1
ઉત્પત્તિ 22:14
પવિત્ર બાઇબલ C.L.
GUJCL-BSI
અબ્રાહામે તે સ્થળનું નામ યાહવે-યિરેહ (પ્રભુ પૂરું પાડે છે) પાડયું. આજ સુધી લોકોમાં કહેવાય છે કે પ્રભુના પહાડ પર પૂરું પાડવામાં આવશે.
Comparer
Explorer ઉત્પત્તિ 22:14
2
ઉત્પત્તિ 22:2
ઈશ્વરે કહ્યું, “તારો પુત્ર, તારો એકનોએક પુત્ર ઇસ્હાક, જેના પર તું અત્યંત પ્રેમ રાખે છે તેને લઈને મોરિયા પ્રદેશમાં જા, અને ત્યાં હું દેખાડું તે પર્વત પર તેનું મને દહનબલિ તરીકે અર્પણ ચડાવ.”
Explorer ઉત્પત્તિ 22:2
3
ઉત્પત્તિ 22:12
તેણે કહ્યું, “છોકરા પર તારો હાથ નાખીશ નહિ કે તેને કંઈ ઈજા કરીશ નહિ. હવે હું જાણું છું કે તું ઈશ્વરનો ડર રાખે છે. કારણ, તેં તારો એકનોએક પુત્ર પણ મારાથી પાછો રાખ્યો નથી.”
Explorer ઉત્પત્તિ 22:12
4
ઉત્પત્તિ 22:8
અબ્રાહામે જવાબ આપ્યો, “દીકરા, એ તો ઈશ્વર પોતે દહનબલિ માટે ઘેટું પૂરું પાડશે.” એમ તેઓ બન્ને સાથે ગયા.
Explorer ઉત્પત્તિ 22:8
5
ઉત્પત્તિ 22:17-18
હું વચન આપું છું કે આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા તારા વંશજો થશે. તારાં સંતાન તેમના શત્રુઓને જીતી લેશે. તારા વંશ દ્વારા પૃથ્વી પરની બધી પ્રજાઓ આશિષ પામશે. કારણ, તેં મારી આજ્ઞા પાળી છે.”
Explorer ઉત્પત્તિ 22:17-18
6
ઉત્પત્તિ 22:1
થોડા સમય પછી ઈશ્વરે અબ્રાહામની ક્સોટી કરી. તેમણે તેને કહ્યું, “અબ્રાહામ!” અબ્રાહામે જવાબ આપ્યો, “હા પ્રભુ.”
Explorer ઉત્પત્તિ 22:1
7
ઉત્પત્તિ 22:11
પરંતુ આકાશમાંથી પ્રભુના દૂતે તેને હાંક મારી, “અબ્રાહામ, અબ્રાહામ!” તેણે જવાબ આપ્યો, “હું આ રહ્યો.”
Explorer ઉત્પત્તિ 22:11
8
ઉત્પત્તિ 22:15-16
પ્રભુના દૂતે આકાશમાંથી બીજીવાર હાંક મારીને કહ્યું, “પ્રભુ કહે છે: હું મારા પોતાના નામના સોગંદ લઉં છું કે હું તને ખૂબ આશિષ આપીશ. કારણ, તેં આ કામ કર્યું છે અને મારાથી તારા પુત્રને પાછો રાખ્યો નથી.
Explorer ઉત્પત્તિ 22:15-16
9
ઉત્પત્તિ 22:9
પ્રભુએ જે સ્થળ વિષે કહ્યું હતું ત્યાં તેઓ આવ્યા ત્યારે અબ્રાહામે એક વેદી બાંધી અને તેના પર લાકડાં ગોઠવ્યાં. પછી તેણે પોતાના દીકરા ઇસ્હાકને બાંધીને વેદી ઉપરનાં લાકડાં પર મૂક્યો.
Explorer ઉત્પત્તિ 22:9
Accueil
Bible
Plans
Vidéos