માથ્થી 1

1
ઈસુની પેઢી
(લૂક 3:23-38)
1ઈસુ મસીહના વડવાઓની પેઢીની યાદી જે ઈબ્રાહિમ અને દાઉદ રાજાની પેઢીનો હતો. 2ઈબ્રાહિમનો દીકરો ઈસહાક, ઈસહાકનો દીકરો, યાકુબ યાકુબનો દીકરો યહુદા, અને એના ભાઈઓ, 3યહુદાની બાયડીને તામારથી થયેલા દીકરા ઈ પેરેસ અને ઝેરાં, પેરેસનો દીકરો હેસ્રોન થયો એનાથી એક દીકરો આરામ થયો, 4આરામનો દીકરો અમીનાદાબ, અમીનાદાબનો દીકરો નાહશોન, નાહશોનનો દીકરો સલ્મોન થયો. 5સલ્મોનનો દીકરો બોઆઝ અને એની માં રાહાબ જે યહુદી નોતી, બોઆઝનો દીકરો ઓબેદ અને એની માં રૂથ ઈ પણ યહુદી નોતી, ઓબેદનો દીકરો યિશાઈ 6યિશાઈનો દીકરો ઈ દાઉદ રાજા
અગાવ ઉરિયાની જે બાયડી હતી એનાથી દાઉદનો દીકરો થયેલો ઈ સુલેમાન, 7સુલેમાનનો દીકરો રહાબામ, રહાબામનો દીકરો અબીયા, અબીયાનો દીકરો આસા થયો, 8આસાનો દીકરો યહોશાફાટ, યહોશાફાટનો દીકરો યોરામ, યોરામનો દીકરો ઉઝિયા, 9ઉઝિયાનો દીકરો યોથામ, યોથામનો દીકરો આહાઝ, આહાઝનો દીકરો હિઝકિયા, 10હિઝકિયાનો દીકરો મનાશ્શા, મનાશ્શાનો દીકરો આમોન, આમોનનો દીકરો યોશીયા, 11યોશીયાનો દીકરો યખોન્યા અને એના ભાઈઓ બાબિલોન દેશના બંદીવાસના વખતે પેદા થયા.
12બાબિલોન દેશના બંદીવાસમાં ગયા પછી યખોન્યાનો દીકરો શાલ્તીએલ, અને શાલ્તીએલનો દીકરો ઝરુબ્બાબેલ, 13ઝરુબ્બાબેલનો દીકરો અબીહુદ, અબીહુદનો દીકરો એલિયાકીમ, એલિયાકીમનો દીકરો આઝોર; 14આઝોરનો દીકરો સાદોક, સાદોકનો દીકરો આખીમ, આખીમનો દીકરો અલીહુદ, 15અલીહુદનો દીકરો એલાઝાર, એલાઝારનો મથ્થાન, મથ્થાનનો દીકરો યાકુબ, 16અને યાકુબનો દીકરો યુસફ જે મરિયમનો ધણી હતો, મરિયમથી ઈસુ પેદા થયો અને ઈ મસીહ કેવાણો. 17એવી રીતે ઈબ્રાહિમથી દાઉદ હુધી બધી મળીને સઉદ પેઢી થય અને દાઉદથી બાબિલોન દેશના બંદીવાસ હુધી સઉદ પેઢી, અને બાબિલોન દેશના બંદીવાસના કાળથી મસીહના વખત હુધી સઉદ પેઢી થય.
ઈસુ મસીહનો જનમ
(લૂક 2:1-7)
18ઈસુ મસીહના જનમ પેલા આવી રીતે થયુ, એટલે એની માં મરિયમની હગાય યુસફ હારે લગન કરવા થય હતી, પછી તેઓ ભેળા થયાં પેલાથી જ ઈ પવિત્ર આત્માના સામર્થથી ગર્ભવતી થય. 19પણ એનો ધણી યુસફ જે નીતિવાન માણસ હતો, જે એને બધાયની હામે અપમાન કરવા નતો માંગતો, એણે એને છુપી રીતે મેલી દેવાનું ધારયુ. 20જઈ એની હાટુ ઈ વિસારતો હતો એવામાં જ પરમેશ્વરનો સ્વર્ગદુત એને સપનામાં દેખાણો એને કીધુ કે, “હે યુસફ, દાઉદ રાજાની પેઢીના દીકરા તું મરિયમને તારી બાયડી બનાવવામાં બીતો નય, કારણ કે, જે ગર્ભ મરિયમને રયો છે, ઈ પવિત્ર આત્માથી છે. 21તે દીકરો જણશે અને તું એનુ નામ ઈસુ પાડજે કારણ કે, ઈ એના લોકોને એના પાપોથી બસાયશે.” 22હવે આ બધુય ઈ હાટુ થયુ કે, જે વચન પરમેશ્વરે આગમભાખીયા દ્વારા કીધું હતું, ઈ પુરૂ થાય. 23“જોવ, એક કુવારી ગર્ભવતી થાહે અને ઈ દીકરાને જનમ દેહે, અને એનુ નામ ઈમ્માનુએલ રાખવામાં આયશે” જેનો અરથ ઈ છે કે, પરમેશ્વર આપડી હારે છે. 24તઈ યુસફ નીંદરમાંથી જાગીને પરમેશ્વરનાં સ્વર્ગદુતની આજ્ઞા પરમાણે એને પોતાની બાયડી બનાવીને પોતાના ઘરે લીયાવો. 25અને જ્યાં હુધી ઈ દીકરો નો જણે ન્યા હુંધી ઈ બેય ભેગા થયા નય: અને એણે એનું નામ ઈસુ પાડયું.

Kleurmerk

Deel

Kopieer

None

Wil jy jou kleurmerke oor al jou toestelle gestoor hê? Teken in of teken aan