1
યોહાન 14:27
પવિત્ર બાઇબલ C.L.
“હું તમને શાંતિ આપીને જઉં છું; મારી પોતાની શાંતિ હું તમને આપું છું. જેમ દુનિયા તમને શાંતિ આપે છે તેમ હું તમને આપતો નથી. ચિંતા કરશો નહિ, તેમ જ હિંમત પણ હારશો નહિ.
Lee anya n'etiti ihe abụọ
Nyochaa યોહાન 14:27
2
યોહાન 14:6
ઈસુએ તેને જવાબ આપ્યો, “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.”
Nyochaa યોહાન 14:6
3
યોહાન 14:1
ઈસુએ તેમને કહ્યું, “તમારાં હૃદયોને શોક્તુર થવા ન દો. ઈશ્વર પર વિશ્વાસ રાખો અને મારા ઉપર પણ વિશ્વાસ રાખો.
Nyochaa યોહાન 14:1
4
યોહાન 14:26
સહાયક, એટલે કે પવિત્ર આત્મા જેને પિતા મારે નામે મોકલશે, તે તમને બધું સમજાવશે, અને મેં તમને જે જે કહ્યું તેની તમને યાદ દેવડાવશે.
Nyochaa યોહાન 14:26
5
યોહાન 14:21
“જે કોઈ મારી આજ્ઞાઓ સ્વીકારીને તેમનું પાલન કરે છે, તે જ મારા પર પ્રેમ કરે છે. જે કોઈ મારા પર પ્રેમ રાખે છે તેના પર મારા પિતા પણ પ્રેમ કરે છે; હું પણ તેના પર પ્રેમ કરીશ અને તેની આગળ પોતાને પ્રગટ કરીશ.”
Nyochaa યોહાન 14:21
6
યોહાન 14:16-17
હું પિતાને વિનંતી કરીશ; અને તે તમારી સાથે સદા વસવાને બીજો સહાયક, એટલે સત્યનો આત્મા મોકલી આપશે. દુનિયા તેને સ્વીકારી શક્તી નથી; કારણ, તે તેને જોઈ શક્તી નથી અને ઓળખતી નથી. પરંતુ તમે તેને ઓળખો છો, કારણ, તે તમારી સાથે રહે છે; અને તમારા અંતરમાં વસે છે.
Nyochaa યોહાન 14:16-17
7
યોહાન 14:13-14
તમે મારે નામે જે કંઈ માગશો તે હું કરીશ; જેથી પિતાનો મહિમા પુત્ર દ્વારા પ્રગટ થાય. મારે નામે તમે જે કંઈ માગશો, તે હું કરીશ.”
Nyochaa યોહાન 14:13-14
8
યોહાન 14:15
“જો તમે મારા પર પ્રેમ કરતા હો, તો તમે મારી આજ્ઞાઓ પાળશો.
Nyochaa યોહાન 14:15
9
યોહાન 14:2
મારા પિતાના ઘરમાં ઘણા ઓરડા છે, જો એમ ન હોત, તો મેં તમને તે પણ જણાવ્યું હોત. હું તમારે માટે જગ્યા તૈયાર કરવા જઉં છું.
Nyochaa યોહાન 14:2
10
યોહાન 14:3
હું જઈશ અને જગ્યા તૈયાર કરીને પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ; જેથી જ્યાં હું છું, ત્યાં તમે પણ રહો.
Nyochaa યોહાન 14:3
11
યોહાન 14:5
થોમાએ કહ્યું, “પ્રભુ, તમે ક્યાં જઈ રહ્યા છો તે અમે જાણતા નથી. તો પછી ત્યાં પહોંચવાના માર્ગ વિષે અમને કેવી રીતે ખબર હોય?”
Nyochaa યોહાન 14:5
Ebe Mmepe Nke Mbụ Nke Ngwá
Akwụkwọ Nsọ
Atụmatụ Ihe Ogụgụ Gasị
Vidiyo Gasị