1
લૂક 17:19
પવિત્ર બાઇબલ C.L.
અને ઈસુએ તેને કહ્યું, “ઊઠ, જા; તારા વિશ્વાસને લીધે તું સાજો થયો છે.”
Lee anya n'etiti ihe abụọ
Nyochaa લૂક 17:19
2
લૂક 17:4
જો તે તારી વિરુદ્ધ એક દિવસમાં સાતવાર પાપ કરે, અને દરેક વખતે તે આવીને તને કહે, ‘મને પસ્તાવો થાય છે,’ તો તારે તેને ક્ષમા આપવી જોઈએ.”
Nyochaa લૂક 17:4
3
લૂક 17:15-16
તેઓ જતા હતા ત્યારે રસ્તામાં તેઓને શુદ્ધ કરવામાં આવ્યા. તેમનામાંથી એક પોતાને સાજો કરવામાં આવ્યો તે જોઈને મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં પાછો આવ્યો. તે ઈસુના ચરણે નમી પડયો, અને આભાર માનવા લાગ્યો. એ તો એક સમરૂની હતો.
Nyochaa લૂક 17:15-16
4
લૂક 17:3
તેથી સાવધ રહો! “જો તારો ભાઈ પાપ કરે તો તેને ઠપકો આપ, અને જો તે પસ્તાવો કરે તો તેને ક્ષમા કર.
Nyochaa લૂક 17:3
5
લૂક 17:17
ઈસુ બોલી ઊઠયા, “શુદ્ધ તો દસને કરવામાં આવ્યા હતા, બીજા નવ ક્યાં છે?
Nyochaa લૂક 17:17
6
લૂક 17:6
પ્રભુએ જવાબ આપ્યો, “તમારામાં રાઈના દાણા જેટલો પણ વિશ્વાસ હોય, તો આ શેતુરના વૃક્ષને, ‘અહીંથી સમૂળગું ઊખડી જા, અને સમુદ્રમાં રોપાઈ જા,’ એમ તમે કહી શક્યા હોત અને તે તમારું કહ્યું માનત.
Nyochaa લૂક 17:6
7
લૂક 17:33
જે કોઈ પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ પોતાનો જીવ ગુમાવશે, તે તેને બચાવશે.
Nyochaa લૂક 17:33
8
લૂક 17:1-2
ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “લોકોને પાપમાં પાડનાર પ્રલોભનો તો ઊભાં થવાનાં જ; પણ જે વ્યક્તિ વડે એ થાય છે તેની કેવી દુર્દશા થશે! કોઈ આ નાનાઓમાંના એક્દને પાપમાં પાડે તેના કરતાં તેને ગળે ઘંટીનો પથ્થર બંધાય અને તે સમુદ્રમાં નંખાય એ તેને માટે સારું છે.
Nyochaa લૂક 17:1-2
9
લૂક 17:26-27
“નૂહના સમયમાં જેમ બન્યું તેમ માનવપુત્રના સમયમાં પણ બનશે. નૂહ વહાણમાં પ્રવેશ્યો અને જળપ્રલયે આવીને બધાંનો નાશ કર્યો તે દિવસ સુધી બધા ખાતાપીતા હતા અને લગ્ન કરતા-કરાવતા હતા.
Nyochaa લૂક 17:26-27
Ebe Mmepe Nke Mbụ Nke Ngwá
Akwụkwọ Nsọ
Atụmatụ Ihe Ogụgụ Gasị
Vidiyo Gasị