ઉત્પત્તિ 45
45
યૂસફ પોતાના ભાઈઓની આગળ પોતાની ઓળખ આપે છે
1અને યૂસફ પોતાની પાસે સર્વ ઊભા રહેનારાઓની આગળ ડૂમો શમાવી ન શકયો. અને તેણે મોટેથી કહ્યું, “મારી આગળથી પ્રત્યેક માણસને બહાર કાઢો.” અને #પ્રે.કૃ. ૭:૧૩. યૂસફે તેના ભાઈઓને પોતાને ઓળખાવ્યો, ત્યારે તેની પાસે કોઈ નહોતું. 2અને તે પોક મૂકીને રડયો; તે મિસરીઓએ તથા ફારુનના ઘરનાંએ સાંભળ્યું. 3અને યૂસફે તેના ભાઈઓને કહ્યું, “હું યૂસફ છું. મારા પિતા શું હજી જીવે છે?” અને તેના ભાઈઓ તેને ઉત્તર આપી ન શકયા; કેમ કે તેઓ તેની આગળ ગભરાઈ ગયા હતા. 4અને યૂસફે તેના ભાઈઓને કહ્યું, “કૃપા કરી મારી પાસે આવો.” અને તેઓ પાસે આવ્યા. અને તેણે કહ્યું, “હું તમારો ભાઈ યૂસફ, જેને તમે મિસરમાં વેચી દીધો હતો, તે જ છું. 5હવે તમે મને અહીં વેચી દીધો, એને લીધે તમે દિલગીર ન થાઓ, ને તમારાં મનમાં બળાપો ન કરો; કેમ કે જાન બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો. 6કેમ કે બે વર્ષ થયાં દેશમાં દુકાળ છે; અને હજી બીજા પાંચ વર્ષ સુધી ખેતી તથા કાપણી થશે નહિ. 7તે માટે પૃથ્વીમાં તમારં સંતાન રાખવાને તથા મોટ ઉદ્ધારથી તમારા જીવ બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો. 8એ માટે તમે તો નહિ, પણ ઈશ્વરે મને અહીં મોકલ્યો; અને તેમણે મને ફારુનના પિતા સમાન, ને તેના આખા ઘરનો ધણી તથા આખા મિસરનો અધિપતિ કર્યો છે. 9#પ્રે.કૃ. ૭:૧૪. તમે ઉતાવળથી મારા પિતાની પાસે જાઓ, ને તેમને કહો કે, ‘તમારો દીકરો યૂસફ એમ કહે છે, ઈશ્વરે મને આખાઅ મિસરનો ઘણી કર્યો છે, મારી પાસે આવો, વિલંબ ન કરો.’ 10અને તમે ગોશેન દેશમાં રહેશો. તમે ને તમારાં છોકરાં ને તમારાં છોકરાંનાં છોકરાં તથા તમારાં મેઢાં તથા તમારાં ઢોર તથા તમારાં છોકરાંનાં છોકરાં તથા તમારાં મેઢાં તથા તમારાં ઢોર તથા તમારું સર્વસ્વ મારી નજદીક રહેશો. 11અને તમે તથા તમારું કુટુંબ તથા જે સર્વ તમારાં છે તે દરિદ્રી ન થાય માટે ત્યાં હું તમારું પાલનપોષણ કરીશ; કેમ કે હજી દુકાળનાં બીજાં પાંચ વર્ષ છે. 12અને જુઓ, તમારી આંખ તથા મારા ભાઈ બિન્યામીનની આંખ જુએ છે કે, મારું જ મુખ તમારી સાથે બોલે છે. 13અને મિસરમાં મારો સર્વ મહિમા તથા જે સર્વ તમે જોયું છે તે મારા પિતાને કહો; અને મારા પિતાને ઉતાવળથી અહીં લઈ આવો.” 14અને તે પોતાના ભાઈ બિન્યામીન પણ તેની કોટે વળગીને રડયો. 15અને યૂસફે તેના સર્વ ભાઈઓને ચુંબન કર્યું, ને તે તેઓને ભેટીને રડયો; પછી તેના ભાઈઓએ તેની સાથે વાતચીત કરી.
16અને ફારુનના ઘરમાં એ વાત પહોંચી કે યૂસફના ભાઈઓ આવ્યા છે; તે વાત ફારુનને તથા તેના દાસોને સારી લાગી. 17અને ફારુને યૂસફને કહ્યું, “તું તારા ભાઈઓને કહે કે, ‘તમે આમ કરો:તમારાં જાનવરો લાદીને કનાન દેશમાં ચાલ્યા જાઓ. 18અને તમારા પિતાને તથા તમારાં કુટુંબોને મારી પાસે લઈ આવો; અને મિસર દેશનાં ઉત્તમ વાનાં હું તમને આપીશ, ને દેશની ઉત્કૃષ્ટ ચીજો તમે ખાશો.’ 19તે માટે હવે તને [આ પ્રમાણે તારા ભાઈઓને કહેવાની] આજ્ઞા છે. ‘તમે આમ કરો; તમારાં છોકરાંઓને માટે તથા તમારી પત્નીઓને માટે, મિસર દેશથી ગાડાં લેતા જાઓ, ને તમે તમારા પિતાને લઈ આવો. 20વળી તમારી મિલકતની ચિંતા ન કરો; કેમ કે આખા મિસર દેશમાં જે ઉત્તમ તે તમારું છે.’” 21અને ઇઝરાયલપુત્રોએ એમ કર્યું; અને ફારુનની આ પ્રમાણે યૂસફે તેઓને ગાડાં આપ્યાં, ને માર્ગને માટે તેઓને સીધું પણ આપ્યું. 22અને તેણે દરેકને એક જોડ કપડાં આપ્યાં; પણ બિન્યામીનને રૂપાનાં ત્રણસો નાણાં તથા પાંચ જોડા કપડાં આપ્યાં.
23અને તેણે તેના પિતાને માટે આ પ્રમાણે મોકલ્યું:મિસર દેશની ઉત્તમ વસ્તુઓથી લાદેલા દશ ગધેડા, ને માર્ગને માટે તેના પિતાને માટે અનાજ તથા રોટલી તથા ખોરાકથી લાદેલી દશ ગધેડીઓ. 24અને તેણે તેના ભાઈઓને વિદાય કર્યા, ને તેઓ ગયા; અને તેણે તેઓને કહ્યું, “જોજો, માર્ગે લડી પડતા નહિ.” 25અને તેઓ મિસરમાંથી નીકળીને કનાન દેશમાં તેમના પિતા યાકૂબની પાસે આવ્યા. 26અને તેઓએ તેને કહ્યું, “યૂસફ હજુ જીવે છે, ને આખા મિસર દેશનો તે અધિપતિ છે.” અને યાકૂબ સ્તબ્ધ થઈ ગયો, કેમ કે તેણે તેઓની વાત માની નહિ. 27અને યૂસફે તેઓને જે જે વાત કરી હતી તે સર્વ તેઓએ તેને કહી. અને તેને લઈ જવા માટે યૂસફે જે ગાડાં મોકલ્યાં હતાં તે જ્યારે તેના પિતા યાકૂબે જોયાં, ત્યારે તે શુદ્ધિમાં આવ્યો. 28અને ઇઝરાયલે કહ્યું, “બસ, મારો દીકરો હજુ જીવે છે; મારા મરવા પહેલાં હું જઈને તેને જોઈશ.”
Currently Selected:
ઉત્પત્તિ 45: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.