યોહાન 13

13
ઈસુ દ્વારા ચેલાઓના પગ ધોવા
1હવે પાસ્ખા તેવાર પેલા, ઈસુએ જાણી લીધું કે, મારો વખત આવી ગયો છે કે, જગતને મુકીને બાપની પાહે વયો જાવ, તો પોતાના ચેલાઓને, જે જગતમાં હતાં, જેઓ પ્રેમ ઈ રાખતો હતો, છેલ્લે હુધી એવો જ પ્રેમ રાખો. 2જઈ ઈસુ અને એના ચેલાઓ રાતે વાળુ કરતાં હતાં, તઈ શેતાને પેલા જ ઈસુને દગાથી પકડાવવા હાટુ સિમોનના દીકરા યહુદા ઈશ્કારિયોતના મનમા ઈ વિસાર નાખી દીધો હતો. 3ઈસુ ઈ જાણતો હતો કે, બાપે એને દરેક વસ્તુ ઉપર અધિકાર દીધો છે, અને ઈ પરમેશ્વરની પાહેથી આવ્યો છે, અને પાછો પરમેશ્વરની પાહે જાય છે. 4ભોજન કરવાની જગ્યાથી ઉભો થયને પોતાનો ઝભ્ભો ઉતારયો, અને પોતાની કડે રૂમાલ વીટાળ્યો.
5એની પછી એક ઠામડામાં પાણી ભરીને, એને પોતાના ચેલાઓના પગ ધોયા, અને જે રૂમાલ એની કડે બાંધ્યો હતો, એનાથી લુસવા લાગ્યો. 6પછી ઈ સિમોન પિતરની પાહે આવ્યો, તઈ પિતરે એને કીધું કે, “પરભુ, શું તુ મારા પગ ધોય છે?” 7ઈસુએ એને જવાબ દીધો કે, “જે હું કરું છું, તુ એનો અરથ હમણાં નય હંમજ, પણ પછી હંમજય.” 8પિતરે ઈસુને કીધું કે, “હું તને મારા પગ ક્યારેય પણ ધોવા નય દવ!” ઈ હાંભળીને ઈસુએ એને કીધું કે, “જો હું તારા પગનો ધોવ, તો તારે મારી હારે કોય સબંધ નય રેય.” 9સિમોન પિતરે જવાબ દીધો કે, “પરભુ, તમે મારા પગ જ નય પણ મારા હાથ અને માથાને પણ ધોય દયો.” 10ઈસુએ એને કીધું કે, “એક માણસ જે નાય લીધું છે, એને ખાલી એના પગ ધોવાની જરૂર છે, કેમ કે એનુ આખું દેહ સોખું છે અને ખાલી એકને મુકીને, તમે બધાય સોખા છો.” 11ઈ તો પોતાને દગાથી પકડાવનારા વિષે જાણતો હતો, ઈ હાટુ એણે ઈ કીધું કે, “ખાલી એકને મુકીને, તમે બધાય સોખા છો.”
12જઈ ઈસુએ બધાયના પગને ધોય લીધા, અને પોતાનો ઝભ્ભો પેરીને પાછો ખાવા બેહી ગયો, અને ચેલાઓને કેવા લાગ્યો કે, “શું તમે હંમજા કે, મે તમારી હારે શું કરયુ? 13તમે મને ગુરુ અને પરભુ કયો છો, અને જો તમે કયો છો ઈજ હાસુ છે, કેમ કે હું તમારો ગુરુ અને પરભુ છું 14જો મે ગુરુ અને પરભુ થયને, તમારા પગ ધોયા છે, તો તમારે મારી જેમ એકબીજાના પગને ધોવા જોયી. 15કેમ કે, મે તમને નમુનો દેખાડયો છે, જેથી જેવું મે તમારી હારે કરયુ છે, તમે પણ એવુ જ કરતાં રયો. 16હું તમને હાસે હાસુ કવ છું કે, ચાકર પોતાના માલિક કરતાં મોટો નથી, અને સંદેશો લીયાવનાર પોતાના મોકલનાર કરતાં મોટો નથી. 17જઈથી હવે તમે ઈ વાત જાણો છો કે, જો તમે આવું કરો, તો પરમેશ્વર તમારી ઉપર બોવ રાજી થાહે. 18હું તમારા બધાયના વિષે નથી કેતો, હું જાણું છું કે, કોને-કોને ગમાડીયા છે, પણ એવુ ઈ હાટુ થાય છે કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરું થાય કે, જેણે મારી હારે ખાવાનું ખાધું, એણેજ મને દગાથી પકડાવો છે. 19હવે હું એના હોવાની પેલા તમને બતાવી દવ છું કે, જઈ ઈ થય જાય તો તમે વિશ્વાસ કરો કે હું ઈજ છું 20હું તમને હાસે હાસુ કવ છું કે, જે મને મોકલનારાનો સ્વીકાર કરે છે, ઈ મારો સ્વીકાર કરે છે અને જે મારો સ્વીકાર કરે છે, ઈ મને સ્વીકારે છે, અને જે કોય પણ મને સ્વીકારે છે, ઈ મને મોકલનારને પણ સ્વીકારે છે.”
