ઉત્પત્તિ 12
12
ઇબ્રામને ઈશ્વરનું તેડું
1અને યહોવાએ ઇબ્રામને કહ્યું, #પ્રે.કૃ. ૭:૨-૩; હિબ. ૧૧:૮. “તું તારો દેશ, તથા તારાં સગાં, તથા તારા પિતાનું ઘર મૂકીને, જે દેશ હું તને દેખાડું તેમાં જા; 2અને હું તારામાંથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ, ને તને આશીર્વાદ આપીશ, ને તારું નામ મોટું કરીશ; અને તું આશીર્વાદરૂપ થશે: 3અને જેઓ તને આશીર્વાદ આપે તેઓને
હું આશીર્વાદ આપીશ, ને જેઓ તને
શાપ આપે તેઓને હું શાપ આપીશ;
અને #ગલ. ૩:૮. તારામાં પૃથ્વીનાં સર્વ કુટુંબ
આશીર્વાદ પામશે.
4અને યહોવાના કહ્યા પ્રમાણે ઇબ્રામ નીકળ્યો; અને તેની સાથે લોત ગયો; અને ઇબ્રામ હારાનથી નીકળ્યો, ત્યારે તે પંચોતેર વર્ષનો હતો. 5અને ઇબ્રામે પોતાની પત્ની સારાયને તથા પોતાના ભત્રીજા લોતને, તથા જે સર્વ સંપત્તિ તેઓએ મેળવી હતી, તથા જે સર્વ સંપત્તિ તેઓએ મેળવી હતી, તથા જે માણસો તેમને હારાનમાં પ્રાપ્ત થયાં હતાં તેઓને સાથે લીધાં; અને તેઓ કનાન દેશમાં જવાને નીકળ્યાં, ને કનાન દેશમાં આવી પહોંચ્યાં. 6અને ઇબ્રામ તે દેશમાં થઈને શખેમની સીમમાં મોરેના એલોન ઝાડ સુધી ગયો. તે વખતે કનાનીઓ તે દેશમાં રહેતા હતા. 7અને યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું, #પ્રે.કૃ. ૭:૫; ગલ. ૩:૧૬. “હું તારા વંશજોને આ દેશ આપીશ.” અને જે યહોવાએ તેને દર્શન આપ્યું હતું તેમને માટે તેણે ત્યાં વેદી બાંધી. 8અને ત્યાંથી નીકળીને બેથેલની પૂર્વબાજુએ જે પર્વત છે ત્યાં તે ગયો. અને તેણે ત્યાં તંબુ માર્યો, ત્યાંથી પશ્વિમે બેથેલ તથા પૂર્વે આય હતું. અને ત્યાં તેણે યહોવાને માટે વેદી બાંધી, ને યહોવાને નામે પ્રાર્થના કરી. 9ત્યાર પછી ઇબ્રામ જતાં જતાં નેગેબ તરફ ગયો.
ઇબ્રામ મિસરમાં
10ત્યાર પછી તે દેશમાં દુકાળ પડ્યો; અને દેશમાં દુકાળ ભારે હોવાથી ઇબ્રામ મિસરમાં રહેવા ગયો. 11અને એમ થયું કે, તે જતાં જતાં લગભગ મિસર પહોંચ્યો ત્યારે તેણે પોતાની પત્ની સારાયને કહ્યું, “જો, હું જાણું છું કે તું દેખાવમાં સુંદર સ્ત્રી છે; 12અને તેથી એમ થશે કે, મિસરીઓ તને જોઈને કહેશે કે, આ તેની પત્ની છે. અને તેઓ મને મારી નાખશે, પણ તને જીવતી રાખશે. 13તો #ઉત. ૨૦:૨; ૨૬:૭. ‘હું તેની બહેન છું, ’ એમ તું કહેજે; એ માટે કે તારે લીધે મારું ભલું થાય, ને તારાથી મારો જીવ બચે.”
14અને એમ થયું કે, ઇબ્રામ મિસરમાં આવી પહોંચ્યો, ત્યારે મિસરીઓએ જોયું કે તે સ્ત્રી બહુ સુંદર છે. 15અને ફારુણા સરદારોએ તેને જોઈને ફારુનની આગળ તેનાં વખાણ કર્યાં. અને તે સ્ત્રીને ફારુનને ઘેર લઈ જવામાં આવી. 16અને તેણે સારાયને લીધે ઇબ્રામનું ભલું કર્યું; અને તેણે તેને ઘેટાં તથા બળદો તથા ગધેડા તથા દાસો તથા દાસીઓ તથા ગધેડીઓ તથા ઊંટો આપ્યાં. 17અને યહોવા ઇબ્રામની પત્ની સારાયને લીધે ફારુન તથા તેના પરિવાર પર મોટું દુ:ખ લાવ્યા. 18ત્યારે ફારુને ઇબ્રામને તેડાવીને કહ્યું, “આ તેં મને શું કર્યું? તેં મને એમ કેમ ના કહ્યું કે તે મારી પત્ની છે? 19તેં શા માટે એમ કહ્યું કે તે મારી બહેન છે? કે જેથી મેં તેને મારી પત્ની કરવા માટે લીધી; હવે, જો, આ રહી તારી પત્ની, તેને લઈ જા.” 20અને ફારુને પોતાનાં માણસોને તેનાં સંબંધી આજ્ઞા કરી. અને તેઓ તેને તથા તેની પત્નીને તથા તેની સર્વ સંપત્તિને માર્ગે વળાવી આવ્યા.
Ekhethiweyo ngoku:
ઉત્પત્તિ 12: GUJOVBSI
Qaqambisa
Yabelana
Kopa

Ufuna ukuba iimbalasane zakho zigcinwe kuzo zonke izixhobo zakho? Bhalisela okanye ngena
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.