાં મદદ કરજો. 33પિતરે ઈસુને કીધુ કે, “પરભુ હું તારી હારે જેલખાનામાં જાવા હાટુ તયાર છું, અને તારી હારે મરવા પણ હું ઈચ્છું છું” 34પણ ઈસુએ કીધુ કે, “હે પિતર હું તને કવ છું, કે આજે કુકડો બોલ્યા પેલા તુ મને ઓળખાતો નથી. એમ કયને તું ત્રણ વાર મારો નકાર કરય.”
પાકીટ, જોળી અને તરવાર
35પછી ઈસુએ ચેલાઓને પુછયું કે, “જઈ મે તમને બારે ગામડાઓમાં મોકલ્યા, અને તમે કાય રૂપીયા, ભોજન કા જોડા વગરના ગયા તો શું તમને ન્યા કાય જરૂર પડી જે તમને નો મળી હક્યું?” તેઓએ જવાબ દીધો કે “કાય પણ નય!” 36અને ઈસુએ તેઓને કીધું કે, તમારી પાહે પાકીટ હોય, તો તમારી પાહે રાખો, અને એમ જ જોળી અને જો તમારી પાહે તલવાર નો હોય, તો તમારો ઝભ્ભો વેસીને ઈ ખરીદી લ્યો. 37કેમ કે, હું તમને કવ છું કે, શાસ્ત્રમા લખેલુ છે કે, “ઈ ગુનેગારોની હારે ગણવામાં આવ્યો, ઈ વચન મારામાં પુરું થાવુ જરૂરી છે કેમ કે, જે પણ મારી વિષે લખેલી વાતો છે, ઈ પુરી થાય છે.”
38ચેલાઓએ કીધું કે, “હે પરભુ, જોવો, આયા બે તરવાર છે.” ઈસુએ તેઓને કીધું કે, “ઈ બોવ છે.”
ઈસુ જૈતુન પહાડ ઉપર પ્રાર્થના કરે છે
(માથ્થી 26:36-46; માર્ક 14:32-42)
39તઈ ઈસુએ શહેર છોડયું, અને જૈતુન પહાડ ઉપર પૂગ્યો, અને ચેલાઓ એની વાહે ગયા. 40ઈસુ ઈ જગ્યાએ આવ્યો, તઈ એણે તેઓને કીધું કે, “પ્રાર્થના કરો કે, તમે પરીક્ષણમાં નો પડો.” 41અને પછી ઈસુ એનાથી લગભગ એક નાડાવા જેટલો આઘો ગયો, ઘુટણે પડીને પ્રાર્થના કરવા લાગ્યો. 42“હે બાપ જો તારી ઈચ્છા હોય, તો આ દુખનો પ્યાલો મારાથી આઘો કરી લે: તો પણ મારી ઈચ્છા નય પણ તારી જ ઈચ્છા પરમાણે થાય.” 43તઈ આભમાંથી એક સ્વર્ગદુત દેખાણો જે ઈસુને બળ આપતો હતો. 44અને ઈસુ ખુબ પીડાતો હતો, ઈ હાટુ એણે બોવ આગ્રહથી પ્રાર્થના કરી. એનો પરસેવો લોહીના મોટા ટીપાની જેમ જમીન ઉપર પડતા હતા. 45જઈ ઈસુ પ્રાર્થના પુરી કરીને ઉભો થયો, તઈ પોતાના ચેલાઓની પાહે આવ્યો, અને દુખી થયને એના ચેલાઓને હુતા જોયા. 46અને ઈસુએ તેઓને કીધું કે, “તમે કેમ હુતા છો? ઉભા થાવો અને પ્રાર્થના કરો જેથી તમે પરીક્ષણમાં નો પડો.”
ઈસુની ધરપકડ
(માથ્થી 26:47-56; માર્ક 14:43-50; યોહ. 18:3-11)
47જઈ ઈસુ આ કેય રયો હતો, તઈ એક લોકોનું ટોળું આવ્યું, અને બાર ચેલાઓમાંથી એક જેનું નામ યહુદા હતું, ઈ તેઓની આગળ હાલતો હતો, ઈ ઈસુની નજીક આવ્યો, જેથી ઈ ઈસુને સુંબન કરી હકે. 48પણ ઈસુએ એને કીધું કે, “યહુદા, શું તુ સુંબન કરીને માણસના દીકરાને પકડાવવા ઈચ્છે છે?” 49ઈસુના ચેલાઓએ જઈ જોયું કે, શું થાવાનુ છે, ઈ જોયને કીધું કે, “પરભુ, શું અમે અમારી તલવાર મારીએ?” 50અને એટલામાં તો એકે પોતાની તલવાર કાઢીને, પ્રમુખ યાજકના ચાકરનો જમણો કાન કાપી નાખ્યો. 51પણ ઈસુએ કીધું કે, “હવે બસ કર.” પછી ઈસુએ એના કાનને અડીને હાજો કરયો. 52તઈ મુખ્ય યાજકો વડીલો અને યહુદી મંદિરના સરદારોને જેઓ એને પકડવા આવ્યા હતાં, તેઓને ઈસુએ કીધું કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો? 53જઈ હું દરોજ મંદિરમાં તમારી હારે હતો, ન્યા તમે મને પકડવાની કોશિશ હુકામ કરી નય? પણ હમણા તમારો અને અંધારાના અધિકારનો વખત છે.”