વિશ્વાસધાત કરનારાની હામે સંકેત
21જઈ ઈસુ કય રયો, તઈ એના મનમા નિહાકો નાખીને તેઓએ ઈ સાક્ષી આપી કે, “હું તમને હાસે હાસુ કવ છું, તમારામાંનો એક મને દગાથી પકડાયશે” 22ચેલાઓ શંકા કરીને, એકબીજાને જોવા લાગ્યા કે, ઈ કોના વિષે કેય છે. 23પણ એના ચેલાઓમાંથી એક જેની ઉપર ઈસુ વધારે પ્રેમ રાખતો હતો, ઈ ઈસુની હામે નીસે મેજ ઉપર આડો પડયો હતો. 24સિમોન પિતરે ઈ ચેલાને ઈશારો કરીને કીધું કે, “ઈસુ કેની વિષે કેય છે? ઈ એને પુછો” 25તઈ યોહાને ઈ રીતેથી ઈસુની બાજુમાં નમીને પુછયું કે, “પરભુ ઈ કોણ છે?” 26ઈસુએ જવાબ દીધો કે, “હું જેને રોટલીનું બટકું થાળીમાં બોળીને આપય, ઈજ છે.” અને એણે રોટલી બોળીને સિમોન ઈશ્કારિયોતના દીકરા યહુદાને દીધી. 27અને જેવું યહુદા ઈશ્કારિયોતને રોટલીનો કોળીયો ખાધો, તરત શેતાન એનામા ઘરી એણે કાબુમાં કરયો, તઈ ઈસુએ એને કીધું કે, “જે તુ કરવણો છો, ઈ ઘાયેઘા કરય.” 28હવે ઈસુએ શું કામ કીધું ઈ ખાવા બેહેલાઓમાંથી કોય હંમજયો નય. 29યહુદાની પાહે રૂપીયાની ઠેલી રેતી હતી, ઈ હાટુ કોય હમજે કે, ઈસુ એને કય રયો છે કે, જે કાય તેવાર હાટુ જોયી છી, ઈ વેસાતું લય લે, કા તો આ કે ગરીબોને કાક દેય. 30અને રોટલીનો કોળીયો ખાધા પછી યહુદા તરત બારે વયો ગયો, અને તઈ રાતનો વખત હતો.
નવી આજ્ઞા
31જઈ ઈ બારે વયો ગયો, તો ઈસુએ કીધું કે, “હવે માણસના દીકરાની મહિમા થય છે, અને પરમેશ્વરની મહિમા એનાથી પરગટ થય છે. 32જઈથી હું માણસનો દીકરો પરમેશ્વરને લોકોની વસે જણાવું છું, અને જઈથી હું એને માન આપું છું, એમ પરમેશ્વર પણ મને માન આપશે અને પરમેશ્વર આવું બોવ જલ્દીથી કરશે. 33હે બાળકો, હું હજી થોડીકવાર તમારી પાહે છું, પછી તમે મને ગોતશો, અને જેવું મે યહુદી લોકોના આગેવાનોને કીધું છે, જ્યાં હું જાવ છું ન્યા તમે નય આવી હકો, એમ જ હું આઘડી તમને પણ કવ છું 34હું તમને એક નવી આજ્ઞા દવ છું કે, એકબીજા હારે પ્રેમ કરો, જેવી રીતે મે તમારી ઉપર પ્રેમ રાખ્યો છે, એવી જ રીતે તમે પણ એકબીજા હારે પ્રેમ રાખો. 35જો તમે એકબીજાની હારે પ્રેમ કરો, તો દરેક માણસ જાણી લેહે તમે મારા ચેલાઓ છો.”
પિતર નકાર કરશે એવી સંકેત
36સિમોન પિતરે ઈસુને પુછયું કે, “પરભુ, તું ક્યા જાય છે?” એણે જવાબ દીધો કે, “જ્યાં હું જાવ છું, ન્યા આઘડી મારી વાહે નય આવી હકે, પણ થોડાક વખત પછી મારી વાહે આવય.” 37પિતરે કીધુ કે, “પરભુ, હું આઘડી તારી વાહે કેમ નથી આવી હકતો? હું તારી હાટુ પોતાનો જીવ પણ આપી દેય.” 38ઈસુએ જવાબ દીધો કે, “તું મારી હાટુ પોતાનો જીવ દેય? હું તમને હાસે હાસુ કવ છું કે, કુકડો બોલે ઈ પેલા તુ ત્રણ વાર મારો નકાર કરય.”

高亮显示

分享

复制

None

想要在所有设备上保存你的高亮显示吗? 注册或登录