પિતરનો નકાર
(માથ્થી 26:57-58,69-75; માર્ક 14:53-54,66-72; યોહ. 18:12-18,25-27)
54તેઓ ઈસુને પકડીને પછી પ્રમુખ યાજકના ઘરમાં લય ગયા, અને પિતર એની આઘો રયને ઈસુની વાહે હાલતો ગયો. 55અને જઈ સિપાયો સોકની અંદર તાપ સળગાવીને ભેગા બેઠા, તઈ પિતર પણ તેઓની પાહે બેઠો હતો. 56અને એક દાસીએ એને તાપના અંજવાળામાં બેઠેલો જોયને એની બાજુ ટાપીને કેવા લાગી, “આ હોતન એની હારે હતો.” 57પણ પિતરે આ કયને નકાર કરયો કે, “બાય, હું એને નથી જાણતો.” 58થોડા વખત પછી કોય બીજાએ પિતરને જોયને કીધું કે, “તુ પણ તેઓમાનો છે.” પિતરે કીધું કે, “ભાઈ હું નથી.” 59થોડાક વખત પછી એક બીજો માણસ હિંમતથી કેવા લાગ્યો કે, આ હાસુ છે કે, “આ પણ એની હારે હતો કેમ કે, આ હોતન ગાલીલનો છે.” 60પણ પિતરે એને કીધું કે, “અરે ભાઈ હું નથી જાણતો કે, તુ શું કેય છે” ઈ બોલતો હતો અને તરત જ કુકડો બોલ્યો. 61પછી ઈસુએ ફરીને પિતરની હામે જોયું, અને પિતરને ઈસુની કીધેલી વાત યાદ આવી કે, “આજે હવારે કુકડો બોલ્યો અગાવ તુ મારો ત્રણ વાર નકાર કરય.” 62અને ઈ બારે આંગણામાં ગયો અને દુખી થયને ખુબ રોયો.
ઈસુની ઠઠ્ઠા મશ્કરી અને માર
(માથ્થી 26:67-68; માર્ક 14:65)
63જેઓએ ઈસુને પકડયો હતો, તેઓ એની ઠેકડી કરીને એને મારવા લાગ્યા; 64અને પછી તેઓએ એની આંખુ ઉપર પાટો બાંધીને લાફો મારીને એને પુછયું કે, “જો તુ આગમભાખનાર હોય તો અમને બતાવે કે, તને કોણે મારયો!” 65અને ઈ માણસોએ ઈસુની નિંદા કરીને એની વિરુધ બીજુ ઘણુય બધુય કીધું.
ઈસુ ન્યાયસભા હામે
(માથ્થી 26:59-66; માર્ક 14:55-64; યોહ. 18:19-24)
66જઈ બીજો હવાર થાતાજ માણસોના વડીલો યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં મુખ્ય યાજકોએ અને યહુદી નિયમના શિક્ષકો ભેગા થયા, તેઓ ઈસુને લય જયને પુછયું કે, 67“શું તુ મસીહ છે, તો ઈ અમને કય દે!” અને ઈસુએ તેઓને કીધું કે, “જો હું તમને કય દવ, તો તમે મારી ઉપર વિશ્વાસ કરવાના નથી. 68અને હું તમને સવાલ કરય, તો તમે લોકો જવાબ નય આપો. 69પણ હવે પછી માણસનો દીકરો પરાક્રમી પરમેશ્વરની જમણી બાજુ બેહશે.” 70તેઓ બધાએ કીધું કે, “તો શું તુ પરમેશ્વરનો દીકરો છે?” ઈસુએ તેઓને કીધું કે, “તમે પોતે જ કયો છો કે ઈ હું છું” 71તેઓએ કીધું કે, “હવે આપણને બીજા સાક્ષીઓની જરૂર નથી, આપડે એના મોઢે હાંભળ્યુ છે.”

目前选定:

લૂક 22: KXPNT

高亮显示

分享

复制

None

想要在所有设备上保存你的高亮显示吗? 注册或登录